સવારના છ વાગ્યે પેટ્રોલ ડીઝલના ભાવમાં થયા ફેરફાર, સૌથી પહેલા જાણો તમારા શહેરમાં શું છે આજના પેટ્રોલ ડીઝલના રેટ… Gujarat Trend Team, September 1, 2022 વૈશ્વિક બજારમાં અત્યારે ઘટાડાની અસર અવસ્થાનિક બજારમાં પણ છૂટક કિંમતોમાં જોવા મળી રહી છે અત્યારે સરકારી તેલ કંપનીઓ દ્વારા વહેલી સવારે પેટ્રોલ અને ડીઝલના છૂટક ભાવમાં ફેરફાર કરવામાં આવ્યો છે દેશના મુખ્ય ચાર મહાનગર અને ગુજરાતના શહેરોમાં પેટ્રોલ ડીઝલના ભાવમાં અત્યારે ફેરફાર જોવા મળ્યો છે. છેલ્લા 24 કલાક દરમિયાન બ્રેન્ટ ક્રૂડ ની કિંમત ત્રણ ડોલર ઘટીને 96.49 પર આવી ગઈ છે જ્યારે WTI 3.5 ડોલર ઘટીને 88.92 ડોલર પર પહોંચી ગઈ છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સવારમાં 6:00 વાગે ફેરફાર થાય છે ત્યારે આજે નવો ભાવ લાગુ થયો છે તો ચાલો જાણીએ દેશના મુખ્ય ચાર મહાનગરમાં પેટ્રોલ ડીઝલના ભાવ શું ચાલી રહ્યા છે અને ગુજરાતના શહેરોમાં પેટ્રોલ-ડીઝલના ભાવ શું ચાલી રહ્યા છે. સૌપ્રથમ દેશની રાજધાની દિલ્હીમાં પેટ્રોલની કિંમત 96.72 રૂપિયા છે જ્યારે ડીઝલ ની કિંમત 89.5 પ્રતિ લીટરે વહેંચાઈ રહ્યું છે મુંબઈમાં પેટ્રોલની કિંમત 106.5 રૂપિયા જોવા મળી રહી છે જ્યારે ડીઝલ એની કિંમત 94.28 પ્રતિ લિટર વેચાઈ રહ્યું છે. ચેન્નઈમાં પેટ્રોલની કિંમત 102.63 રૂપિયા જોવા મળી રહી છે જ્યારે ડીઝલ ની કિંમત 94.24 પ્રતિ લિટર રૂપિયા જોવા મળી રહ્યું છે. પશ્ચિમ બંગાળના કલકત્તામાં ડીઝલની કિંમત 92.76 રૂપિયા જ્યારે પેટ્રોલ ની કિંમત 106.03 રૂપિયા નોંધાવી રહ્યા છે. હવે મિત્રો વાત કરીએ તો ગુજરાતમાં ગાંધીનગરમાં એક લીટર પેટ્રોલ ની કિંમત 96.63 નોંધાઈ રહી છે જ્યારે ડીઝલ અત્યારે 92.38 પર નોંધાઈ રહ્યું છે આ સાથે અમદાવાદમાં પેટ્રોલ 96.42 અને ડીઝલ 92.17 જોવા મળી રહ્યું છે. રાજકોટમાં ડીઝલ એની કિંમત 91.95 રૂપિયા છે જ્યારે પેટ્રોલ ની કિંમત 96.19 પ્રતિ લીટર નોંધાઈ રહી છે વડોદરામાં પેટ્રોલની કિંમત 96.54 જોવા મળી રહી છે જ્યારે ડીઝલની કિંમત 92 28 રૂપિયા છે ડાયમંડ સિટી સુરતમાં પેટ્રોલની કિંમત 96.31 રૂપિયા નોંધાઈ રહી છે જ્યારે ડીઝલની કિંમત 92.07 રૂપિયા જોવા મળી રહી છે. સમાચાર