સમાચાર

પતિને પત્નીના ચારિત્ર્ય પર શંકા જતાં બધા જ લોકોની સામે કર્યું એવું કામ કે જાણીને તમે પણ ચોકી જશો

આજકાલ અજીબોગરીબ કિસ્સા બનવા લાગ્યા છે. લોકો કોઈ પણ વાત હોય સીધી આત્મહત્યા જ કરી લેતા હોય છે. જિલ્લાના વાલોડ તાલુકા પંચાયતની કચેરીમાં આજે એક ખુબ જ ચકચારી મચાવી દે તેવો બનાવ બનતા પોલીસ દોડતી થઈ ગઈ હતી. જેમાં એક શિક્ષક પતિએ પોતાની પત્નીના ચારિત્ર્ય પર શંકા રાખી અને પોતાના શરીર પર કોઈ જ્વલંનશીલ પ્રદાર્થ નાખી આગ ચાંપી પત્નીને પણ આગચાંપી હત્યા કરીને પોતે આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામેલ છે.

આ સમગ્ર મામલે પોલીસે ગુનો દાખલ કરી અને કાર્યવાહી હાથ ધરી લીધી છે. આ ઘટના વિષે મળતી વિગતો મુજબ, તાપી જિલ્લાની વાલોડ તાલુકા પંચાયતની કચેરી કે જ્યાં એક પતિએ તેની પત્નીની હત્યા કરીને પોતે આત્મહત્યા કરી લેતા ખુબ જ ચકચાર મચી જવા પામી છે. સમગ્ર ઘટનામાં નરેગા વિભાગમાં ઓપરેટર તરીકે ફરજ બજાવતી પત્ની મયુરી ગામીતની ચારિત્ર્ય પર શંકા રાખી.

ઉચ્છલ ખાતે શિક્ષક તરીકે ફરજ બજાવતા અનિલ પટેલે પોતાના શરીરે જ્વલનશીલ પ્રદાર્થ છાંટી અને આગ ચાંપી પત્નીને પણ આગ ચાંપી પોતે હત્યા કરીને આત્મહત્યા કરી લેતા તાલુકા પંચાયતમાં ખુબ જ અફરાતફડી મચી ગઈ હતી. આ બનાવની ગંભીરતાને સમજીને ત્યાંના જિલ્લા પોલીસ વડા ઘટના સ્થળે પહોંચી જઈ બધું નિરીક્ષણ કર્યું હતું. ઘટનાને લઈને તાલુકા વિકાસ અધિકારીની પોલીસે ફરિયાદ લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી લીધી છે.

Leave a Reply

Your email address will not be published.