પત્નીના ચારિત્ર ઉપર શંકા કરતાં પતિએ પત્નીને સત્તર ઘા મારીને મોતને ઘાટ ઉતારી દીધી, મકાન માલિકે રૂમનો દરવાજો ખોલતા જ ટાંટિયા ધ્રુજી ગયા, પતિએ ખોટો શક કરીને મહિલાનો જીવ લીધો…

ભોપાલમાં એક હજુ તો જ કિસ્સો સામે આવ્યો છે જ્યાં આરોપી પતિએ પોતાની પત્ની ઉપર ખોટી શંકા કરતા ચપ્પુના સત્તર ઘા મારીને મોતને ઘાટ ઉતારી દીધી હતી જ્યારે મકાન માલિકે રૂમનો દરવાજો ખોલ્યો ત્યારે આખી વાતનો ખુલાસો થયો અને પોલીસ પહોંચતા પોલીસ પણ જોઈને ચોંકી ઉઠી હતી આ સમગ્ર ઘટના નિશાંત પુરા વિસ્તારની છે જ્યાં રામનગર કોલોનીમાં કાજલ શીલાવટ ના લગ્ન 2021 માં રાયસન ના રહેતા રાજકુમાર શીલાવત સાથે થયા હતા.

લગ્નને હજી એક વર્ષ જેવું થયું હતું ત્યાં જ પતિએ પોતાની પત્નીની હત્યા કરી નાખવાનો બનાવ બન્યો છે રાજકુમાર પોતાની પત્ની કાજલ સાથે ભોપાલમાં ગોયા કોલોનીમાં લાલજી યાદવ ના ઘરે ભાડાના મકાનમાં રહેતા હતા જ્યાં રાજકુમાર ફળની લારી ચલાવતો હતો મંગળવારને રાત્રે રાજકુમારે પોતાની પત્નીની હત્યા કરી અને ત્યાંથી ભાગી ગયો હતો.

નિશાંતપુરા વિસ્તારના પોલીસ અધિકારી રૂપેશ રૂબેલા જણાવ્યા અનુસાર મંગળવારની મધ્યરાત્રીએ મકાન માલિક લાલજી યાદવ એ એ સૌથી પહેલા આ સવ જોયો હતો અને ત્યારબાદ પોલીસ અધિકારીને આ સમગ્ર ઘટનાની જાણ કરી હતી તપાસ દરમિયાન જાણવા મળ્યું કે પતિએ પોતાની પત્નીને વજન કરાવવાના કાંટાથી માથાના ભાગમાં માર્યો હતો અને બાદમાં કાજલના માથા ઉપર સત્તર ઘા ચપ્પુના માર્યા અને મોતને ઘાટ ઉતારી લીધી.

જાણવા મળતી માહિતી મુજબ રાજકુમાર અને કાજલ વચ્ચે અવારનવાર ઝઘડાઓ થતા જ રહેતા હતા. મકાનમાલિક લાલજી યાદવના જણાવ્યા અનુસાર પોતે મકાન ભાડે આપવા માટે ચાર રૂમમાં બનાવી હતી જેમાં બધા ભાડુઆત રહેતા હતા તેમાં એક રૂમમાં રાજકુમાર અને તેની પત્ની કાજલ પણ રહેતા હતા અને અવારનવાર ઝઘડાઓના અવાજ પણ આવતો હતો મંગળવારના દિવસે તમામ ભાડું આતો પોતાના કામ ધંધા માટે નીકળી ગયા હતા.

પરંતુ કાજલ સવારથી જ બહાર નહોતી આવી જેના કારણે પાડોશી એ મકાન માલિકની આની જાણ કરી અને બાદમાં મકાન માલિક લાલજી યાદ આવે કાજલ ના રૂમનો દરવાજો ખોલ્યો અને ખોલતાની સાથે જ મકાન માલિક લાલજી યાદવના પણ પગ ધ્રુજવા લાગ્યા કાજલનો મૃતદેહ લોહી લુહાણ હાલતમાં પડ્યો હતો અને બાજુમાં જ ચપ્પુ પણ પડ્યું હતું.

સમગ્ર ઘટનાની જાણ પોલીસ અધિકારીને લાલજી યાદવ એ કરી હતી પોલીસના જણાવ્યા અનુસાર લોહી ઘરની બહાર ન જાય તેના માટે રાજકુમાર દરવાજાની અંદર કપડું મારી દીધું હતું જેથી કરીને બહારના વ્યક્તિને કોઈ પણ જાતની ખબર ન પડે લાલજી યાદવ ના દીકરા કમલેશ યાદવના જણાવ્યા અનુસાર એક મહિના પહેલા બંને વચ્ચે ઝઘડો થયો હતો અને આ પછી કાજલ પોતાના મામાના ઘરે વઈ ગઈ હતી થોડા દિવસ પહેલા જ કાજલ પોતાના પતિના ઘરે પાછી આવી છે.

જ્યાં રાજકુમાર એ પોતાની પત્ની કાજલ પર શંકા કરતા તેને મોતને ઘાટ ઉતારી હતી જ્યારે મૃત્યુ થયું તેના બે દિવસ અગાઉ જ કાજલ ની માતા પણ ઘરે આવી હતી અને રાજકુમારને શંકા વધવા લાગી અને તેના કારણે તેણે કાજલને મોતને ઘાટ ઉતારી દીધી અત્યારે આરોપી યુવક ફરાર થઈ ગયો છે પોલીસ અધિકારી આ કેસમાં વધારે છાનબીન કરી રહી છે. જાણવા મળતી માહિતી મુજબ કાજલને પોતે છ ભાઈ બહેનો છે જેમાં બે ભાઈઓ અને ચાર બહેનો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *