વિશ્વ બજારમાં કાચા તેલની કિંમતમાં થયો મોટો ઘટાડો, છેલ્લા ત્રણ દિવસથી 11 ડોલર નો ઘટાડો જોવા મળ્યો શું પેટ્રોલ ડીઝલના ભાવમાં ફેરફાર જોવા મળશે -જાણો

વિશ્વ બજારમાં છેલ્લા ત્રણ દિવસથી લગભગ કાચા ઓઇલ ની કિંમતમાં ઘટાડો થઈ રહ્યો છે ક્રૂડ ઓઇલ ની કિંમત અત્યારે લગભગ 11 ડોલર ઘટી ગઈ છે જેની અસર સ્થાનિક બજારમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં પડી શકે તેવી શક્યતા છે સરકારી તેલ કંપનીઓ દ્વારા શુક્રવારની સવારના રોજ પેટ્રોલ અને ડીઝલના ભાવ જાહેર કરવામાં આવ્યા છે.

વહેલી સવારે દિલ્હીમાં પેટ્રોલ ની કિંમત 96.72 રૂપિયા પ્રતિ લીટર જોવા મળી હતી બીજી બાજુ છેલ્લા 24 કલાક દરમિયાન બ્રેન્ડ ક્રુડ લગભગ ચાર ડોલર ઘટીને 3.39 પ્રતિ બેરલ પર આવી ગયું હતું. જ્યારે ડબલ્યુ ટી આઈ 1.5 ડોલર ઘટીને 87.63 ડોલર પ્રતિ બેરલ થઈ ગયું હતું.

મિત્રો તમને જણાવી દઈએ તો છેલ્લા ત્રણ દિવસથી બ્રેન્ડ ક્રુડમાં 11 ડોલરનો ઘટાડો થયો છે 31 ઓગસ્ટ ની સવારે બ્રેન્ડ ક્રુડ ઓલ ની કિંમત 104.43 હતી જ્યારે હવે તે ઘટીને 93.39 થઈ ગઈ છે. તો ચાલો જાણીએ દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં શું ફેરફાર થયા છે.

સૌપ્રથમ મુંબઈમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ 106.35 અને 94.28 પ્રતિ લીટર છે દેશની રાજધાની દિલ્હીમાં પેટ્રોલની કિંમત 96.72 રૂપિયા જ્યારે ડીઝલ 90 પોઇન્ટ 62 રૂપિયા છે ચેન્નઈમાં પેટ્રોલ ની કિંમત 102 રૂપિયા છે જ્યારે ડીઝલ એની કિંમતો 94 રૂપિયા જોવા મળી રહી છે કોલકત્તામાં પેટ્રોલ 106.03 અને ડીઝલ 92.76 જોવા મળી રહ્યું છે.

બીજી તરફ ગુજરાતના ચાર મહાનગરોમાં પેટ્રોલ અને ડીઝલ ની કિંમત આ પ્રમાણે છે અમદાવાદમાં 96.42 રૂપિયા પેટ્રોલ અને 92.17 ડીઝલની કિંમત જોવા મળી રહી છે રાજકોટમાં 96.19 રૂપિયા જ્યારે 91.95 પેટ્રોલ અને ડીઝલની કિંમત નોંધાઈ રહી છે. સુરતમાં 96.31 પેટ્રોલ અને 92.07 ડીઝલ વડોદરામાં 96.54 પેટ્રોલ અને 92 પર 28 ડીઝલ નોંધાવી રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published.