ગાંધીનગરમાં એક લિટર પેટ્રોલ 96.63 રૂપિયા પ્રતિ લિટર વેચાઈ રહ્યું છે જ્યારે ડીઝલની કિંમત 92.38 રૂપિયા પ્રતિ લિટર છે. ઓઇલ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના ભાવ જાહેર કર્યા છે. આજની 10 તારીખની વાત કરીએ તો પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ વધારો કે ઘટાડો જોવા મળ્યો નથી.છેલ્લા બે દિવસથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કે ઘટાડો જોવા મળ્યો નથી.
આંતરરાષ્ટ્રીય બજારો ની વાત કરીએ તો તેમાં કાચા તેલની કિંમતોમાં જબરજસ્ત ઉછાળો જોવા મળ્યો છે. આંતરરાષ્ટ્રીય બજારોમાં કાચા તેલની કિંમત હાલમાં ૧૨૫ ડોલર પ્રતિ બેરલ છે. ચાર મહાનગરો ની વાત કરીએ તો મુંબઈમાં પેટ્રોલ અને ડીઝલ સૌથી મોંઘું છે જ્યારે દિલ્હીમાં પેટ્રોલ અને ડિઝલ સસ્તુ છે.
દિલ્હી આપણી રાજધાની માં પેટ્રોલની કિંમત રૂ. 96.72 અને ડીઝલ રૂ. 89.62 પ્રતિ લિટર, મુંબઈમાં પેટ્રોલનો ભાવ રૂ. 111.35 અને ડીઝલ રૂ. 97.28 પ્રતિ લિટર છે, આંતરરાષ્ટ્રીય બજારોમાં ક્રૂડ ઓઈલની કિંમત વધતાં પણ આ તમામ દેશોનુ ટેન્શન વધી ગયું છે. લગભગ બે હજાર કરતા પણ વધારે વસ્તુઓના ઉત્પાદનમાં કાચા તેલ નો ઉપયોગ થાય છે. કાચા તેલના વધતા ભાવ પેટ્રોલ અને ડીઝલને તો અસર તો કરે જ છે પણ સાથે-સાથે રોજિંદા જીવનમાં વપરાતી વસ્તુઓના ભાવમાં પણ અસર થાય છે.
દેશના ચાર મહાનગરોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ દિલ્હીમાં પેટ્રોલની કિંમત રૂ. 96.72 અને ડીઝલ રૂ. 89.62 પ્રતિ લિટર, મુંબઈમાં પેટ્રોલનો ભાવ રૂ. 111.35 અને ડીઝલ રૂ. 97.28 પ્રતિ લિટર છે, ચેન્નાઈ પેટ્રોલ રૂ. 102.63 અને ડીઝલ રૂ. 94.24 પ્રતિ લિટર, કોલકાતા પેટ્રોલ રૂ. 106.03 અને ડીઝલ રૂ. 92.76 પ્રતિ લિટર છે
ગાંધીનગરમાં એક લિટર પેટ્રોલ 96.63 રૂપિયા પ્રતિ લિટર વેચાઈ રહ્યું છે જ્યારે ડીઝલની કિંમત 92.38 રૂપિયા પ્રતિ લિટર છે. રાજસ્થાનના શ્રીગંગાનગરમાં એક લિટર પેટ્રોલ 113.49 રૂપિયા પ્રતિ લિટર જ્યારે ડીઝલ 98.24 રૂપિયા પ્રતિ લિટર વેચાઈ રહ્યું છે.
ગુજરાતના ચાર મહાનગરોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ નીચે મુજબ છે. અમદાવાદ માં પેટ્રોલ 96.42, ડીઝલ 92.17 રાજકોટમાં પેટ્રોલ 96.19, ડીઝલ 91.95 સુરતમાં પેટ્રોલ 96.31, ડીઝલ 92.07 વડોદરામાં પેટ્રોલ 96.54, ડીઝલ 92.28