પત્નીએ પ્રાઇવેટ દવાખાનામાં સારવાર કરવી તો પતિ થઇ ગયો ગુસ્સે અને કહ્યું જો હવે તું તારી માતાને કહીશ તો…

ક્યારેક પોલીસના ચોપડે રમૂજી કિસ્સાઓ નોંધાતા હોય છે. અમદાવાદ શહેરમાં આવા બે બનાવો સામે આવ્યા છે. જેમાં સોલા વિસ્તારમાં રહેતી એક મહિલાને મુંબઈ તેના પિયરમાં જવું હતું. પતિએ ના પાડતા બંને વચ્ચે ઝઘડો થયો હતો અને મામલો પોલીસ સ્ટેશન પહોંચી ગયો. જ્યારે બીજો બનાવ સરદારનગર વિસ્તારમાં જોવા મળ્યો છે. જેમાં પત્ની બીમાર હતી તો તેણે ખાનગી હોસ્પિટલમાં સારવાર લીધી તો તેનો પતિ ઉશ્કેરાયો અને લાકડાના બેટથી માર માર્યો છે.

સરદારનગર વિસ્તારમાં રહેતી એક મહિલાએ સરદારનગર પોલીસ સ્ટેશનમાં તેના પતિ વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવી છે. ગઈકાલે બપોરના સમયે મહિલાને તાવ અને ચક્કર જેવું લાગતુ હતું તેથી તે જી વોર્ડમાં એક ખાનગી દવાખાને દવા લેવા માટે ગઈ હતી. જ્યાં તેને છ બાટલા ચડાવ્યા હતા. બાદમાં મહિલા પોતાના ઘરે આવી ગઈ હતી. જ્યાં તેના પતિએ તેને એવું કહ્યું હતું કે, તું કેમ ખાનગી દવાખાનામાં સારવાર કરાવવા માટે જાય છે. ત્યાં ખર્ચ કેટલો વધુ થાય છે.

તેમ કહી અને બોલાચાલી થતા ઝઘડો થયો હતો. બાદમાં ગઈકાલે રાત્રે મહિલાએ તેના પતિને દવાખાને દવા લેવા માટે સાથે આવવાનું કહ્યું તો તે ઉશ્કેરાઈ ગયો હતો. તુ સિવિલ હોસ્પિટલમાં સારવાર કેમ કરાવતી નથી, પ્રાઇવેટ દવાખાને જ કેમ જાય છે. તેમ કહી અને બીભત્સ ગાળો બોલી ઘરની બહાર ચાલ્યો ગયો હતો. બાદમાં રાત્રે એક વાગ્યાની આસપાસ ઘરે આવીને તું કેમ મારું કીધું માનતી નથી કહી અને બોલાચાલી થતા ઝઘડો થઇ ગયો હતો. જેથી મહિલાએ તેના પતિને ઝઘડો કરવાની ના પાડતા જ તે એકદમ ઉશ્કેરાઈ ગયો હતો અને લાકડાના બેટથી તેને માર પણ માર્યો હતો.

જે બાદ પતિએ પત્નીને ધમકી પણ આપી હતી કે, જો તું તારી માતા ને કહીશ તો તને હું જાનથી મારી નાંખીશ તેવી ધમકી આપી હતી. જે અંગેની જાણ મહિલાએ પોલીસને કરતા જ પોલીસે ફરિયાદ નોંધી અને વધુ તપાસ હાથ ધરી છે. શહેરમાં ગઇકાલે જ મહિલાને બીભત્સ ગાળો આપવાનો એક કિસ્સો સામે આવ્યો હતો. કૃષ્ણ નગર વિસ્તારમાં એક પાડોશી યુવકે એક મહિલા સામે બીભત્સ ઈશારા કરીને ખેંચીને લઈ જવાનો પ્રયાસ કર્યો હતો.

જોકે મહિલા આ બાબતે યુવકને કહેવા જતા જ તે એકદમ ઉશ્કેરાઇ ગયો હતો અને મહિલાને બીભત્સ ગાળો આપવા લાગ્યો હતો. કૃષ્ણનગર વિસ્તારમાં રહેતી એક મહિલાએ કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ નોંધાવી છે. મહિલાનો આરોપ એવો છે કે, આજે સાંજે તે ઘરે ઘરકામ કરી રહી હતી. તે દરમિયાન પડોશમાં રહેતો એક યુવક તેની સામે જોઈને પેન્ટની ચેન ખોલી અને બીભત્સ ઈશારા કરવા લાગ્યા હતો.

Leave a Reply

Your email address will not be published.