વિશ્વ બજારમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં શું ફેરફાર થયો? જાણો તમારા શહેરના આજના ભાવ…
છેલ્લા કેટલાક સમયથી આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલની કિંમતમાં સતત ઘટાડો થઈ રહ્યો છે ત્યારે શનિવારના રોજ બેસ્ટ ક્રૂડ ઓઇલ 101 ડોલર પર ટ્રેડ થઈ રહ્યું હતું ઇન્ટરનેશનલ એનર્જી એજન્સી આઈ એ નું માનવું છે કે આવનારા સમયમાં ઇંધણના વપરાશ ઘટશે અને તેના કારણે ક્રૂડ ઓઇલ વધુ સસ્તુ બની શકે છે. સીએનજી અને ઈલેક્ટ્રીક બાઈક આવવાથી પેટ્રોલ ડીઝલના વપરાશ ઓછો થવાની શક્યતા છે.
ક્રૂડ ઓઇલમાં સતત ઘટાડો થઈ રહ્યો છે પરંતુ સરકારી ઓઇલ કંપનીઓએ પેટ્રોલ ડીઝલના ભાવમાં કોઈ મોટો વધારો કે ઘટાડો કર્યો નથી. જો હાલ દિલ્હીમાં પેટ્રોલની વાત કરીએ તો 96.72 પેટ્રોલ જોવા મળી રહ્યું છે જ્યારે અમદાવાદમાં પેટ્રોલની કિંમત 96.42 અને ડીઝલ 92.17 રૂપિયા જોવા મળી રહ્યું છે.
તમને જણાવી દઈએ તો 6 એપ્રિલથી પેટ્રોલ ડીઝલની કિંમતમાં કોઈ મોટો વધારો કે ઘટાડો જોવા મળ્યો નથી પરંતુ વિશ્વ બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં ખૂબ જ ઘટાડો જોવા મળ્યો છે તમને જણાવી દઈએ તો 140 ડોલર પર ટ્રેડ થઈ રહેલું બેસ્ટ ક્રુઈડ ઓઇલ હાલ અત્યારે 100 ડોલરની નજીક પહોંચી ગયું છે.
દેશનો મુખ્ય શહેરોમાં પેટ્રોલ ડીઝલની વાત કરે તો દિલ્હીમાં પેટ્રોલ ડીઝલ ની કિંમત 96.72 અને 89.62 રૂપિયા જોવા મળી રહ્યું છે મુંબઈમાં પેટ્રોલ ની કિંમત 111.5 જ્યારે ડીઝલ 97.28 રૂપિયા ચેન્નઈમાં પેટ્રોલ 102.63 જ્યારે ડીઝલ 94.24 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે કોલકાતામાં પેટ્રોલ ની કિંમત અત્યારે 106 રૂપિયા જ્યારે ડીઝલ 92.76 જોવા મળી રહ્યું છે.
ગુજરાતમાં ગાંધીનગર એક લીટર પેટ્રોલ ની કિંમત 96.23 જોવા મળી રહ્યું છે અને ડીઝલની કિંમત 92.68 રૂપિયા જોવાની સરખામણી આપણે રાજસ્થાન શ્રી ગંગાનગર સાથે કરીએ તો પેટ્રોલ ડીઝલ ની કિંમત 111.49 અને 98.24 જોવામળી રહ્યા છે. રાજકોટમાં પેટ્રોલની કિંમત 96.19 જ્યારે ડીઝલની કિંમત 91.95 જોવા મળી રહ્યા છે.
અમદાવાદમાં 96.42 પેટ્રોલ ની કિંમત અને 92.17 ડીઝલ રેટ સુરતમાં વાત કરીએ તો 96.31 પેટ્રોલ અને 91.95 ડીઝલ નો ભાવ જોવા મળી રહ્યો છે. વડોદરા શહેરની વાત કરે તો વડોદરામાં પેટ્રોલ 96.54 વહેંચાઈ રહ્યું છે જ્યારે ડીઝલ 92.28 રૂપિયા જોવા મળી રહ્યું છે.