આજે જાહેર થયા પેટ્રોલ અને ડીઝલના નવા ભાવ, જાણો તમારા શહેરના ભાવ

આજે 29 એપ્રિલ ના રોજ નવા પેટ્રોલ અને ડીઝલ ના ભાવ જાહેર થયા છે.. પણ જો ભાવ પર નજર કરીએ તો ભાવ માં કોઈ જ પણ પ્રકાર નો વધારો જોવા મળ્યો નથી.. પેટ્રોલ અને ડીઝલ ના ભાવ લગભગ 20 એક દિવસ થી સ્થિર જ જોવા મળી રહ્યા છે. દિલ્હી અને મુંબઈ શહેર ના ભાવ ની વાત કરીએ તો દિલ્હી માં પેટ્રોલ નો ભાવ 105.41 રૂપિયા પ્રતિ લિટર છે અને ડીઝલ નો ભાવ 96.67 રૂપિયા પ્રતિ લિટર જોવા મળી રહ્યો છે.. મુંબઈ માં પેટ્રોલ ની કિંમત 120.51 અને ડીઝલ નો ભાવ 104.77 જોવા મળી રહ્યો છે.

ક્રૂડ ઓઈલ માં રાહત થાય એવુ લાગતું નથી. છેલ્લા કેટલાય દિવસોથી ચાલી રહેલા રશિયા યૂક્રેન યુદ્ધની અસર આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલ પડી રહી છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રુડ ઓઈલનો ભાવ 105 ડોલરની આસપાસ પહોંચી ગયો છે. છેલ્લા કેટલાય દિવસોથી સતત ક્રૂડ ઓઇલના ભાવમાં વધઘટ જોવા મળી રહી છે. જ્યાં સુધી પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘટશે નહીં ત્યાં સુધી સરકાર ટેક્સ માં પણ રાહત આપશે નહીં. જો સરકાર ટેક્સમાં રાહત આપશે તો જ આપણા દેશવાસીઓને મોંઘાદાટ તેલમાં થોડી રાહત મળશે..

27 એપ્રિલ ના રોજ પીએમ નરેન્દ્ર મોદીએ જુદા જુદા રાજ્યના મુખ્યમંત્રીઓને ભેગા કરીને એક મિટિંગનું આયોજન કર્યું હતું.. જેમાં નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને તેલ ઉપર લેવાતાં ટેક્સમાં થોડી રાહત આપવાનું નક્કી કર્યું છે. પીએમ મોદીએ બિન ભાજપ વિસ્તારના મુખ્યમંત્રીઓને અપીલ કરી હતી કે તેઓ કેન્દ્ર સરકાર સાથે મળીને કામ કરી જેથી લોકોને તેલ ઉપર લેવાતા ટેક્સમાં થોડી રાહત મળે.

ભારત ના ચાર મોટા શહેર પર પેટ્રોલ ડીઝલ ના ભાવ જોવા જઈએ તો મહાનગર પેટ્રોલ ડીઝલ દિલ્હી 105.41 96.67 મુંબઈ 120.51 104.77 ચેન્નાઇ 110.85 100.94 કોલકત્તા 115.12 99.83 ગુજરાતમાં ગાંધીનગરમાં એક લીટર પેટ્રોલ 105.29 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે ડીઝલની કિંમત 99.64 રૂપિયા પ્રતિ લીટર છે. રાજસ્થાન શ્રીગંગાનગરમાં એક લીટર પેટ્રોલ 122.93 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે ડીઝલની કિંમત 105.34 રૂપિયા પ્રતિ લીટર છે. ગુજરાતના ચાર મહાનગરોમાં પેટ્રોલ – ડીઝલના રેટ આ મુજબ છે મહાનગર પેટ્રોલ ડીઝલ અમદાવાદ 105.08 99.43 રાજકોટ 104.84 99.21 સુરત 104.96 99.33 વડોદરા 105.19 99.54.

Leave a Reply

Your email address will not be published.