સમાચાર

જાણો આજનો પેટ્રોલ-ડીઝલ ભાવ, તમારા શહેરમાં શું છે પેટ્રોલ-ડીઝલના ભાવ…

ઓઇલ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના ભાવ જાહેર કર્યા છે. પરંતુ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ વધારો કે ઘટાડો જોવા મળ્યો નથી. દિલ્હીમાં પેટ્રોલનો ભાવ 96.72 રૂપિયા અને ડીઝલ નો ભાવ 89.62 રૂપિયા પ્રતિ લીટર છે. જ્યારે મુંબઈમાં પેટ્રોલનો ભાવ 111. 35 અને ડીઝલનો ભાવ 97. 28 રૂપિયા પ્રતિ લીટર છે

હાલમાં તેલ ઉત્પાદક રાષ્ટ્ર દ્વારા તેલનું ઉત્પાદન વધારે કરવા માટે નિર્ણય લેવામાં આવ્યો હતો. જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં અનેક દેશો સાથે મળીને તેલ નું ઉત્પાદન વધુ કરશે તેવું જણાવવામાં આવ્યું હતું. સુત્રો અનુસાર જાણવા મળ્યું છે કે 6.48 લાખ બેરલ તેલનું ઉત્પાદન થશે. આથી આંતરરાષ્ટ્રીય બજાર ઉપર નજર કરીએ તો તેલના ભાવમાં સતત વધારો જોવા મળી શકે છે. તાજેતરના સમયગાળામાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ વધારો કે ઘટાડો થવાની સંભાવના દેખાઈ રહી નથી.

રશિયા અને યુક્રેનના યુદ્ધના કારણે કારણે રશિયન તેલની આયાત પર પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો આથી રશિયામાંથી આયાત થતા 75% જેટલાં તેલ પર અસર જોવા મળશે. વર્ષ પૂર્ણ થવાના આરે લગભગ 90 ટકા જેટલા રશિયા થી આયાત થતા તેલમાં પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. આથી આંતરરાષ્ટ્રીય બજારોમાં તેની અછત ઊભી થાય તેવી શક્યતા છે.

ભારત કયા દેશમાંથી કેટલી આયાત કરે છે? આપણા ભારત દેશમાં તેલ ની જરૂરિયાત 27% ઈરાકમાંથી 17% સાઉદી અરેબિયા માંથી અને ૧૩ ટકા યુએઈમાં કરવામાં આવે છે. ppac નો રિપોર્ટ જોઈએ તો ગત વર્ષમાં 94.3 અબજ તેલની આયાત કરી હતી. જાન્યુઆરી 2022 નું ઓઈલ આયાત બિલ 11.6 બિલિયન નોંધાયું હતું. જ્યારે 2021માં આ બિલ 7.7 બિલિયન હતું. આમ સરેરાશ 50.64 ટકાનો વધારો થયો છે. 2022માં ભારત તેલનું આયાત બિલ 115 અબજ ડોલર સુધી પહોંચી શકે છે

દેશના ચાર મહાનગરોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ દિલ્હીમાં પેટ્રોલની કિંમત રૂ. 96.72 અને ડીઝલ રૂ. 89.62 પ્રતિ લિટર, મુંબઈમાં પેટ્રોલનો ભાવ રૂ. 111.35 અને ડીઝલ રૂ. 97.28 પ્રતિ લિટર છે, ચેન્નાઈ પેટ્રોલ રૂ. 102.63 અને ડીઝલ રૂ. 94.24 પ્રતિ લિટર, કોલકાતા પેટ્રોલ રૂ. 106.03 અને ડીઝલ રૂ. 92.76 પ્રતિ લિટર છે

ગાંધીનગરમાં એક લિટર પેટ્રોલ 96.63 રૂપિયા પ્રતિ લિટર વેચાઈ રહ્યું છે જ્યારે ડીઝલની કિંમત 92.38 રૂપિયા પ્રતિ લિટર છે. રાજસ્થાનના શ્રીગંગાનગરમાં એક લિટર પેટ્રોલ 113.49 રૂપિયા પ્રતિ લિટર જ્યારે ડીઝલ 98.24 રૂપિયા પ્રતિ લિટર વેચાઈ રહ્યું છે. ગુજરાતના ચાર મહાનગરોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ નીચે મુજબ છે. અમદાવાદ માં પેટ્રોલ 96.42, ડીઝલ 92.17 રાજકોટમાં પેટ્રોલ 96.19, ડીઝલ 91.95 સુરતમાં પેટ્રોલ 96.31, ડીઝલ 92.07 વડોદરામાં પેટ્રોલ 96.54, ડીઝલ 92.28.

Leave a Reply

Your email address will not be published.