પત્ની પર શંકા જતા ગ્વાલિયરના કોંગ્રેસના નેતાએ માથામાં ગોળી મારીને કરી હત્યા, બાળકો સામે જ…

મધ્યપ્રદેશના ગ્વાલિયરના કોંગ્રેસના એક નેતા ઋષભ ભદોરીયાએ પોતાની જ પત્નીની હત્યા કરી નાખી હતી અને તેને પોતાની પત્ની ઉપર શંકા હતી તેથી તેની હત્યા કરી હતી. જ્યારે આ ઘટના બની તે વખતે તે બંનેના બાળકો પણ બેડરૂમમાં જ આરામ કરતા હતા અને આ ઘટના પહેલા જ પતિ પત્ની વચ્ચે ઘણો મોટો ઝઘડો થયો હતો તે દરમિયાન તેના પતિને ખૂબ જ ગુસ્સો આવી આવી ગયો હતો અને ત્યારબાદ તેની પત્ની પતિને ગુસ્સાથી બચવા માટે બહાર ભાગી ગઈ હતી પરંતુ આરોપીને ખૂબ જ ગુસ્સો હોવાથી તેને પોતાની પત્નીને માથામાં ગોળી મારીને હત્યા કરી નાંખી હતી.

જાણવા મળ્યું છે કે આરોપી કોંગ્રેસનો પૂર્વ પ્રવક્તા હતો અને લોકોનું કહેવું છે કે તેઓ છેલ્લા એક મહિનાથી પોતાના પત્ની સાથે ખૂબ જ ઝઘડો કરતા હતા અને તેમને શંકા હતી કે તેમના પત્ની તેમનાથી કંઇક છુપાવી રહ્યા છે આમ આ સમગ્ર ઘટના પછી આરોપી પોતાનું હથિયાર લઈને ક્યાંક ફરાર થઈ ગયો.

સમગ્ર ઘટનાની વિસ્તારથી વાત કરીએ તો આ ઘટના રામનગરના ખાતે પૂર્વ વિસ્તારમાં થઈ હતી અહીં રહેતા મુજબ ઋષભ ભદોરીયા ત્યાંના કોંગ્રેસના નેતા છે અને પાર્ટી પ્રદેશના પ્રવક્તા પણ તેઓ રહી ચૂક્યા હતા અને તેની સાથે જ તેઓ એક મોટા ગુનેગાર પણ છે. રવિવાર તથા સોમવારની રાત્રે ત્રણ વાગ્યે તેમને પોતાની પત્ની સાથે ઝઘડો શરૂ કર્યો હતો અને તેમને એ બાબતને શંકા હતી કે તેમના પત્ની તેમનાથી કંઇ છુપાવી રહ્યા છે અને તે જ આધાર ઉપર તેમની સાથે ઝઘડો શરૂ કરી દીધો હતો.

જ્યારે આ સમગ્ર વિવાદ બન્યો ત્યારે આ કોંગ્રેસના નેતાએ મોટે મોટેથી બૂમો શરૂ કરી દીધી હતી અને તેના લીધે જ રૂમમાં સુતા બાળકોની પણ ઊંઘ ઊડી ગઈ હતી આમ તે ઝઘડો ચાલતો હતો તેની વચ્ચે જ તેમને પોતાની પત્ની ઉપર હથિયાર ઉગામ્યું હતું અને તેમના પત્ની બચવા માટે રૂમની બહાર જતા રહ્યા હતા ત્યારબાદ કોંગ્રેસના નેતાએ પોતાની પત્નીના માથા ની નિશાન બનાવી લે ગોળી મારી દીધી હતી આમ તે ગોળી માથામાં વાગી જવાથી તેમના પત્નીને ત્યાં જ મરી ગયા હતા અને આરોપી તે હથિયાર લઈને ક્યાંક ભાગી ગયો હતો.

જ્યારે પોલીસને આ સમગ્ર ઘટનાની માહિતી તેમના પિતા કૃષ્ણકાંતે જ આપી હતી અને તેમને પ્રાથમિક તપાસમાં એવું જ લાગી રહ્યું હતું કે આ કોંગ્રેસી નેતા અને પોતાની પત્ની ઉપર શંકા હતી તેથી જ તેની હત્યા કરવામાં આવી છે આમ તો સાચું કારણ કે જ્યારે આરોપીની ધરપકડ થશે ત્યારે જ બહાર આવશે.

પોલીસ જ્યારે ઘટના સ્થળે પહોંચી હતી ત્યારે તેમને કોઈ જ પ્રકારનો ત્યાં અત્યારે મળ્યું ન હતું તેથી પોલીસ પણ નક્કી કરી શકી ન હતી કે પત્નીની હત્યા કયા હથિયારથી કરવામાં આવી હશે પરંતુ જ્યારે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા ત્યારે ફોરેન્સિક એક્સપર્ટ જણાવ્યું હતું કે આ હત્યા માથામાં ગોળી વાગવાથી જ થઈ છે, અને તેના નિશાની પણ છે તેથી સ્પષ્ટ વાત થાય છે કે પિસ્તોલ થી ગોળી મારીને જ પત્નીની હત્યા કરવામાં આવી છે.

આરોપી ઘણા બધા ગુણો ધરાવે છે અને તેમનો પણ એક ઇતિહાસ છે વર્ષ 2001 માં તેમને પોતાની બહેનની હત્યા કરી નાખી હતી, ત્યારબાદ ચેતકપુરી માં થયેલી એક લૂંટમાં પણ તેમની સંડોવણી હોવાનું બહાર આવ્યું છે. 2 જી એપ્રિલ 2018ના રોજ ગ્વાલિયરના થાટીપુર થી શરૂ થયેલ અહિંસામાં પણ તેમના વિરૂદ્ધ બે કેસ નોંધવામાં આવ્યા હતા આમ તેમના વિરુદ્ધ લૂંટ તથા ચાર હત્યાના કેસ પહેલેથી જ દાખલ થયેલા છે.

આ કોંગ્રેસી નેતાના પૂર્વ સીએમ ઉપરાંત અનેક મંત્રીઓ સાથે ફોટા પણ છે આમ પોલીસ જ્યારે ઘટના સ્થળે ગઈ ત્યારે તેમને જોયું કે આરોપીના રૂમમાં મોટા મોટા નેતાઓ સાથે તેમના ફોટા જોવા મળ્યા હતા અને પ્રદેશ સરકારના ઊર્જામંત્રી સાથે પણ તેમનો ફોટો તેમના રૂમમાં મુકેલ હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *