સમાચાર

આજે પેટ્રોલ-ડીઝલના નવા ભાવ જાહેર થયા, જાણો તમારા શહેરના આજના રેટ

છેલ્લા ૪૨ દિવસથી પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમતો પર બ્રેક લાગી ગઈ છે. ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ આજે ૧૯મી મે ૨૦૨૨ના રોજ સવારે ૬ વાગ્યે પેટ્રોલ અને ડીઝલના લેટેસ્ટ ભાવ અપડેટ કરી નાખ્યા છે. દેશભરમાં આજે ગુરુવારના રોજ સતત ૪૩મા દિવસે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર જોવા મળ્યો નથી. આજે રાજધાની દિલ્હીમાં પેટ્રોલની કિંમત રૂ. ૧૦૫.૪૧ અને ડીઝલની કિંમત રૂ. ૯૬.૬૭ પ્રતિ લીટર છે જયારે મુંબઈમાં એક લિટર પેટ્રોલનો ભાવ રૂ. ૧૨૦.૫૧ અને ડીઝલનો ભાવ રૂ. ૧૦૪.૭૭ જેટલો છે.

૨૨મી માર્ચથી દેશમાં પેટ્રોલ અને ડીઝલ ૧૦ રૂપિયા પ્રતિ લીટર મોંઘુ થઈ ગયું છે. જો કે રાજ્ય સ્તરે ઈંધણ પરના વેટના જુદા-જુદા દરોને કારણે શહેરોમાં તેલના ભાવ જુદા-જુદા છે. ક્રૂડ ઓઈલના ભાવમાં સતત વધારો થતો જાય છે. બ્રેન્ટ ક્રૂડ ૦.૭૧ ટકા વધી અને ૧૧૨.૭ ડોલર પ્રતિ બેરલને પાર કરી ગયેલું છે. ડબલ્યુતીઆઈ ક્રૂડ ૧.૫ ટકાથી વધુ વધીને 114 ડોલર પ્રતિ બેરલને પાર કરી ગયું છે. ડબલ્યુટીઆઈ ક્રૂડની કિંમત બ્રેન્ટ કરતા વધારે થઈ ગઈ છે.

પેટ્રોલ ડીઝલની કિંમતમાં વધારો ન કરવાને કારણે ઓઈલ માર્કેટિંગ કંપનીઓને પેટ્રોલ પર ૧૦ રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ પર ૨૫ રૂપિયા પ્રતિ લીટર સુધીનું નુકસાન થઈ રહ્યું છે. આ નુકસાનને લીધે સ્થાનિક બજારમાં ખાનગી કંપનીઓ ડીઝલથી થોડું અંતર રાખી રહી છે. વધુ નુકસાનને લીધે ખાનગી કંપનીઓ ડીઝલનું વધુ વેચાણ કરી રહી નથી.

જાણો દેશના કુલ ચાર મહાનગરોમાં પેટ્રોલ ડીઝલની કિંમત શું છે? દિલ્હીમાં પેટ્રોલનો ભાવ રૂ. ૧૦૫.૪૧ પ્રતિ લીટર અને ડીઝલનો ભાવ રૂ. ૯૬.૬૭ પ્રતિ લીટર છે. મુંબઈમાં પેટ્રોલનો ભાવ રૂ. ૧૨૦.૫૧ પ્રતિ લીટર અને ડીઝલનો ભાવ રૂ. ૧૦૪.૭૭ પ્રતિ લીટર છે. ચેન્નાઈમાં પેટ્રોલનો ભાવ રૂ. ૧૧૦.૮૫ પ્રતિ લીટર અને ડીઝલનો ભાવ રૂ. ૧૦૦.૯૪ પ્રતિ લીટર છે. જ્યારે કોલકાતામાં પેટ્રોલનો ભાવ રૂ. ૧૧૫.૧૨ પ્રતિ લીટર અને ડીઝલનો ભાવ રૂ. ૯૯.૮૩ પ્રતિ લીટર છે.

ગુજરાતમાં ગાંધીનગર શહેરમાં એક લીટર પેટ્રોલ રૂ. ૧૦૫.૨૯ પ્રતિ લીટર વેચવામાં આવી રહ્યું છે જયારે ડીઝલની કિંમત રૂ. ૯૯.૬૪ પ્રતિ લીટર છે. રાજસ્થાન શ્રીગંગાનગરમાં એક લીટર પેટ્રોલની કિંમત રૂ.૧૨૨.૯૩ પ્રતિ લીટર છે જયારે ડીઝલની કિંમત રૂ.૧૦૫.૩૪ પ્રતિ લીટર છે.

જાણો ગુજરાત રાજ્યના ચાર મહાનગરોના પેટ્રોલ અને ડીઝલના ભાવ: અમદાવાદમાં પેટ્રોલનો રૂ. ભાવ ૧૦૫.૦૮ પ્રતિ લીટર અને ડીઝલનો ભાવ રૂ. ૯૯.૪૩ પ્રતિ લીટર છે. રાજકોટમાં પેટ્રોલનો ભાવ રૂ. ૧૦૪.૮૪ પ્રતિ લીટર અને ડીઝલનો ભાવ રૂ. ૯૯.૨૧ પ્રતિ લીટર છે. સુરતમાં પેટ્રોલનો ભાવ રૂ. ૧૦૪.૯૬ પ્રતિ લીટર અને ડીઝલનો ભાવ રૂ. ૯૯.૩૩ પ્રતિ લીટર છે. જ્યારે વડોદરામાં પેટ્રોલનો ભાવ રૂ. ૧૦૫.૧૯ પ્રતિ લીટર અને ડીઝલનો ભાવ રૂ. ૯૯.૫૪ પ્રતિ લીટર છે.

તમારા શહેરના અને દેશના અન્ય શહેરોના પણ પેટ્રોલ અને ડીઝલના ભાવ આ રીતે ચેક કરો :
પેટ્રોલ-ડીઝલના છૂટક ભાવમાં દરરોજ સુધારો કરવામાં આવતો હોય છે અને તે પછી નવા ભાવ સવારે ૬ વાગ્યે બહાર પડતા હોય આવે છે. તમે તમારા ઘરે બેઠા બેઠા જ એસએમએસ દ્વારા જ તમારા નજીકના પેટ્રોલ પંપ પર પેટ્રોલ અને ડીઝલની કિંમતની જાણકારી લઇ શકો છો. ઇન્ડિયન ઓઇલના ગ્રાહકો આરએસપી સાથે સિટી કોડ એન્ટર કરી અને તેમના મોબાઇલ પરથી ૯૨૨૪૯૯૨૨૪૯ પર સંદેશ મોકલવાનો રહેશે.

તમને ઇન્ડિયન ઓઇલની વેબસાઇટ પર સિટી કોડ જોવા મળી જશે. મેસેજ મોકલ્યા પછી તમને પેટ્રોલ અને ડીઝલની જે-તે સમયની નવી કિંમત મોકલવામાં આવશે. આવી જ રીતે બીપીસીએલના ગ્રાહકો તેમના મોબાઇલ પરથી આરએસપી લખીને ૯૨૨૩૧૧૨૨૨૨ પર એસએમએસ મોકલી શકે છે. એચપીસીએલના ગ્રાહકો એચપીપ્રાઈઝ અને ૯૨૨૨૨૦૧૧૨૨ આ નંબર લખી અને એસએમએસ મોકલી શકે છે.

Leave a Reply

Your email address will not be published.