સમાચાર

પતિના ત્રાસથી કંટાળીને યુવતીએ સાબરમતીમાં કૂદી જઈને આપઘાતનો પ્રયાસ, થોડી જ મિનિટોમાં બે યુવકોએ યુવતીને બચાવી લીધી

અમદાવાદના જમાલપુરના મોઝીફ તિર્મિજી અને અમન કાકુવાલાએ એ કામ કર્યું છે જેના માટે અમદાવાદના લોકો તેમની પ્રશંસા કરી રહ્યા છે.વધુ એક આયેશા ને આત્મહત્યા કરતા પહેલા બે યુવકોએ તેને રોકીને બચાવી હતી.આ શુક્રવારએ વધુ એક આયેશા એ સાબરમતી રિવરફ્રન્ટમાં કૂદીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. જ્યાં બે યુવકો એ આ યુવતીને બચાવી લીધી હતી.આ યુવતી પરણીત હોવાનું માલુમ થતા તરત જ આ બે યુવકો એ તેને બચાવી લીધી હતી.

રવિવારે બહેન રસ્તા પરથી ભાગીને બજાર તરફ દોડી હતી. તિર્મિજી એ જણાવ્યું હતું કે મને મોહસીન ભાઈ નો ફોન આવ્યો હતો ” એક યુવતી સાબરમતી તરફ જઈ રહી છે, તમે ફટાફટ તેની પાછળ જાવ. ” મેં અને મારા મિત્ર અંમાન એ તે યુવતી ને બચાવ્યા હતા.તે યુવતી રોડ પર ભાગી હતી અને ત્યાંથી રવિવારી બજાર માં અને ત્યારબાદ તેને પોલીસ સ્ટેશન લઇ જઈને તેનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું.તે યુવતી ખુબ જ ટેંશન માં હતી તે બોલી રહી હતી કે તેના પતિ એ તેને રાખવાની ના પાડી દીધી હતી, મને મારું બાળક પાછું જોઈએ છે મને રાજસ્થાન મારા માતા પિતા સાથે મોકલી દો.

અમન કાકુવાલાએ કહ્યું કે, અમે જાગૃત નાગરિક તરીકે અમારી ફરજ નિભાવી છે. અમને એક પરિચિત દ્વારા આ વિશે જાણ કરવામાં આવી અને અમે એક ક્ષણની પણ રાહ જોયા વિના કોઈનો જીવ બચાવવા ત્યાં પહોંચી ગયા. તે સમયે છોકરી ખૂબ રડતી હતી, તેની આંખોમાં આંસુ હતા. આ પછી અમે પોલીસને જાણ કરી અને જ્યારે પોલીસ આવી તો તેને સલામત રીતે પોલીસ સ્ટેશન લઈ ગઈ. કોઈનો જીવ બચાવવો એ બહુ મોટી વાત છે. આજે અમને એક મહિલાનો જીવ બચાવીને ખુબ જ ખુશી થઈ રહી છે.

દરિયાપુર વિસ્તારની પોળમાં રહેતી પરિણીતાને આપઘાત કરવા જઈ રહી હતી ત્યાં બે યુવકો એ બચાવી લીધી. ત્યારે ત્યાં હાજર એક વ્યક્તિએ આત્મહત્યા પાછળનું કારણ પૂછ્યું કે તે ક્યાંની છે અને શા માટે તે આત્મહત્યા કરવા માંગે છે. પીડિતાએ જણાવ્યું કે તે દરિયાપુર વિસ્તારના નગીનાપોલમાં રહે છે. પતિની પરેશાનીઓને કારણે તે આત્મહત્યા કરવા સુધી પહોંચી ગઈ હતી.

14 વર્ષની ઉંમરે લગ્ન! યુવતીએ જણાવ્યું કે તે 14 વર્ષની હતી ત્યારે તેના લગ્ન થયા હતા અને તે રાજસ્થાનના ટોંકની હતી.પતિ મને બે દિવસ માટે કુરાન-એ-શરીફના સોગંદ લેવા કહે છે અને કહે છે કે જો તે હવે જશે તો તે પાછો નહીં આવે.હું ફોન નહીં કરું હું કુરાન-એ-શરીફની બે વાર કસમ ખાઉં છું. તેઓ કહે છે કે મારે નથી રેહવું,મારે નથી રેહવું.. તે કહે છે કે તારો પરિવાર તને બધું શીખવે છે, હું તારા ભાઈઓને મારી નાખીશ. હું અહીંનો દાદા છું, ગુંડો છું.”

રિવરફ્રન્ટ ઈસ્ટ પોલીસે યુવતીનું કાઉન્સેલિંગ કર્યું. પોલીસની એક ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી અને યુવતી ને પોલીસ સ્ટેશન લઈ ગઈ. જ્યાં મહિલાએ વિગતો અપ અપ આપવાનો પ્રયાસ કર્યો હતો. તેમનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું. રિવરફ્રન્ટ ઈસ્ટના પોલીસ-ઈન્સ્પેક્ટર ઝાલાએ કહ્યું, “અમે હમણાં જ મહિલાને અંદર લઈ આવ્યા છીએ.” અમારા સ્ટાફે તેની સાથે વાત કરી અને મહિલા કયા સંજોગોમાં પહોંચી તેની તપાસ કરવામાં આવી રહી છે.

Leave a Reply

Your email address will not be published.