આજે થયા પેટ્રોલ અને ડીઝલના નવા રેટ જાહેર, જાણો તમારા શહેરના આજનો રેટ -જાણો

ગાંધીનગરમાં એક લિટર પેટ્રોલ 96.63 રૂપિયા પ્રતિ લિટર વેચાઈ રહ્યું છે જ્યારે ડીઝલની કિંમત 92.38 રૂપિયા પ્રતિ લિટર છે. ઓઇલ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના ભાવ જાહેર કર્યા છે. આજની 14 તારીખની વાત કરીએ તો પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ વધારો કે ઘટાડો જોવા મળ્યો નથી. 22 મેં બાદ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કે ઘટાડો જોવા મળ્યો નથી. છતાં પણ ઓઇલ કંપનીઓને દિવસેને દિવસે મોટું નુકસાન થઇ રહેલું જોવા મળે છે.

ચાર મહાનગરો ની વાત કરીએ તો મુંબઈમાં પેટ્રોલ અને ડીઝલ સૌથી મોંઘું છે જ્યારે દિલ્હીમાં પેટ્રોલ અને ડિઝલ સસ્તુ છે. કેટલાક ખાનગી રિપોર્ટના અહેવાલ અનુસાર પેટ્રોલ પંપના સંચાલકો અમુક કલાક માટે પેટ્રોલ અને ડિઝલનું વેચાણ કરી રહ્યા છે. આંતરરાષ્ટ્રીય બજારોમાં ક્રુડ ઓઈલનો ભાવ દિવસેને દિવસે વધી રહ્યો છે જ્યારે પેટ્રોલ અને ડીઝલના ભાવ સ્થિર જોવા મળી રહ્યા છે જેના કારણે તેઓને નુકસાન થઈ રહ્યું છે.

આથી તેઓ આ નુકસાન ઓછું કરવા માટે મર્યાદિત સમય ગાળા માટે પેટ્રોલ પંપ ખોલે છે. રાજસ્થાનમાં પેટ્રોલ પંપના સંચાલકો નવ વાગ્યા બાદ પેટ્રોલ અને ડિઝલનું વેચાણ કરતા નથી. જાહેર ક્ષેત્રની ઓઇલ કંપનીઓની વાત કરીએ તો તેઓ ખોટમાં છે છતાં પણ તેઓ એ કામ ચાલુ રાખ્યું છે. જ્યારે ખાનગી ક્ષેત્રના retail ની વાત કરીએ તો તેઓએ મર્યાદિત સમય માટે પોતાનું કામકાજ શરૂ કર્યું છે. તેઓ પ્રતિ લિટર 3 રૂપિયા વધુ ભાવે ઇંધણ વેચી રહ્યા છે.

દેશના ચાર મહાનગરોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ દિલ્હીમાં પેટ્રોલની કિંમત રૂ. 96.72 અને ડીઝલ રૂ. 89.62 પ્રતિ લિટર, મુંબઈમાં પેટ્રોલનો ભાવ રૂ. 111.35 અને ડીઝલ રૂ. 97.28 પ્રતિ લિટર છે, ચેન્નાઈ પેટ્રોલ રૂ. 102.63 અને ડીઝલ રૂ. 94.24 પ્રતિ લિટર, કોલકાતા પેટ્રોલ રૂ. 106.03 અને ડીઝલ રૂ. 92.76 પ્રતિ લિટર છે.

ગાંધીનગરમાં એક લિટર પેટ્રોલ 96.63 રૂપિયા પ્રતિ લિટર વેચાઈ રહ્યું છે જ્યારે ડીઝલની કિંમત 92.38 રૂપિયા પ્રતિ લિટર છે. રાજસ્થાનના શ્રીગંગાનગરમાં એક લિટર પેટ્રોલ 113.49 રૂપિયા પ્રતિ લિટર જ્યારે ડીઝલ 98.24 રૂપિયા પ્રતિ લિટર વેચાઈ રહ્યું છે.

ગુજરાતના ચાર મહાનગરોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ નીચે મુજબ છે. અમદાવાદ માં પેટ્રોલ 96.42, ડીઝલ 92.17 રાજકોટમાં પેટ્રોલ 96.19, ડીઝલ 91.95 સુરતમાં પેટ્રોલ 96.31, ડીઝલ 92.07 વડોદરામાં પેટ્રોલ 96.54, ડીઝલ 92.28. ઉપર જણાવેલા ભાવ આજના ભાવ છે પરંતુ દરરોજ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં છૂટક વધારો અને ઘટાડો થયા કરે છે. સવારે છ વાગ્યે પેટ્રોલ અને ડીઝલના ભાવ નવા જાહેર થાય છે. જો તમારે પણ ઘરે બેઠા બેઠા મોબાઇલના એસએમએસ દ્વારા પેટ્રોલ અને ડીઝલના ભાવ ની કિંમત જાણવી હોય તો તમારે નીચે મુજબની પદ્ધતિ અનુસરવી પડશે.

ઇન્ડિયન ઓઇલ ગ્રાહકો RSP સાથે સિટી કોડ દાખલ કરીને તેમના મોબાઇલ પરથી 9224992249 પર સંદેશ મોકલો. તમને ઇન્ડિયન ઓઇલ (IOCL) ની સત્તાવાર વેબસાઇટ પર સિટી કોડ મળશે. મેસેજ મોકલ્યા બાદ તમને પેટ્રોલ અને ડીઝલની નવીનતમ કિંમત મોકલવામાં આવશે. એ જ રીતે બીપીસીએલ(BPCL) ગ્રાહકો તેમના મોબાઇલ પરથી આરએસપી લખીને 9223112222 પર એસએમએસ મોકલી શકે છે. HPCL ના ગ્રાહકો HPPrice અને 9222201122 લખીને SMS મોકલી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *