પત્નીનું અકસ્માતમાં મૃત્યુ થયું છે તેમ પોલીસના ચોપડે નોંધાવીને પત્નીની ધારદાર હથિયાર વડે હત્યા કરી નાખી અને બાદમાં અગ્નિસંસ્કાર પણ આપી દીધા, પાછળથી પોલીસને તપાસ બાદ જાણવા મળ્યું કે આ તો પ્રેમિકાને પામવા માટે… Gujarat Trend Team, October 15, 2022 દાંતીવાડાના નાંદોત્રા ઠાકોર વાસ માં એક મહિલાનો રહસ્યમય રીતે મોત નિપજ્યું હોવાની શંકાએ સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને મહિલાના મોતનું સાચું કારણ જાણવા પોલીસ અધિકારી અલગ અલગ દિશામાં પોતાના પાસાઓ ફેરવવાના ચાલુ કરી દીધા હતા જ્યાં જાણવા મળ્યું કે મહિલાના પતિએ જ પોતાની પત્નીની હત્યા કરી છે. મિત્ર તમને જણાવી દઈએ તો પતિએ અકસ્માતમાં પત્નીની હત્યા થઈ છે તેવું પોલીસ અધિકારીને જણાવ્યું હતું જે બાદ મહિલાની હત્યા થઈ છે તેવી ફરિયાદ નોંધાતા પોલીસ અધિકારી તપાસ હાથ ધરી હતી. જેના કારણે સમગ્ર ઘટના અત્યારે પંથકમાં ચકચાર થઈ છે પોતાની પ્રેમિકાને પામવા માટે પતિએ પત્નીની હત્યા કરી નાખી હતી નાંદોત્રા ઠાકોરવાસમાં રહેતા ગોપાલસિંહ ના લગ્ન દસ મહિના પહેલા જ વડગામ તાલુકાના પૃથ્વીરાજસિંહ ડાભી ની દીકરી કિસુબા સાથે થયા હતા આ લગ્ન બાદ ગોપાલસિંહ વાઘેલા પોતાની પ્રેમિકાને પામવા માટે પત્ની આડે આવી રહી હતી. ત્યારે પોતાની પત્નીને માથાના ભાગે કોઈ હથિયાર વડે ફટકો મારીને તેની હત્યા કરીને પતાવી દેવાનું પોલીસ રિપોર્ટમાં બહાર આવ્યું છે ગોપાલસિંહ વાઘેલાએ 4 ઓક્ટોબર ના રોજ પત્ની સાથે થયેલી આ માથાકૂટમાં કીસુબાના કપાળના ભાગે હથિયાર વડે મોટો ફટકો મારીને તેની હત્યા કરી હતી અને બાદમાં પતિએ જ મૃતદેહ અંતિમ સંસ્કાર આપી દીધો હતો. જ્યાં કીસુબાના પરિવારને દીકરીની હત્યા થઈ છે તેવી શંકા ના આધારે દાંતીવાડા પોલીસ મથકે આની અરજી કરી હતી અને હકીકત બહાર લાવવા માટે નિવેદન પણ પાઠ આવ્યું હતું જ્યાં આ સમગ્ર કેસમાં ડીસા વિભાગના અધિકારીઓ સાથે દાંતીવાડા પીએસઆઇ એચડી ચૌધરીએ સમગ્ર કેસની ચણવટ પૂર્વક તપાસ કરી અને જ્યાં આરોપી પતિએ આ સમગ્ર હત્યા ની કબુલાત પણ કરી. આરોપી પતિએ જણાવ્યું કે પ્રેમિકાને પામવા માટે પત્ની રસ્તા વચ્ચે કાંટો ભાઈ યુવાની રહી હતી અને ચાર ઓક્ટોબરના રોજ પત્ની સાથે થોડીક માથાકૂટ પણ થઈ હતી ત્યારે કપાળના ભાગે હથિયાર વડે ફટકો મારીને તેને પતાવી દીધી અને બાદમાં પત્નીની હત્યા કર્યા બાદ અકસ્માતમાં તેનું મૃત્યુ થયું છે તેવું જણાવીને મૃતદેહના અગ્નિસંસ્કાર પણ કરી નાખ્યા હતા. યુનિવર્સિટીમાં ગરબા જોઈ આવતા પત્નીનો અકસ્માતમાં મોત નીપજ્યું છે તેવું પોલીસ આગળ કારણ દર્શાવ્યું અને સમગ્ર હત્યાને અંજામ આપ્યો હતો. સમાચાર