ક્રૂડ ઓઇલ થયું મોંઘો શું સરકારી કંપની વધારશે પેટ્રોલ ડીઝલના ભાવ જાણો ખાસ માહિતી…

વિશ્વ બજારમાં ક્રૂડ ઓઇલ ની કિંમત માં સતત વધારો થઈ રહ્યો છે જેના કારણે હાલ સ્થાનિક ઓઇલ કંપનીઓમાં પણ દબાણ વધી રહ્યું છે રાહતની વાત તો અત્યારે એ છે કે કાચા તેલના ભાવમાં થયેલા વધારાની અસર અત્યારે પેટ્રોલ ડીઝલમાં જોવા મળી નથી. ઓઇલ કંપનીઓ એમ ગુરુવારના રોજ પેટ્રોલ અને ડીઝલ ના નવા ભાવ જાહેર કર્યા છે.

હાલ વાત કરીએ તો પેટ્રોલ ડીઝલના ભાવમાં કોઈ મોટો ફેરફાર નથી પરંતુ મુંબઈ સિવાય પેટ્રોલ અને ડીઝલના ભાવમાં છેલ્લા બે મહિનાથી ભાવમાં વધારે પડતો ઘટાડો કે નહીં વધારે પડતો વધારો આવ્યો નથી જોકે વિશ્વ બજારમાં થોડા દિવસ પહેલા ક્રૂડ ઓઇલ ની કિંમત માં ઘણો ઘણો ઘટાડો આવ્યો હતો.

ત્યારે પણ એ સરકારી ઓઇલ કંપનીઓએ પેટ્રોલ ડીઝલના ભાવમાં કોઈ વધારો કે ઘટાડો કર્યો નહોતો ત્યારે પબ્લિકને એ જ આશા છે કે વિશ્વ બજારમાં ક્રૂડ ઓઇલની કિંમત વધતા દેશમાં ઓઈલ કંપનીઓ આને અસર દેખાવામાં ન આવે. દેશની રાજધાની દિલ્હીમાં પેટ્રોલની કિંમત 96.72 રૂપિયા છે જ્યારે મુંબઈમાં એક લિટર પેટ્રોલ ની કિંમત 106.5 રૂપિયા ચેન્નઈમાં 102.63 રૂપિયા નક્કી કરવામાં આવી હતી જ્યારે મુંબઈમાં આ મહિનામાં તેલની કિંમત પર ટેક્સમાં ઘણો ઘટાડો કરવામાં પણ આવ્યો હતો.

બુધવારે ટ્રેડિંગ દરમિયાન બેસ્ટ ક્રુડ ઓઇલ ની કિંમત વિશ્વ બજારમાં પ્રતિ બેરલ 106 ડોલર ઉપર પહોંચી ગઈ હતી ડબલ્યુ આઈ ટી ક્રુડ ઓઇલ માં પણ વધારો થયો છે જેમાં બેરલ દીઠ 97 ડોલર અને પાર પહોંચી ગયો છે. જ્યારે ભારતમાં ક્રૂડ બાસ્કેટ પર ક્રૂડના ભાવની અસર દેખાઈ રહી છે.

તો ચાલો જાણીએ સમગ્ર દેશભરના મુખ્ય મહાનગરોમાં પેટ્રોલ અને ડીઝલ ની શું કિંમત છે તે સૌપ્રથમ દેશની રાજધાની દિલ્હીમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ ની વાત કરીએ તો પેટ્રોલ ની કિંમત 96.72 જ્યારે ડીઝલ ની કિંમત 89.62 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે, ચેન્નઈમાં પેટ્રોલ ની કિંમત હાલ અત્યારે 102.63 અને ડીઝલ 94.24 રૂપિયા પ્રતિ લીટર નોંધાઈ રહ્યું છે.

મુંબઈમાં પેટ્રોલ ની કિંમત અત્યારે 106.53 જ્યારે ડીઝલની કિંમત 94.28 નો રેટ કોલકાતામાં પેટ્રોલ 106.03 જોવા મળી રહ્યો છે જ્યારે ડીઝલ 92.76 એ વહેંચાઈ રહ્યું છે. જ્યારે ગુજરાતમાં ગાંધીનગરમાં એક લિટર પેટ્રોલની કિંમત 96.63 પ્રતિ લિટર એ વહેંચાઈ રહ્યું છે.

જ્યારે ડીઝલ 92.38 પ્રતિ લિટર એ જોવા મળી રહ્યું છે અમદાવાદમાં પેટ્રોલ ની કિંમત 96.42 જ્યારે ડીઝલ 92.17 રૂપિયા, રાજકોટમાં પેટ્રોલનો રેટ 96.19 જ્યારે ડીઝલનો ભાવ 91.95 રૂપિયા જોવા મળી રહ્યો છે, સુરતમાં ડીઝલ ની કિંમત 92.07 જ્યારે પેટ્રોલ ની કિંમત 96.31 રૂપિયા નોંધાઈ રહ્યો છે વડોદરા શહેરમાં પેટ્રોલ અને ડીઝલ ની કિંમત 96.54 અને 92.28 છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *