વિશ્વ બજારે ક્રુડ ઓઈલની કિંમતમાં થયો મોટો ઘટાડો, જાણો આજનો પેટ્રોલ-ડીઝલની કિંમત…

વિશ્વ બજારમાં અત્યારે કાચા તેલના ભાવમાં છેલ્લા કેટલાક દિવસોથી ભાવમાં સતતને સતત ઘટાડો થઈ રહ્યો છે જ્યારે આજે પણ ક્રૂડ ઓલ ની કિંમતમાં ઘટાડો જોવા મળ્યો હતો. આજે બેસ્ટ ક્રૂડ ઓઇલ 100 ડોલરની નીચે જોવા મળ્યું હતું ઇન્ટરનેશનલ એજન્સી આઈએ નું માનવું એવું છે કે આવનારા સમયમાં વપરાશ ઘટશે અને તેના કારણે ક્રૂડ ઓઇલ ની કિંમત માં હજી પણ ઘટાડો આવી શકે તેવી શક્યતા છે.

હાલ તમને જણાવી દઈએ તો વિશ્વ બજારમાં ક્રૂડ ઓઇલમાં સતત ઘટાડો થઈ રહ્યો હોવા છતાં સરકારી ઓઇલ કંપનીઓ શુક્રવારના રોજ પેટ્રોલ અને ડીઝલમાં બહુ મોટો ફેરફાર તો જોવા નથી મળ્યો પરંતુ અત્યારે હાલ દિલ્હીમાં પેટ્રોલની કિંમત 96.72 જોવા મળી રહી છે તમને જણાવી દઈએ તો એપ્રિલ મહિના અને પહેલા અઠવાડિયા પછી કિંમતમાં કોઈપણ જાતનો વધારો થયો નથી.

પરંતુ વિશ્વ બજારે ક્રૂડ ઓઇલ ના ભાવ એક સમયે 140 ડોલર સુધી પહોંચી ગયા હતા અને તે હવે આ જ સવારે બેસ્ટ માં બેસ્ટ ક્રુડ ઓઇલ 95.67 ડોલર સુધી પહોંચી ગયું હતું બેસ્ટ ક્રૂડ ઓઇલ ની કિંમત સતત ઘટી રહી છે છતાં દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં હજી ઘટાડો જોવા મળ્યો નથી. ડબલ્યુ ટી આઈ ની કિંમત પ્રમાણે 91.64 ડોલર પ્રતિ બેરલ અત્યારે પહોંચી છે.

તો ચાલો જાણીએ દેશમાં મોટા મહાનગરોમાં પેટ્રોલ અને ડીઝલની શું કિંમત ચાલી રહી છે તે. દિલ્હીમાં હાલ પેટ્રોલની કિંમત 96.72 રૂપિયા જોવા મળી રહી છે અને ડીઝલ 89.5 પ્રતિ લીટર નો ભાવ, મુંબઈમાં પેટ્રોલ ની કિંમત 111.35 અને ડીઝલ 97.24 પ્રતિ લિટર એ વહેંચાઈ રહ્યું છે કોલકાતામાં વાત કરીએ તો પેટ્રોલ ની કિંમત હાલ અત્યારે 106.03 રૂપિયા છે અને ડીઝલ પરથી લીટરનો ભાવ 92.76 નોંધાઈ રહ્યો છે અને સાઉથ ચેન્નઈમાં વાત કરીએ તો પેટ્રોલ અત્યારે 102.63 રૂપિયા જોવા મળી રહ્યું છે અને ડીઝલ 94.24 પ્રતિ લિટરનો ભાવ છે.

જો આ બાજુ ગુજરાતમાં ગાંધીનગરની વાત કરીએ તો ગાંધીનગરમાં એક લીટર પેટ્રોલનો ભાવ અત્યારે 96.63 રૂપિયા અને ડીઝલનો ભાવ 92.38 રૂપિયા પ્રતિ લીટર છે જો આની સરખામણી રાજસ્થાનના કરીએ તો શ્રી ગંગાનગરમાં એક લીટર પેટ્રોલ ની કિંમત અત્યારે 113.49 જ્યારે ડીઝલ ની કિંમત 98.24 પ્રતિ લીટર છે.

અમદાવાદમાં પેટ્રોલ ની કિંમત 96.42 જ્યારે ડીઝલ 92.17 રૂપિયા વહેંચાઈ રહ્યું છે રાજકોટમાં વાત કરીએ તો પેટ્રોલનો રેટ 96.19 જ્યારે ડીઝલનો રેટ 91.95 જોવા મળી રહ્યો છે વડોદરા સીટી ની વાત કરીએ તો પેટ્રોલ અને ડીઝલનો રેટ 96.54 અને 92.28 છે ડાયમંડ સિટી સુરતમાં પેટ્રોલ ની કિંમત 96.31 રૂપિયા જોવા મળી રહ્યો છે જ્યારે ડીઝલ 92.07 રૂપિયા નોંધાવી રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published.