આજે જાહેર થયો પેટ્રોલ-ડીઝલના નવો રેટ, જાણો તમારા વિસ્તારના ભાવ

આજે સોમવાર તારીખ ૧૮ એપ્રિલના રોજ પેટ્રોલ અને ડીઝલના નવા ભાવ બહાર પાડવામાં આવ્યા છે. આજે પણ ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈપણ વધારો કરેલ નથી. આ સાથે આજે સતત ૧૩ દિવસ થઈ ગયા છે જ્યારે તેલની કિંમતોમાં કોઈ વધારો જોવા મળ્યો નથી. છેલ્લી વખત ૬ એપ્રિલના રોજ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો, ત્યારબાદ દિલ્હીમાં પેટ્રોલની કિંમત ૧૦૫ રૂપિયા પ્રતિ લીટર અને મુંબઈમાં ૧૨૦ રૂપિયા પ્રતિ લીટર થઈ ગઈ હતી.

આ સિવાય ચેન્નાઈમાં પેટ્રોલની કિંમત ૧૧૦ રૂપિયા પ્રતિ લીટર અને કોલકાતામાં ૧૧૫ રૂપિયા પ્રતિ લીટરથી વધુ થઇ ગઈ છે. ૪ નવેમ્બર ૨૦૨૧ પછી દેશભરમાં સીધો ૨૨ માર્ચ ૨૦૨૨ના રોજ પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ફેરફાર જોવા મળ્યો હતો. તેલ કંપનીઓએ ૨૨ માર્ચથી તેલની કિંમતોમાં વધારો કરવાનું શરૂ કર્યું હતું જે ૬ એપ્રિલ સુધી ચાલ્યું હતું. આ દરમિયાન રાજધાની દિલ્હીમાં માત્ર ૧૬ દિવસમાં જ પેટ્રોલ અને ડીઝલ ૧૦ રૂપિયા પ્રતિ લીટર જેટલું મોંઘુ થઈ ગયું છે.

૨૧ માર્ચ, ૨૦૨૨ ના રોજ દિલ્હીમાં પેટ્રોલની કિંમત ૯૫.૪૧ રૂપિયા પ્રતિ લિટર હતી જે ૬ એપ્રિલના રોજ વધીને ૧૦૫.૪૧ રૂપિયા પ્રતિ લિટર થઈ ગઈ હતી. જો કે ઓઈલ કંપનીઓએ છેલ્લા ૧૯ દિવસથી ઈંધણના ભાવમાં કોઈ પણ પ્રકારનો વધારો કર્યો નથી. દિલ્હીમાં પેટ્રોલનો ભાવ ૧૦૫.૪૧ રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલનો ભાવ ૯૬.૬૭ રૂપિયા પ્રતિ લીટર છે. મુંબઈમાં પેટ્રોલનો ભાવ ૧૨૦.૫૧ રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલનો ભાવ ૧૦૪.૭૭ રૂપિયા પ્રતિ લીટર છે.

ચેન્નાઈમાં પેટ્રોલનો ભાવ ૧૧૦.૮૫ રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલનો ભાવ ૧૦૦.૯૪ રૂપિયા પ્રતિ લીટર છે. જ્યારે કોલકાતામાં પેટ્રોલનો ભાવ ૧૧૫.૧૨ રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલનો ભાવ ૯૯.૮૩ રૂપિયા પ્રતિ લીટર છે. ગુજરાતમાં ગાંધીનગર શહેરમાં ૧૦૫.૨૯ રૂપિયા પ્રતિ લીટર પેટ્રોલ વેચાઈ રહ્યું છે જયારે ડીઝલ ૯૯.૬૪ રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે. રાજસ્થાન શ્રીગંગાનગરમાં ૧૨૨.૯૩ રૂપિયા પ્રતિ લીટર પેટ્રોલ વેચાઈ રહ્યું છે જયારે ડીઝલની ૧૦૫.૩૪ રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે.

જાણી લો ગુજરાતના ચાર મહાનગરોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ શું ચાલી રહ્યા છે ? :
અમદાવાદમાં પેટ્રોલનો ભાવ ૧૦૫.૦૮ રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલનો ભાવ ૯૯.૪૩ રૂપિયા પ્રતિ લીટર છે. રાજકોટમાં પેટ્રોલનો ભાવ ૧૦૪.૮૪ રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલનો ભાવ ૯૯.૨૧ રૂપિયા પ્રતિ લીટર છે. તથા સુરતમાં પેટ્રોલનો ભાવ ૧૦૪.૯૬ રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલનો ભાવ ૯૯.33 રૂપિયા પ્રતિ લીટર છે. જ્યારે વડોદરામાં પેટ્રોલનો ભાવ ૧૦૫.૧૯ રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલનો ભાવ ૯૯.૫૪ રૂપિયા પ્રતિ લીટર છે.

તમારા શહેરમાં પણ પેટ્રોલ અને ડીઝલની કિંમત આ રીતે ચેક કરો પેટ્રોલ-ડીઝલના છૂટક ભાવમાં દરરોજ સુધારો કરવામાં આવતો હોય છે અને તે પછી નવા ભાવ સવારે ૬ વાગ્યે બહાર પડતા હોય આવે છે. તમે તમારા ઘરે બેઠા જ એસએમએસ દ્વારા જ તમારા નજીકના પેટ્રોલ પંપ પર પેટ્રોલ અને ડીઝલની કિંમતની જાણકારી મેળવી શકો છો. ઇન્ડિયન ઓઇલના ગ્રાહકો આરએસપી સાથે સિટી કોડ દાખલ કરી અને તેમના મોબાઇલ પરથી ૯૨૨૪૯૯૨૨૪૯ પર સંદેશ મોકલવાનો છે.

તમને ઇન્ડિયન ઓઇલની સત્તાવાર વેબસાઇટ પર સિટી કોડ મળી જશે. મેસેજ મોકલ્યા પછી તમને પેટ્રોલ અને ડીઝલની નવીનતમ કિંમત મોકલવામાં આવશે. એ જ રીતે બીપીસીએલના ગ્રાહકો તેમના મોબાઇલ પરથી આરએસપી લખી અને ૯૨૨૩૧૧૨૨૨૨ પર એસએમએસ મોકલી શકે છે. એચપીસીએલના ગ્રાહકો એચપીપ્રાઈઝ અને ૯૨૨૨૨૦૧૧૨૨ લખી અને એસએમએસ મોકલી શકે છે.

Leave a Reply

Your email address will not be published.