સમાચાર

કંપનીએ પેટ્રોલ-ડીઝલના નવા રેટ બહાર પડ્યા, જાણો તમારા શહેરના ઇંધણના ભાવ

ક્રૂડ ઓઈલના આસમાને પહોંચી રહેલા ભાવની વચ્ચે દેશની મોટી મોટી ઓઈલ કંપનીઓએ આજે શુક્રવારના રોજ ૩ જૂનના રોજ પેટ્રોલ અને ડીઝલના નવા ભાવ બહાર પાડ્યા છે. આજે પણ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર જોવા મળ્યો નથી. ૨૨ મેથી દેશભરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ સ્થિર થઇ ગયા છે. ૨૧ મેના રોજ કેન્દ્ર સરકારે પેટ્રોલ અને ડીઝલ પર લાગતી એક્સાઈઝ ડ્યુટીમાં ઘટાડો કરવાની જાહેરાત કરી દીધી હતી અને ત્યારબાદ ૨૨ મેથી દેશભરમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતો ૭ રૂપિયાથી ઘટી અને ૯.૫૦ રૂપિયા પ્રતિ લીટર થઈ હતી.

કેન્દ્ર સરકારની જાહેરાત પછી કેટલાક રાજ્યોએ પણ તેમના સ્તરે પેટ્રોલ અને ડીઝલ પર વેટમાં ઘટાડો કરી દીધો હતો. આજે દિલ્હીમાં પેટ્રોલ ૯૬.૭૨ રૂપિયા અને ડીઝલ ૮૯.૬૨ રૂપિયા પ્રતિ લીટરના ભાવે વેચાણ થઇ રહ્યું છે. મુંબઈમાં હાલમાં એક લિટર પેટ્રોલની કિંમત ૧૧૧.૩૫ રૂપિયા અને ડીઝલની કિંમત ૯૭.૨૮ રૂપિયા છે. એસબીઆઈ રિસર્ચ રિપોર્ટ મુજબ રાજ્યો પાસે હજુ પણ વેટ ઘટાડવાના અવકાશ રહેલા છે. આ સ્થિતિમાં રાજ્ય સરકારો સરેરાશ પેટ્રોલ પર પ્રતિ લિટર ૨ રૂપિયા અને ડીઝલ પર ૩ રૂપિયા પ્રતિ લિટર વેટ ઘટાડી શકે તેમ છે. આ ઘટાડો કર્યા છતાં તેમની ઓઇલ રેવન્યુ કલેક્શન પર કોઇપણ રીતે અસર જોવા મળશે નહીં.

કેન્દ્ર સરકાર દ્વારા પેટ્રોલ અને ડીઝલ પર એક્સાઈઝ ડ્યુટીમાં ઘટાડા પછી મહારાષ્ટ્ર, રાજસ્થાન, કેરળ, તમિલનાડુ, મધ્યપ્રદેશ, કર્ણાટક, ગોવા અને પશ્ચિમ બંગાળ જેવા રાજ્યોએ વેટમાં ઘટાડો કરી દીધો છે. શેરખાનના કેપિટલ માર્કેટ સ્ટ્રેટેજી હેડ ગૌરવ દુઆએ એવું જણાવ્યું હતું કે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પાંચ મુખ્ય ઘટકો રહેલા છે. મૂળ કિંમત, ભાડું, આબકારી જકાત, ડીલર કમિશન અને વેટ. આ ઉપરાંત મૂલ્ય વર્ધિત કરની ગણતરી મૂળ કિંમત, ભાડું, આબકારી જકાત અને ડીલર કમિશનના આધારે કરવામાં આવતી હોય છે.

જાણો દેશના કુલ ચાર મહાનગરોમાં પેટ્રોલ ડીઝલની કિંમત શું છે? દિલ્હીમાં પેટ્રોલનો ભાવ રૂ. ૯૬.૭૨ પ્રતિ લીટર અને ડીઝલનો ભાવ રૂ. ૮૯.૬૨ પ્રતિ લીટર છે. મુંબઈમાં પેટ્રોલનો ભાવ રૂ. ૧૧૧.૩૫ પ્રતિ લીટર અને ડીઝલનો ભાવ રૂ. ૯૭.૨૮ પ્રતિ લીટર છે. ચેન્નાઈમાં પેટ્રોલનો ભાવ રૂ. ૧૦૨.૬૩ પ્રતિ લીટર અને ડીઝલનો ભાવ રૂ. ૯૪.૨૪ પ્રતિ લીટર છે. જ્યારે કોલકાતામાં પેટ્રોલનો ભાવ રૂ. ૧૦૬.૦૩ પ્રતિ લીટર અને ડીઝલનો ભાવ રૂ. ૯૨.૭૬ પ્રતિ લીટર છે. ગુજરાતમાં ગાંધીનગર શહેરમાં એક લીટર પેટ્રોલ રૂ. ૯૬.૬૩ પ્રતિ લીટર વેચવામાં આવી રહ્યું છે જયારે ડીઝલની કિંમત રૂ. ૯૨.૩૮ પ્રતિ લીટર છે. રાજસ્થાન શ્રીગંગાનગરમાં એક લીટર પેટ્રોલની કિંમત રૂ.૧૧૩.૪૯ પ્રતિ લીટર છે જયારે ડીઝલની કિંમત રૂ.૯૮.૨૪ પ્રતિ લીટર છે.

જાણો ગુજરાત રાજ્યના ચાર મહાનગરોના પેટ્રોલ અને ડીઝલના ભાવ અમદાવાદમાં પેટ્રોલનો રૂ. ભાવ ૯૬.૪૨ પ્રતિ લીટર અને ડીઝલનો ભાવ રૂ. ૯૨.૧૭ પ્રતિ લીટર છે. રાજકોટમાં પેટ્રોલનો ભાવ રૂ. ૯૬.૧૯ પ્રતિ લીટર અને ડીઝલનો ભાવ રૂ. ૯૧.૯૫ પ્રતિ લીટર છે. સુરતમાં પેટ્રોલનો ભાવ રૂ. ૯૬.૩૧ પ્રતિ લીટર અને ડીઝલનો ભાવ રૂ. ૯૨.૦૭ પ્રતિ લીટર છે. જ્યારે વડોદરામાં પેટ્રોલનો ભાવ રૂ. ૯૬.૫૪ પ્રતિ લીટર અને ડીઝલનો ભાવ રૂ. ૯૨.૨૮ પ્રતિ લીટર છે.

તમારા શહેરના અને દેશના અન્ય શહેરોના પણ પેટ્રોલ અને ડીઝલના ભાવ આ રીતે ચેક કરો પેટ્રોલ-ડીઝલના છૂટક ભાવમાં દરરોજ સુધારો કરવામાં આવતો હોય છે અને તે પછી નવા ભાવ સવારે ૬ વાગ્યે બહાર પડતા હોય આવે છે. તમે તમારા ઘરે બેઠા બેઠા જ એસએમએસ દ્વારા જ તમારા નજીકના પેટ્રોલ પંપ પર પેટ્રોલ અને ડીઝલની કિંમતની જાણકારી લઇ શકો છો. ઇન્ડિયન ઓઇલના ગ્રાહકો આરએસપી સાથે સિટી કોડ એન્ટર કરી અને તેમના મોબાઇલ પરથી ૯૨૨૪૯૯૨૨૪૯ પર સંદેશ મોકલવાનો રહેશે.

તમને ઇન્ડિયન ઓઇલની વેબસાઇટ પર સિટી કોડ જોવા મળી જશે. મેસેજ મોકલ્યા પછી તમને પેટ્રોલ અને ડીઝલની જે-તે સમયની નવી કિંમત મોકલવામાં આવશે. આવી જ રીતે બીપીસીએલના ગ્રાહકો તેમના મોબાઇલ પરથી આરએસપી લખીને ૯૨૨૩૧૧૨૨૨૨ પર એસએમએસ મોકલી શકે છે. એચપીસીએલના ગ્રાહકો એચપીપ્રાઈઝ અને ૯૨૨૨૨૦૧૧૨૨ આ નંબર લખી અને એસએમએસ મોકલી શકે છે.

Leave a Reply

Your email address will not be published.