વિશ્વ બજારમાં ક્રૂડ ઓઇલ ના ભાવમાં તીવ્ર ઘટાડો, પેટ્રોલ અને ડીઝલના ભાવમાં આવી શકે છે મોટો ઘટાડો -જાણો તેનું ખાસ કારણ…

આગામી સમયમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં રાહત મળવાની એક આશા જાગી છે અત્યારે વિશ્વ બજારમાં આર્થિક ડેટા અને બેન્ટ ક્રૂડ ફરી એક વખત નીચે પહોંચી ગયું છે સોમવારના રોજ ક્રૂડ ઓઇલ ની કિંમતમાં તીવ્ર ઘટાડો જોવા મળ્યો હતો.

અમેરિકા ચીન યુરોપ તથા તાજેતર નવા આર્થિક ડેટા અનુસાર વિશ્વના દેશોમાં પેટ્રોલ અને ડીઝલના માંગમાં નબળાઈની સ્થિતિ સ્થાપનો કરી રહી છે જેના કારણે ઉત્પાદનને અસર થઈ રહી છે હાલમાં રોકાણકારોની નજર આ અઠવાડિયે યોજાવનારી ઓપેક દેશોની બેઠક પર સપ્લાય વધારવા માટે ચર્ચા થવાની છે.

એવા અંદાજ છે કે મંદીનો ડર વચ્ચે તો ક્રૂડ ઓઇલમાં ભાવ વધુ ઘટશે આવું નિષ્ણાતોનું કહેવું છે સોમવારે બ્રેન્ટ ક્રૂડ ફ્યુચર્સ બેરલ દીઠ 3.94 ડોલર એટલે કે લગભગ ૪ ટકા ના ઘટાડા સાથે 100 ડોલર ઉપર આવી ગયું હતું. કિંમતમાં ઘટાડો સમગ્ર વિશ્વની માંગમાં ઘટાડાના મોટા સંકેતો છે.

અને ટ્રેડિંગ દરમિયાન પ્રતિ બેરલ 99.09 ના સ્તર ઉપર અત્યારે પહોંચી ગયું છે અને ડબલ્યુઆઇટી ક્રુડ પ્રતિ બેરલ 4.73 ડોલર ઘટીને અત્યારે પર પહોંચી ગયું છે જેના કારણે પેટ્રોલ અને ડીઝલના ભાવ સસ્તા થવાની આશા છે આ સ્થળ નીચે આવે એટલે ક્રૂડમાં વધુ ઘટાડો થઈ શકે તેવી શક્યતા છે.

આ સમગ્ર ઘટના ઉપર ભારતમાં પેટ્રોલ અને ડીઝલ પર શું અસર પડશે તો તેના વિશે જાણીએ… દેશની ઓલ કંપનીઓ અત્યારે પેટ્રોલ અને ડીઝલના વેચાણમાં નુકસાન ઉઠાવી રહી છે જો ભાવ નીચો આવે તો ઓઇલ કંપનીઓ અને વધારે નુકસાન કરવા આવશે જેના કારણે ભાવમાં વધુ ઘટાડો થઈ શકે દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ છેલ્લા કેટલાક દિવસોથી સ્થિર જોવા મળી રહ્યા છે.

જો ગુજરાતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ વિશે વાત કરીએ તો અમદાવાદમાં પેટ્રોલની કિંમત 96.42 રૂપિયા છે જ્યારે ડીઝલ ની કિંમત 92.17 રૂપિયા જોવા મળે છે રાજકોટમાં પેટ્રોલ ની કિંમત 96.19 જ્યારે ડીઝલ ની કિંમત 91.95 વડોદરામાં 96.54 અને 92.28 પેટ્રોલ અને ડીઝલનો ભાવ છે. જ્યારે સુરતમાં 96 રૂપિયા પેટ્રોલનો ભાવ અને 92 રૂપિયા ડીઝલ ભાવ જોવા મળી રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published.