પત્નીને મારવા પતિએ રચ્યું એવું કાવતરું કે જાણીને તમારા પણ હોંશ ઉડી જશે

દરરોજ કંઈ કેટલીયે ઘટનાઓ અને બનાવો બનતા રહે છે જેને જાણ્યા પછી આપણે સ્તબ્ધ થઈ જતા હોઈએ છીએ. આવો જ એક બનાવ હમણાં હરિયાણાથી સામે આવ્યો છે જેને જાણ્યા પછી તમારા પણ હોશ ઉડી જશે. જાણો શું છે સમગ્ર મામલો થોડા સમય પહેલા કેનાલમાં ગાડી પડી જવાથી, પાણીમાં ડૂબી જવાથી માતા-પુત્રનું મૃત્યુ થયું હતું. આ ઘટનાની પ્રાથમિક તપાસ પોલીસે હાથ ધરી હતી જોકે પ્રાથમિક તપાસમાં જ તેમને કંઈક ષડયંત્રની ગંધ આવી ગઈ હતી.

મળતી માહિતી અનુસાર સુમન અને તેના પુત્રનું કેનાલના પાણીમાં ડૂબી જવાથી મૃત્યુ થયું હતું આ બાબતની પોલીસ ફરિયાદ સુમનના પિતા ધર્મપાલે કરી હતી. જેમાં સુમનના પતિ મનોજ સોની વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધાયો હતો. ત્યારબાદ પોલીસે આરોપી મનોજ સોનીની ધરપકડ કરી અને પૂછપરછ હાથ ધરી હતી.

ત્યાર બાદ પોલીસને તેણે સમગ્ર મામલા વિશે જણાવ્યું હતું. આરોપીના જણાવ્યું મુજબ તેને પોતાની પત્નીને રસ્તા પરથી હટાવવા માટે આ કાવતરું રચ્યું હતું. તેનું કહેવું હતું કે તેની પત્ની સુમન નાની નાની વાતોમાં તેની સાથે ઝગડો કરતી હતી અને તેને પરેશાન કરતી હતી. બંનેના લગ્ન 2011 માં થયા હતા.

જો કે પોલીસને તો પ્રાથમિક તપાસમાં જ લાગ્યું હતું કે આ માત્ર અકસ્માત નથી. કંઇક તો ષડયંત્ર છે. કારણ કે જે ગાડી કેનાલમાં પડી હતી તેની સ્થિતિ, ઉપરાંત ગાડી ડીવાઈડર સાથે અથડાવી જોઈતી હતી તેમ થયું ન હતું. ગાડીનો આગળનો ભાગ કેનાલમાં અથડાયો નહોતો. ઉપરાંત ગાડીમાં એસી પણ ચાલુ હતી. એસી ચાલુ હોવા છતાં બારીઓના કાંચ ખુલ્લા હતા. આ બધી બાબતો કોઈ ષડયંત્ર તરફ ઈશારો કરી રહી હતી.

આ કેસ વિશેની માહિતી આપતા ડી એસ પી અજૈબ સિંહે કહ્યું હતું કે આરોપી મનોજ સોની તેની પત્ની સાથેના ઝગડાથી કંટાળી ગયો હતો ત્યાર બાદ તેણે આ પગલું ભર્યું હતું. બંને પતિ પત્ની બાળકો સાથે તેમના મામાના ઘરેથી પાછા ફરી રહ્યા હતા ત્યારે જ મનોજે ગાડીને કેનાલમાં ફેંકી દીધી હતી. જો કે તેણે પોતાના બાળકને બચાવવાનો પ્રયત્ન કર્યો હતો પણ બાળકને બચાવી શક્યો નહીં. પછી તેણે બેહોશ થવાનો નાટક કર્યો હતો. જોકે આરોપીએ પોતાનો ગુનો કબૂલ કર્યો છે.

Leave a Reply

Your email address will not be published.