પ્રેમ સંબંધમાં પતિની જ હત્યા? પહેલા અપહરણ કરવામાં આવ્યું બાદમાં અંબાજી નજીકથી મૃતદેહ મળી આવતા ઘટના ચકચાર બની

મહેસાણાના વડનગરના સિપોર ગામના એક યુવકનું પાંચ દિવસ પહેલા અપહરણ કરવામાં આવ્યું હતું અને આજે તેની લાશ અંબાજી નજીકથી મળી આવી હતી. યુવકની પત્નીના પ્રેમીએ આ હત્યા કરી હોવાની આશંકા છે. પોલીસ મૃતકની પત્નીની પૂછપરછ કરી રહી છે. વડનગર તાલુકાના સિપોર ગામના યુવાન અશોકજી ઠાકોરનું પાંચ દિવસ પહેલા ખટાસણા ગામથી એક કિમી દૂર હાઈવે નજીકથી ત્રણ અજાણ્યા શખ્સોએ એક વાહનમાં બરફ ગોલા બનાવવાનું કહીને તેનું અપહરણ કર્યું હતું.

જેની લાશ આજે અંબાજી નજીક એક કૂવા પાસે મળી આવતા ચોંકી ઉઠી હતી. યુવકની હત્યાં પત્નીના પ્રેમીએ હત્યા કરી હોવાની શક્યતા વ્યક્ત કરી છે. હાલ પોલીસ પત્નીની પૂછપરછ કરી રહી છે. પ્રેમ પ્રકરણમાં હત્યાની આશંકાએ વડનગર પોલીસ સ્ટેશનમાં અપહરણનો ગુનો નોંધાતા પોલીસે તપાસ શરૂ કરી હતી. પોલીસે જ્યારે તેની પત્નીની પૂછપરછ કરી તો તેણે પોલીસને યોગ્ય જવાબ આપ્યો ન હતો.

પોલીસને શંકા છે કે તેની પત્ની પણ હત્યા કેસમાં સામેલ છે. સ્વ.અશોકજી ઠાકોરનો મૃતદેહ આજે અંબાજીમાં કુવામાંથી મળી આવ્યો હતો. વડનગર પીઆઈના જણાવ્યા મુજબ હત્યા હાલ પ્રેમ પ્રકરણમાં થઈ છે અને આરોપીને પકડવા તપાસ ચાલુ છે. હાલ શંકાના આધારે પત્નીની પૂછપરછ કરવામાં આવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *