આજે પણ પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો થયો? જાણો તમારા શહેરનો ભાવ

દરરોજની જેમ આજે પણ પેટ્રોલ અને ડીઝલના ભાવ એમ જ સ્થિર રહ્યા છે. જો કે, ક્રૂડ ઓઈલમાં વધારો થવાની ઘણી શક્યતાઓ જોવા મળી રહી છે અને જેની અસર પેટ્રોલિયમના ભાવ પર પણ જલ્દી જ જોવા મળશે. હાલમાં ૬ એપ્રિલથી તેની કિંમતમાં કોઈ ફેરફાર જોવ મળ્યો નથી. આજે દેશની રાજધાની એટલે કે દિલ્હીમાં પેટ્રોલની કિંમત ૧૦૫.૪૧ રૂપિયા અને ડીઝલની કિંમત ૯૬.૬૭ રૂપિયા પ્રતિ લીટર છે.

મુંબઈમાં આજે એક લિટર પેટ્રોલની કિંમત રૂ. ૧૨૦.૫૧ અને ડીઝલની કિંમત રૂ. ૧૦૪.૭૭ રૂપિયા છે. મોટા વૈશ્વિક વેપાર ગૃહોએ રશિયા પાસેથી તેલની ખરીદી ઘટાડવાનો નિર્ણય લઇ લીધો છે. બીજી તરફ યુરોપિયન યુનિયને રશિયા પાસેથી ક્રૂડ ઓઈલ ખરીદવા પર પ્રતિબંધ મુકવાની જાહેરાત કરી દીધી છે. આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમતો વધવાને લીધે એપ્રિલ મહિનામાં ભારતનું ક્રૂડ ઓઈલનું આયાત બિલ રેકોર્ડ ખુબ જ ઊંચાઈએ પહોંચી ગયું છે. એપ્રિલમાં ભારતે દૈનિક ધોરણે કુલ ૪૮ લાખ બેરલ તેલની આયાત કરી હતી જેમાં રશિયાનો ફાળો ૫ ટકા જેટલો હતો.

ભારત દેશે રશિયા પાસેથી તેલની આયાત વધારી દીધી છે. ગત વર્ષ ૨૦૨૧માં રશિયાથી આયાતનું યોગદાન ૧ ટકા જેટલું હતું. વર્ષ ૨૦૨૨ ના પહેલા ક્વાર્ટરમાં પણ આ યોગદાન ૧ ટકાની નજીક જ રહ્યું હતું. ભારતને પુરવઠાની બાબતમાં ઈરાક દેશ પ્રથમ ક્રમે રહ્યો હતો. તે ભારતમાં દૈનિક ધોરણે કુલ ૧૨ લાખ બેરલ તેલની નિકાસ કરી રહ્યું છે. વાણિજ્ય મંત્રાલય તરફથી શેર કરવામાં આવેલી વિગતો મુજબ એપ્રિલમાં ભારતે ૨૦.૧૮ અબજ ડોલરના ક્રૂડ ઓઇલ અને પેટ્રોલિયમ ઉત્પાદનોની આયાત કરેલી હતી જે એપ્રિલ ૨૦૨૧માં ૧૦.૭૬ અબજ ડોલરની હતી.

એસ એન્ડ પી ગ્લોબલના રિપોર્ટ મુજબ ભારતે રશિયા પાસેથી તેલની આયાત વધારી દીધી છે. ૯મી મે સુધીમાં રશિયામાંથી ૧૦ મિલિયન બેરલ એટલે કે કુલ ૧ કરોડ બેરલ ક્રૂડ ઓઈલની નિકાસ કરવામાં આવી છે. ૧૩ મિલિયન બેરલ તેલ એટલે કે ૧૬ જહાજોમાં ૧.૩ કરોડ બેરલ તેલ આગામી ચાર અઠવાડિયામાં ભારત પહોંચી જશે. જેમાં કઝાકિસ્તાનનું સીપીસી બ્લેન્ડ ઓઈલ, સાઈબેરીયન લાઈટ અને યુરલ ઓઈલનો સમાવેશ કરવામાં આવે છે.

જાણો દેશના કુલ ચાર મહાનગરોમાં પેટ્રોલ ડીઝલની કિંમત શું છે? દિલ્હીમાં પેટ્રોલનો ભાવ રૂ. ૧૦૫.૪૧ પ્રતિ લીટર અને ડીઝલનો ભાવ રૂ. ૯૬.૬૭ પ્રતિ લીટર છે. મુંબઈમાં પેટ્રોલનો ભાવ રૂ. ૧૨૦.૫૧ પ્રતિ લીટર અને ડીઝલનો ભાવ રૂ. ૧૦૪.૭૭ પ્રતિ લીટર છે. ચેન્નાઈમાં પેટ્રોલનો ભાવ રૂ. ૧૧૦.૮૫ પ્રતિ લીટર અને ડીઝલનો ભાવ રૂ. ૧૦૦.૯૪ પ્રતિ લીટર છે. જ્યારે કોલકાતામાં પેટ્રોલનો ભાવ રૂ. ૧૧૫.૧૨ પ્રતિ લીટર અને ડીઝલનો ભાવ રૂ. ૯૯.૮૩ પ્રતિ લીટર છે.

ગુજરાતમાં ગાંધીનગર શહેરમાં એક લીટર પેટ્રોલ રૂ. ૧૦૫.૨૯ પ્રતિ લીટર વેચવામાં આવી રહ્યું છે જયારે ડીઝલની કિંમત રૂ. ૯૯.૬૪ પ્રતિ લીટર છે. રાજસ્થાન શ્રીગંગાનગરમાં એક લીટર પેટ્રોલની કિંમત રૂ.૧૨૨.૯૩ પ્રતિ લીટર છે જયારે ડીઝલની કિંમત રૂ.૧૦૫.૩૪ પ્રતિ લીટર છે.

જાણો ગુજરાત રાજ્યના ચાર મહાનગરોના પેટ્રોલ અને ડીઝલના ભાવ અમદાવાદમાં પેટ્રોલનો રૂ. ભાવ ૧૦૫.૦૮ પ્રતિ લીટર અને ડીઝલનો ભાવ રૂ. ૯૯.૪૩ પ્રતિ લીટર છે. રાજકોટમાં પેટ્રોલનો ભાવ રૂ. ૧૦૪.૮૪ પ્રતિ લીટર અને ડીઝલનો ભાવ રૂ. ૯૯.૨૧ પ્રતિ લીટર છે. સુરતમાં પેટ્રોલનો ભાવ રૂ. ૧૦૪.૯૬ પ્રતિ લીટર અને ડીઝલનો ભાવ રૂ. ૯૯.૩૩ પ્રતિ લીટર છે. જ્યારે વડોદરામાં પેટ્રોલનો ભાવ રૂ. ૧૦૫.૧૯ પ્રતિ લીટર અને ડીઝલનો ભાવ રૂ. ૯૯.૫૪ પ્રતિ લીટર છે.

તમારા શહેરના અને દેશના અન્ય શહેરોના પણ પેટ્રોલ અને ડીઝલના ભાવ આ રીતે ચેક કરો :
પેટ્રોલ-ડીઝલના છૂટક ભાવમાં દરરોજ સુધારો કરવામાં આવતો હોય છે અને તે પછી નવા ભાવ સવારે ૬ વાગ્યે બહાર પડતા હોય આવે છે. તમે તમારા ઘરે બેઠા બેઠા જ એસએમએસ દ્વારા જ તમારા નજીકના પેટ્રોલ પંપ પર પેટ્રોલ અને ડીઝલની કિંમતની જાણકારી લઇ શકો છો. ઇન્ડિયન ઓઇલના ગ્રાહકો આરએસપી સાથે સિટી કોડ એન્ટર કરી અને તેમના મોબાઇલ પરથી ૯૨૨૪૯૯૨૨૪૯ પર સંદેશ મોકલવાનો રહેશે.

તમને ઇન્ડિયન ઓઇલની વેબસાઇટ પર સિટી કોડ જોવા મળી જશે. મેસેજ મોકલ્યા પછી તમને પેટ્રોલ અને ડીઝલની જે-તે સમયની નવી કિંમત મોકલવામાં આવશે. આવી જ રીતે બીપીસીએલના ગ્રાહકો તેમના મોબાઇલ પરથી આરએસપી લખીને ૯૨૨૩૧૧૨૨૨૨ પર એસએમએસ મોકલી શકે છે. એચપીસીએલના ગ્રાહકો એચપીપ્રાઈઝ અને ૯૨૨૨૨૦૧૧૨૨ આ નંબર લખી અને એસએમએસ મોકલી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *