આજે સવારે છ વાગ્યે જાહેર થયા પેટ્રોલ ડીઝલના નવા ભાવ… જાણો આજનો રેટ…

વિશ્વ બજારમાં ક્રૂડ ઓલ ની કિંમત માં સતત વધારો ઘટાડો થતો જોવા મળે છે ત્યારે આજે બેસ્ટ ક્રુડ ઓઇલ ની કિંમત 100 ડોલર ઉપર ટ્રેન્ડ થઈ રહી છે અને આ જ કારણ છે કે સરકારી કંપનીઓ પેટ્રોલ ડીઝલના ભાવમાં ઘટાડો કરી શકતી નથી તમને જણાવી દઈએ તો છેલ્લા 24 કલાકમાં બેસ્ટ ગુડ ઓઇલ ના ભાવ 100 ડોલર ઉપર આવી ગયા છે.

મંગળવારના સવારે બેસ્ટ ગુડ ઓલ 104.5 ડોલર જ્યારે WTI બેરલ દીઠ 96.3 ડોલરના ભાવ એ વેચાઈ રહ્યો છે આ દરમિયાન સરકારી ઓલ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના ભાવ નવા જાહેર કર્યા છે જોકે પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં બહુ મોટો ફેરફાર જોવા મળ્યો નથી.

પેટ્રોલ અને ડીઝલના ભાવમાં દરરોજ સવારે છ વાગ્યે નવો ભાવ લાગુ થાય છે પેટ્રોલ અને ડીઝલમાં એક્સાઇઝ ડ્યુટી ડીલર કમિશન વેઇટ અને અન્ય વસ્તુઓ ઉમેર્યા બાદ તેની મૂળ કિંમત લગભગ બમણી થઈ જતી હોય છે અને તેના જ કારણે હાલ દેશમાં અત્યારે પેટ્રોલ અને ડીઝલના ભાવ એટલા ઊંચા પહોંચ્યા છે.

દિલ્હીમાં પેટ્રોલ ની કિંમત 96.72 રૂપિયા જોવા મળી રહી છે જ્યારે ડીઝલ ની કિંમત 89.5 પ્રતિ લીટર મુંબઈમાં પેટ્રોલની કિંમત 106.35 જ્યારે ડીઝલ 94.28 પ્રતિ લીટર વહેંચાય રહ્યું છે, ચેન્નઈમાં પેટ્રોલ અને ડીઝલ ની કિંમત 102.63 અને 94.24 છે કોલકત્તામાં ડીઝલ ની કિંમત 92.76 જ્યારે પેટ્રોલ ની કિંમત 106.03 જોવા મળી રહ્યું છે.

ગુજરાતમાં પેટ્રોલ ડીઝલના ભાવની વાત કરીએ તો ગાંધીનગરમાં એક લીટર પેટ્રોલ ની કિંમત હાલ અત્યારે 96.63 જોવા મળી રહી છે જ્યારે ડીઝલ નો રેટ 92.38 રૂપિયા છે. અમદાવાદમાં પેટ્રોલ ની કિંમત 96.42 એ વેચાઈ રહ્યું છે જ્યારે 92.17 એ ડીઝલ વહેંચાઈ રહ્યું છે.

રંગીલા રાજકોટની વાત કરીએ તો 96.19 પેટ્રોલ અને 91.95 એ ડીઝલ વહેંચાઈ રહ્યું છે સુરતમાં ડીઝલની કિંમત 92.07 જ્યારે પેટ્રોલ ની કિંમત 96.31 એ વહેંચાઈ રહ્યું છે, વડોદરામાં 96.54 રૂપિયા પેટ્રોલ અને 92.28 ડીઝલ જોવા મળી રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *