સમાચાર

આજે પણ તેલના ભાવમાં નથી થયો બદલાવ, જાણો તમારા શહેરમાં કેટલા છે ભાવ

સરકારી ઓઈલ કંપનીઓ તરફથી આજે 27માં દિવસે પેટ્રોલ-ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. દેશના ઘણા રાજ્યોમાં પેટ્રોલના ભાવ હજુ પણ 100 રૂપિયાની ઉપર ચાલી રહ્યા છે. દેશમાં તેલની કિંમતો હજુ પણ સામાન્ય માણસના ખિસ્સા પર અસર કરી રહી છે.

દિલ્હીમાં પેટ્રોલની કિંમત 95.41 રૂપિયા છે. જ્યારે ડીઝલની કિંમત 86.67 રૂપિયા પ્રતિ લીટર છે. મુંબઈમાં પેટ્રોલ 109.98 રૂપિયા અને ડીઝલ 94.14 રૂપિયા પ્રતિ લીટર છે. કોલકાતામાં પેટ્રોલની કિંમત 104.67 રૂપિયા છે. જ્યારે ડીઝલની કિંમત 89.79 રૂપિયા પ્રતિ લીટર છે. અને, ચેન્નાઈમાં પેટ્રોલ 101.40 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ 91.43 રૂપિયા પ્રતિ લિટર છે. સુરતમાં પેટ્રોલની કિંમત 94.97 રૂપિયા છે. જ્યારે ડીઝલની કિંમત 89.00 રૂપિયા પ્રતિ લીટર છે. અમદાવાદમાં પેટ્રોલની કિંમત 95.11 રૂપિયા છે. જ્યારે ડીઝલની કિંમત 89.11 રૂપિયા પ્રતિ લીટર છે. બરોડામાં પેટ્રોલની કિંમત 94.67 રૂપિયા છે. જ્યારે ડીઝલની કિંમત 88.69 રૂપિયા પ્રતિ લીટર છે. 

આ રાજ્યોમાં પેટ્રોલનો ભાવ 100 રૂપિયાને પાર કરી ગયો છે. તમને જણાવી દઈએ કે, મધ્યપ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, તેલંગાણા, કર્ણાટક, ઓડિશા, જમ્મુ-કાશ્મીર અને લદ્દાખમાં પેટ્રોલની કિંમત 100 રૂપિયા ચાલી રહી છે. મુંબઈમાં પેટ્રોલનો ભાવ સૌથી વધુ છે.

જાણો તમારા શહેરમાં કિંમત કેટલી છે તમે SMS દ્વારા પણ પેટ્રોલ અને ડીઝલની કિંમત જાણી શકો છો. ઈન્ડિયન ઓઈલની વેબસાઈટ મુજબ, તમારે RSP અને તમારો શહેર કોડ લખીને 9224992249 પર મોકલવાનો રહેશે. દરેક શહેરનો કોડ અલગ-અલગ છે. જે તમને IOCLની વેબસાઇટ પરથી મળશે.

પેટ્રોલ, ડીઝલ, નેચરલ ગેસ અને એટીએફ (એવિએશન ટર્બાઇન ફ્યુઅલ)ને GSTના દાયરામાં લાવવા માટે, GST કાયદાની કલમ 9(2) મુજબ GSTમાં સમાવેશ કરવા માટે GST કાઉન્સિલની ભલામણ જરૂરી છે. અને હજુ સુધી GST કાઉન્સિલે પેટ્રોલિયમ ઉત્પાદનો અને કુદરતી ગેસને GSTમાં સામેલ કરવાની ભલામણ કરી નથી. પેટ્રોલિયમ રાજ્ય મંત્રીએ ગૃહને જણાવ્યું કે 26 જૂન, 2010થી પેટ્રોલની કિંમતો અને 19 ઓક્ટોબર, 2014થી ડીઝલની કિંમતો બજારને સોંપવામાં આવી છે. સરકારી તેલ કંપનીઓ આંતરરાષ્ટ્રીય કિંમતો, રૂપિયા-ડોલર વિનિમય દરના આધારે બંને પેટ્રોલિયમ ઉત્પાદનોના ભાવ નક્કી કરે છે.

તમને જણાવી દઈએ કે પેટ્રોલ અને ડીઝલના ભાવ દરરોજ સવારે 6 વાગ્યે બદલાય છે. નવા દરો સવારે 6 વાગ્યાથી લાગુ થશે. પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં એક્સાઈઝ ડ્યુટી, ડીલર કમિશન અને અન્ય વસ્તુઓ ઉમેર્યા બાદ તેની કિંમત લગભગ બમણી થઈ જાય છે. આ માપદંડોના આધારે તેલ કંપનીઓ દરરોજ પેટ્રોલ અને ડીઝલના દર નક્કી કરવાનું કામ કરે છે. ડીલરો પેટ્રોલ પંપ ચલાવતા લોકો છે. તેઓ ટેક્સ અને પોતાનું માર્જિન ઉમેર્યા પછી ગ્રાહકોને છૂટક ભાવે પેટ્રોલ વેચે છે. આ ખર્ચ પેટ્રોલ અને ડીઝલના દરમાં પણ ઉમેરવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *