સમાચાર

પેટ્રોલ અને ડીઝલના નવા ભાવ જાહેર, જાણો આજના ભાવ

ભારતીય ઓઈલ કંપનીઓએ આજે ​​(શનિવાર) પેટ્રોલ અને ડીઝલના ભાવ જાહેર કર્યા છે. ૨૫ ડિસેમ્બરે પણ દેશભરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઈલના ભાવમાં અસ્થિરતા વચ્ચે દેશભરમાં વાહન ઈંધણ, પેટ્રોલ અને ડીઝલના ભાવ સ્થિર છે. પેટ્રોલ અને ડીઝલના ભાવ ૫૦ દિવસથી વધુ સમય સુધી સ્થિર રહ્યા બાદ પણ બિહાર, રાજસ્થાન સહિત ઘણા રાજ્યોમાં પેટ્રોલ ૧૦૦ રૂપિયા પ્રતિ લીટરથી વધુ વેચાઈ રહ્યું છે.

રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં પેટ્રોલ-ડીઝલના ભાવ ૨ ડિસેમ્બરથી સ્થિર છે. ઈન્ડિયન પેટ્રોલિયમ માર્કેટિંગ કંપની ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન (આઈઓસીએલ) ના લેટેસ્ટ અપડેટ મુજબ, શનિવારે (૨૫ ડિસેમ્બર) દેશની રાજધાની દિલ્હીમાં ઈન્ડિયન ઓઈલના પંપ પર પેટ્રોલની કિંમત ૯૫.૪૧ રૂપિયા પ્રતિ લીટર છે જ્યારે ડીઝલની કિંમત ૮૬.૬૭ રૂપિયા છે. દિલ્લીમાં પેટ્રોલના ભાવ ૯૫.૪૧ રૂ પ્રતિ લીટર છે અને ડીઝલના ભાવ ૮૬.૬૭ રૂ પ્રતિ લીટર છે. મુંબઈમાં પેટ્રોલના ભાવ ૧૦૯.૯૮ રૂ પ્રતિ લીટર છે અને ડીઝલના ભાવ ૯૪.૧૪ રૂ પ્રતિ લીટર છે. કોલકાતામાં પેટ્રોલના ભાવ ૧૦૪.૬૭ રૂ પ્રતિ લીટર છે અને ડીઝલના ભાવ ૮૯.૭૯ રૂ પ્રતિ લીટર છે. જયારે ચેન્નાઈમાં પેટ્રોલના ભાવ ૧૦૧.૪૦ રૂ પ્રતિ લીટર છે અને ડીઝલના ભાવ ૯૧.૪૩ રૂ પ્રતિ લીટર છે.

યુ.પીના આગ્રામાં પેટ્રોલના ભાવ ૯૫.૬૯ રૂ પ્રતિ લીટર છે અને ડીઝલના ભાવ ૮૬.૫૬ રૂ પ્રતિ લીટર છે. ગોરખપુરમાં પેટ્રોલના ભાવ ૯૫.૪૧ રૂ પ્રતિ લીટર છે અને ડીઝલના ભાવ ૮૭.૨૦ રૂ પ્રતિ લીટર છે. કાનપુરમાં પેટ્રોલના ભાવ ૯૫.૨૩ રૂ પ્રતિ લીટર છે અને ડીઝલના ભાવ ૮૬.૪૯ રૂ પ્રતિ લીટર છે. જયારે ગાઝીયાબાદમાં પેટ્રોલના ભાવ ૯૫.૨૯ રૂ. પ્રતિ લીટર છે અને ડીઝલના ભાવ ૮૬.૮૦ રૂ પ્રતિ લીટર છે.

પંજાબના અમૃતસરમાં પેટ્રોલના ભાવ ૯૫.૩૬ રૂ પ્રતિ લીટર છે અને ડીઝલના ભાવ ૮૪.૧૭ રૂ પ્રતિ લીટર છે. જલંધરમાં પેટ્રોલના ભાવ ૯૪.૯૯ રૂ પ્રતિ લીટર છે અને ડીઝલના ભાવ ૮૩.૮૦ રૂ પ્રતિ લીટર છે. પટિયાલામાં પેટ્રોલના ભાવ ૯૫.૫૭ રૂ પ્રતિ લીટર છે અને ડીઝલના ભાવ ૮૪.૩૬ રૂ પ્રતિ લીટર છે. લુધિયાનામાં પેટ્રોલના ભાવ ૯૫.૧૮ રૂ પ્રતિ લીટર છે અને ડીઝલના ભાવ ૮૩.૯૯ રૂ પ્રતિ લીટર છે.

ભોપાલમાં પેટ્રોલના ભાવ ૧૦૭.૨૩ રૂ પ્રતિ લીટર છે અને ડીઝલના ભાવ ૯૦.૮૭ રૂ પ્રતિ લીટર છે. બેન્ગ્લુરુંમાં પેટ્રોલના ભાવ ૧૦૦.૫૮ રૂ પ્રતિ લીટર છે અને ડીઝલના ભાવ ૮૫.૦૧ રૂ પ્રતિ લીટર છે. રાંચીમાં પેટ્રોલના ભાવ ૯૮.૫૨ રૂ પ્રતિ લીટર છે અને ડીઝલના ભાવ ૯૧.૫૬ રૂ પ્રતિ લીટર છે. લખનૌમાં પેટ્રોલના ભાવ ૯૫.૨૮ રૂ પ્રતિ લીટર છે અને ડીઝલના ભાવ ૮૬.૮૮ રૂ પ્રતિ લીટર છે.

બિહારના પટનામાં પેટ્રોલના ભાવ ૧૦૫.૯૨ રૂ પ્રતિ લીટર છે અને ડીઝલના ભાવ ૯૧.૦૯ રૂ પ્રતિ લીટર છે. મુઝાફ્ફપુરમાં પેટ્રોલના ભાવ ૧૦૬.૭૨ રૂ પ્રતિ લીટર છે અને ડીઝલના ભાવ ૯૧.૮૩ રૂ પ્રતિ લીટર છે. દરભંગામાં પેટ્રોલના ભાવ ૧૦૬.૬૧ રૂ પ્રતિ લીટર છે અને ડીઝલના ભાવ ૯૧.૭૩ રૂ પ્રતિ લીટર છે. નાલંદામાં પેટ્રોલના ભાવ ૧૦૬.૪૯ રૂ પ્રતિ લીટર છે અને ડીઝલના ભાવ ૯૧.૬૨ રૂ પ્રતિ લીટર છે. ચંડીગઢમાં પેટ્રોલના ભાવ ૯૪.૨૩ રૂ પ્રતિ લીટર છે અને ડીઝલના ભાવ ૮૦.૦૯ રૂ પ્રતિ લીટર છે.

આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલની કિંમતના આધારે પેટ્રોલ અને ડીઝલની કિંમત દરરોજ અપડેટ કરવામાં આવે છે. ઓઈલ માર્કેટિંગ કંપનીઓ કિંમતોની સમીક્ષા કર્યા બાદ દરરોજ પેટ્રોલ અને ડીઝલના ભાવ નક્કી કરે છે. ઈન્ડિયન ઓઈલ, ભારત પેટ્રોલિયમ અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ ઓઈલ કંપનીઓ દરરોજ સવારે વિવિધ શહેરોની પેટ્રોલ અને ડીઝલના ભાવની માહિતી અપડેટ કરે છે. તમે તમારા શહેરમાં દરરોજ એક એસએમએસ દ્વારા પેટ્રોલ અને ડીઝલની કિંમત જાણી શકો છો. આ માટે ઈન્ડિયન ઓઈલ (આઈઓસીએલ)ના ગ્રાહકોએ આરએસપી કોડ લખીને ૯૨૨૪૯૯૨૨૪૯ નંબર પર મોકલવાનો રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *