વિશ્વ બજારમાં ક્રુડ ઓઈલની કિંમતમાં હાલ સતત ઘટાડો થઇ રહ્યો છે ત્યારે જાણો દેશમાં પેટ્રોલ-ડીઝલની કિંમતમાં તેની શું અસર પડી…

વિશ્વ બજારમાં કિંમતમાં સતત હાલ ઘટાડો થઈ રહ્યો છે છેલ્લા બે મહિના માં હાલ પહેલીવાર ક્રૂડ ઓઇલ ની કિંમત 100 ડોલર થઈ ગઈ છે ત્યારે આ વચ્ચે સરકારી કંપનીઓએ ગુરુવારના રોજ પેટ્રોલ ડીઝલના નવા ભાવ જાહેર કર્યા હતા. જો હાલ કંપનીઓએ 6 એપ્રિલ થી ભાવ વધારો કર્યો નથી પરંતુ વિશ્વ ક્રુડવલના ભાવમાં 140 ડોલર સુધી પહોંચી ગયા હતા. જ્યારે ગુરુવાર સવારે બેસ્ટ ક્રુડ ઓઇલ પ્રતિ બેરલ ની કિંમત 100.3 ડોલર પણ ટ્રેન્ડ થઈ રહ્યું હતું.

જો વાત કરીએ દેશના મુખ્ય ચાર મહાનગરોમાં પેટ્રોલ-ડીઝલ ની કિંમતની તો દિલ્હીમાં હાલ પેટ્રોલ ની કિંમત ₹96.72 અને ડીઝલની કિંમત 89.62 પ્રતિ લિટર એ જોવા મળી રહ્યો છે ચેન્નઈમાં પેટ્રોલ ની કિંમત 102.63 અને ડીઝલની કિંમત 94.20 રૂપિયા છે મુંબઈમાં પેટ્રોલ ડીઝલની વાત કરીએ તો 111.5 અને 97.28 પ્રતિ લીટરે વહેંચાઈ રહ્યું છે કોલકાતામાં પેટ્રોલ ની કિંમત 106.03 અને 92.76 ડીઝલ પ્રતિ લીટરે વહેંચાઈ રહ્યું છે.

જો ગુજરાતમાં પેટ્રોલ ડીઝલ વાત કરીએ તો ગાંધીનગરમાં એક લીટર પેટ્રોલ ની કિંમત અત્યારે 96.63 જોવા મળી રહ્યું છે જ્યારે ડીઝલ 92.28 પ્રતિ લીટર જોવા મળી રહ્યો છે જો આ બાજુ રાજસ્થાનમાં શ્રી ગંગા નગરમાં પેટ્રોલ ડીઝલના ભાવોની વાત કરીએ તો ત્યાં હાલ 113.50 રૂપિયા પેટ્રોલ અને ડીઝલ 98.24 રૂપિયા એ વેચાઈ રહ્યું છે જે ગુજરાત હિસાબ પ્રમાણે ખૂબ જ મોંઘુ છે.

જો ગુજરાતના મુખ્ય ચાર મહાનગરોમાં પેટ્રોલ-ડીઝલના રેટની વાત કરીએ તો રાજકોટમાં પેટ્રોલ ની કિંમત ₹96.19 અને ડીઝલ ની કિંમત 91.95 રૂપિયા જોવા મળી રહ્યું છે ત્યારે અમદાવાદમાં 96.42 પેટ્રોલ ની કિંમત અને 92.17 ડીઝલ ની કિંમત જોવા મળી રહી છે સુરતમાં ડીઝલ ની કિંમત 92.07 અને પેટ્રોલ ની કિંમત 96.31 રૂપિયા વડોદરામાં 96.54 રૂપિયા પેટ્રોલ વેચાઈ રહ્યું છે જ્યારે 92.28 પ્રતિ લીટર એ ડીઝલ વહેંચાઈ રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published.