પત્નીની ઈચ્છા પ્રમાણે વાજતે ગાજતે અંતિમ યાત્રા કાઢી, પતિએ બેસણામાં બ્લડ ડોનેશન કેમ્પ રાખીને એક અનોખી શ્રદ્ધાંજલિ આપી…

જુનાગઢમાં સોલંકી પરિવારે પોતાનાં પુત્રવધુનું અવસાન થયા બાદ આખો પરિવાર અંદરથી તૂટી ગયો હોવા છતાં પણ શ્રીનાથ ભાઈ સોલંકી હિંમત રાખીને પોતાની પત્નીની ઈચ્છા પ્રમાણે વાજતે ગાજતે અંતિમ યાત્રા કાઢી હતી અને એટલું જ નહીં તેમના બેસણામાં રક્તદાન કેમ્પની આયોજન કરીને સમગ્ર પરિવારે મોનિકા સોલંકી અને એક અનોખી શ્રદ્ધાંજલિ આપી હતી એટલું જ નહીં સોલંકી પરિવાર સમાજસેવાનો કાર્યમાં પણ કોઈ ચૂક રાખી ન હતી ત્યારે તેમણે મોનિકાબેન ચક્ષુદાન કરીને અન્ય વ્યક્તિના જીવનમાં ઉજાસ પાથરતા ગયા હતા.

આ રક્તદાન કેમ્પમાં 37 બોટલ રક્ત 31 થયું હતું અને આ સમગ્ર રક્તદાન મેડિકલ સારવારમાં જેને પણ જરૂરિયાત હોય તેના માટે આપવામાં આવશે અહેવાલ મુજબ વધુ માહિતી મળતા શ્રીનાથ ભાઈ જણાવ્યું હતું કે પત્ની શ્રીમંત પ્રસંગ કરીને ડિલિવરી માટે પિયર ગયા હતા. જેમાં તને 21 જુલાઈના રોજ અચાનક જ માથામાં દુખાવો ચાલુ થઈ ગયો હતો અને તાત્કાલિક ધોરણે તેને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા અને રસ્તામાં જ તાણ અને આજકી આવવાની ચાલુ થઈ ગઈ હતી અને તબિયત વધુ બગડી ગઈ હતી.

સમયસર પૂરતી સારવાર આપવા છતાં પણ તે કારગત નીવડી નહીં ડોક્ટરે જણાવ્યું હતું કે માતા ના પેટમાં રહેલી બાળક હજી જીવતું છે. આથી પરિવારજનોની ઈચ્છા પ્રમાણે સિઝેરીયન કરીને સુરક્ષિત રીતે બાળકની ડિલિવરી કરવામાં આવી હતી પરંતુ સોલંકી પરિવારની આ થોડીક શાળાની ખુશી પણ છીનવાઈ ગઈ. હજી તો બાળકી આંખ ખોલીને દુનિયા જોઈ પણ ન હતી ત્યાં જ બાકીના શ્વાસ બંધ થઈ ગયા.

ફરી એક વખત પરિવારમાં દુઃખનો માહોલ છવાઈ ગયો હતો આ સમગ્ર ઘટના બન્યા ના પાંચ કલાક બાદ પિતાના મિત્ર આવ્યા અને ચક્ષુદાન વિશે વાત કરી તો પળવારનો વિલંબ કર્યા વગર સૂક્ષદાન માટે હા પાડી દીધી હતી અને આ નિર્ણય સમગ્ર પરિવારે વધાવ્યો હતો અને બાદમાં પ્રતિ શ્રીનાથ ભાઈએ બેસણામાં બ્લડ ડોનેશન કેમ્પ રાખીને એક અનોખી જેમ શ્રદ્ધાંજલિ આપી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *