જાણો ગુજરાતના ક્યાં મહાનગરમાં મળી રહ્યું છે સૌથી સસ્તું પેટ્રોલ ડીઝલ… જાણો આજનો ભાવ… Gujarat Trend Team, August 13, 2022 વિશ્વ બજારમાં અત્યારે કાચા તેલની સતત વધઘટ જોવા મળી રહી છે જેમાં હાલ ક્રુડ ઓઇલની પ્રતિ બેરલ 92.95 ની આસપાસ છે જેને કારણે તેની અસર ભારત ઉપર પડી છે, દેશની સરકારી ઓઇલ કંપનીઓએ શનિવારના રોજ નવા પેટ્રોલ ડીઝલના ભાવ જાહેર કર્યા છે. દેશના મહાનગર દિલ્હી સિવાય મુંબઈ મેટ્રો સિટીમાં પેટ્રોલ ની કિંમત અત્યારે 100 ઉપર છે તેલની કિંમતમાં અત્યારે લાંબો ફેરફાર જોવા મળ્યો નથી પરંતુ દિલ્હીની રાજધાનીમાં અત્યારે પેટ્રોલ ની કિંમત 96.72 રૂપિયા જોવા મળી રહી છે જ્યારે મુંબઈમાં પેટ્રોલની કિંમત 106.31 રૂપિયા નોંધાઈ રહી છે. આંતરરાષ્ટ્રીય કાચા તેલના ભાવમાં વધઘટ થયા બાદ સરકારી કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના નવા ભાવ આજે છ વાગ્યે જાહેર કર્યા હતા. દેશના ચાર મુખ્ય મહાનગરમાં પેટ્રોલ ડીઝલ ની વાત કરીએ તો દિલ્હીમાં પેટ્રોલ ની કિંમત 96.72 છે જ્યારે ડીઝલ ની કિંમત 89.5 રૂપિયા પ્રતિ લીટર જોવા મળી રહી છે. મુંબઈમાં પેટ્રોલની કિંમત 106.35 જ્યારે ડીઝલની કિંમત 94.28 રૂપિયા પ્રતિ લીટર છે આ સાથે ચેન્નઈમાં પેટ્રોલની કિંમત 102 રૂપિયા જોવા મળી રહી છે જ્યારે ડીઝલ ની કિંમત 94 રૂપિયા નોંધાઈ રહી છે કોલકત્તામાં પેટ્રોલ ની કિંમત 106.03 રૂપિયા જ્યારે ડીઝલ 92.76 પરથી લિટર નોંધાઇ રહી છે. આ સાથે ગુજરાતના ચાર મહાનગરમાં પેટ્રોલ ડીઝલની વાત કરવામાં આવે તો સૌ પ્રથમ અમદાવાદમાં પેટ્રોલની કિંમત 96.42 જોવા મળી રહી છે જ્યારે ડીઝલ ની કિંમત 92.17 રૂપિયા નોંધાઈ રહી છે આ સાથે રાજકોટમાં પેટ્રોલની કિંમત 96.19 જ્યારે 91.95 ડીઝલની પ્રતિ લીટર કિંમત છે. સુરત શહેરમાં પેટ્રોલ અને ડીઝલ ની કિંમત 96.31 રૂપિયા જ્યારે ડીઝલ 92.07 રૂપિયા નોંધાઈ રહી છે વડોદરા શહેરમાં ડીઝલની કિંમત 92.28 રૂપિયા જ્યારે પેટ્રોલ 96.5 રૂપિયાનો રેટ નોંધાઇ રહ્યો છે. આ સાથે ગુજરાતનું પાટનગર ગાંધીનગરમાં પણ એક લીટર પેટ્રોલ ની કિંમત 96.63 જોવા મળી રહી છે જ્યારે ડીઝલની કિંમત 92.38 લિટર એ નોંધાઈ રહી છે. લેખ