હવે થશે પેટ્રોલ અને ડીઝલ સસ્તુ, છેલ્લા ત્રણ દિવસથી ક્રૂડ ઓલ ની કિંમતમાં 876 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો, જાણો શું છે આજના પેટ્રોલ અને ડીઝલના ભાવ…

આંતરરાષ્ટ્રીય બજારમાં અત્યારે કાચા તેલના ભાવમાં છેલ્લા બે થી ત્રણ દિવસથી સતત ઘટાડો જોવા મળી રહ્યો છે ત્યારે આજે બ્રેન્ડ ક્રુડ ઓઇલ પ્રતિ બેરલ 93 ડોલરની આસપાસ ફ્રેન્ડ થઈ રહ્યો છે ત્યારે છેલ્લા ચાર પાંચ દિવસ પહેલા પ્રતિ બેરલ 100 ડોલરની ઉપર ટ્રેન્ડ થઈ રહ્યો હતો જ્યારે અત્યારે તો 93 ડોલર પર પહોંચી ગયો છે.

મિત્રો તમને જણાવી દઈએ તો છેલ્લા ત્રણ દિવસમાં બ્રેન્ડ ક્રુડ ઓઇલમાં લગભગ 11 ડોલર જેટલો ઘટાડો જોવા મળ્યો છે 31 ઓગસ્ટના સવારે બ્રેન્ડ ક્રુડ ઓલ ની કિંમત 104 ડોલર નોંધાઈ રહી હતી જ્યારે અત્યારે ઘટીને 93.39 ડોલર પર આવી ગઈ છે ત્યારે ક્રૂડ ઓઇલમાં ઘટાડા બાદ એવું અનુમાન લગાવી રહ્યું છે કે સ્થાનિક બજારમાં પણ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો જોઈ શકાય છે.

ત્યારે આજે વહેલી સવારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં શું ફેરફાર થયો છે તે ચાલો જાણીએ સૌપ્રથમ દેશની રાજધાની દિલ્હીમાં પેટ્રોલની કિંમત 96.72 જોવા મળી રહી છે જ્યારે ડીઝલની કિંમત 89.62 પ્રતિ લીટર જોવા મળી રહી છે. મુંબઈમાં પેટ્રોલ ની કિંમત 106.35 જ્યારે ડીઝલ ની કિંમત 94.28 જોવા મળી રહી છે.

ચેન્નાઈમાં પેટ્રોલ ની કિંમત 102.63 અને ડીઝલ ની કિંમત 94.24 પ્રતિ લિટર જોઈ શકાય છે જ્યારે પશ્ચિમ બંગાળના કલકત્તામાં પેટ્રોલની કિંમત 106.03 રૂપિયા અને ડીઝલ ની કિંમત 92.76 રૂપિયા પ્રતિ લીટર જોઈ શકાય છે. બીજી તરફ હવે ગુજરાતના ચાર મહાનગરોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવની નજર નાખે તો આ પ્રમાણે ભાવ જોવા મળી શકે છે.

સૌપ્રથમ ગુજરાતના ગાંધીનગરમાં એક લીટર પેટ્રોલ ની કિંમત 96.63 રૂપિયા પ્રતિ લીટર જોવાઈ રહી છે જ્યારે ડીઝલ ની કિંમત 92% 38 રૂપિયા છે, અમદાવાદમાં 96.42 પેટ્રોલ અને 92.17 ડીઝલ નોંધાઈ રહ્યું છે જ્યારે રાજકોટમાં 96.19 પેટ્રોલની કિંમત અને ડીઝલની કિંમત 91.95 જોવા મળી રહી છે.

ડાયમંડ સિટી સુરતમાં પેટ્રોલની કિંમત 96.31 રૂપિયા નોંધાઈ રહી છે જ્યારે ડીઝલની કિંમત 92.07 રૂપિયા નોંધાઈ રહી છે બીજી તરફ વડોદરામાં પેટ્રોલની કિંમત રૂપિયા પ્રતિ લીટર વહેંચાઈ રહ્યું છે જ્યારે ડીઝલ પણ 92.28 રૂપિયા પ્રતિ લીટર વહેંચાઈ રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published.