સમાચાર

મહિલા આઈએએસ તૈયારી કરવા માટે પિયર ગઈ તો આ બાજુ પતિ બીજી યુવતી સાથે લીવ ઈનમાં રહીને…

શહેરમાં પતિ-પત્ની ઔર વોના કિસ્સાઓમાં ખુબ જ વધારો જોવા મળી રહ્યો છે. પતિ-પત્ની વચ્ચેના વિવાદો પણ વધી રહ્યાં હોવાથી કઈક વિચિત્ર જ કિસ્સાઓ જોવા મળી રહ્યાં છે. જયારે શહેરમાં એક એવો કિસ્સો સામે આવ્યો છે. જેમાં પત્ની આઈએએસની પરીક્ષાની તૈયારીઓ કરવા માટે તેના પિયર ગઈ હતી અને તેનો પતિ પોતાના સ્પામાં કામ કરતી એક અન્ય સ્ત્રી સાથે લીવ ઈનમાં રહેવા લાગ્યો અને રંગરેલિયા મનાવવા લાગ્યો હતો. તે સ્પાનું કામ કરતો હોવાથી ઘણી યુવતીઓના સંપર્કમાં રહેતો હતો.

લીવ ઈનમાં રહ્યા પછી તે તેની પત્ની, તેના માતા-પિતા અને તેના બાળકોને પણ ઓળખવા માટે તૈયાર ન હતો. ત્યારબાદ સ્ત્રી સુરક્ષા ટીમ એટલે કે અભયમ મહિલા હેલ્પલાઈનની ટીમે પત્નીને કાયદાકીય માહિતી આપીને મહિલા આયોગમાં ફરિયાદ નોંધાવડાવી હતી. અમદાવાદ શહેરમાં પરિવાર સાથે રહેતી પત્ની આઈએએસ માટેની પરીક્ષાની તૈયારી કરવા માટે તેના પિયર ગઈ હતી. આ દરમિયાન તેનો પતિ એક અન્ય સ્ત્રી સાથે લીવ ઈનમાં રહેવા લાગ્યો હતો.

આ વાત અંગેની તેની પત્નીને જાણ થઈ ત્યારે તે તેના પતિને સમજાવવા ગઈ તો પતિ તેની પત્ની તેના બાળકો અને તેના માતા પિતા સાથે રહેવા તૈયાર ન હતો. તેના પતિથી કંટાળેલી પત્નીએ મહિલા હેલ્પલાઈનની મદદ માંગી હતી કે મારી સાથે આવું બન્યું છે. તેણે અભયમની ટીમને ફોન કરીને કહ્યું હતું કે, મારા પતિ છેલ્લા છ મહિનાથી એક અન્ય સ્ત્રી સાથે લીવ ઈન રિલેશનશીપમાં રહે છે. અને હવે મારી અને મારા બાળકો સાથે રહેવાની ના પાડે છે.

મહિલાના ફોન કર્યા બાદ અભયમની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. ટીમે જયારે મહિલાની પૂછપરછ કરી ત્યારે જાણવા મળ્યું હતું કે, તે બંનેનો સંપર્ક ફેસબુક પર થયા બાદ મહિલાના લગ્ન યુવક સાથે થયા હતા. મહિલા ભણેલી ગણેલી હતી, તેથી તે નોકરી કરતી હતી અને તેના પતિનો ખર્ચો પણ ઉઠાવતી હતી. લગ્ન જીવન દરમિયાન મહિલાએ બે બાળકોને જન્મ આપ્યો હતો. તેને આઈએએસ ઓફિસર બનાવની ઈચ્છા થઇ. તે નોકરી છોડીને આઈએએસની તૈયારી કરવા લાગી ગઈ.

જેથી પતિએ મહિલાને તેના પિયરમાં એટલે કે માતા પિતાના ઘરે આઈએએસની તૈયારી કરવા માટે મોકલી આપી હતી. જો કે એક મહિના પછી જયારે યુવતી તેના પતિના ઘરે પરત ગઈ ત્યારે એવું જાણવા મળ્યું કે, તેનો પતિ કોઈ અન્ય સ્ત્રી સાથે લીવ ઈન રિલેશનશીપમાં રહેવા લાગ્યો છે. એક બીજી વાત પણ જાણવા મળી કે અગાઉ પતિને ત્રણ લગ્ન થઈ ચૂક્યાં છે આ વાતથી તેણી પત્ની અજાણ જ હતી. એટલું જ નહીં યુવતી પાસે તેના કોરા ચેકમાં સહી કરાવી અને તેના નામે એક લાખ રૂપિયાની લોન લીધી હતી.

અભયમની ટીમે પતિને પુછપરછ અંગે ફોન કર્યો ત્યારે તે ટીમનો ફેન ઉપાડતો નહોતો. બીજી બાજુ એવું જાણવા મળ્યું કે તે સાસુના પણ રૂપિયા એક કરોડ લઈને અમદાવાદમાં એક સ્પા ખોલ્યુ હતું અને તેમાં કામ કરતી મહિલા સાથે પતિ લીવ ઈન રિલેશનશીપનો કરાર કરીને રહેવા લાગ્યો હતો. આ કારણે પતિ તેની સાચી પત્ની સાથે રહેવા તૈયાર નહોતો. સ્પામાં કામ કરતી સ્ત્ર્રી સાથે લીવ ઈન કરાર પર રહેતા પતિને મળીને તેની પૂછપરછ કરતા તે તેની પત્ની, માતા-પિતા અને તેના બાળકો કોઈને ઓળખવા તૈયાર જ ન હતો અને એક જ વાત કહેતો હતો કે તેને કોઈ સાથે સંબંધ નથી રાખવો. જેથી અભયમની ટીમે પરિણીતાને કાયદાકીય સમજણ આપી અને મહિલા આયોગમાં ફરિયાદ નોંધાવવા જણાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *