પેટ્રોલ-ડીઝલથી લોકોને મોંઘવારી નડી રહી છે, પરંતુ સરકારી કંપનીને આટલા હજાર કરોડનો નફો થઇ રહ્યો છે, આંકડો ખુબજ મોટો

મંગળવારના રોજ આવેલા દેશની સૌથી મોટી ઓઈલ કંપની ઈન્ડિયન ઓઈલના નાણાકીય પરિણામો એવું દર્શાવી રહ્યા છે કે કંપનીએ હવે નફાના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. એવું પણ કહેવામાં આવી રહ્યું હતું કે ઓઇલ કંપનીઓ જાન્યુઆરીથી માર્ચ દરમિયાન પ્રતિ લિટર રૂ. ૯ સુધીનું નુકસાન પણ કરી રહી છે ત્યારે ઇન્ડિયન ઓઇલે એ જ ત્રિમાસિક ગાળામાં રૂ. ૬,૦૨૧.૮૮ કરોડનો નફો કરી લીધો હતો. કંપની દેશના પેટ્રોલિયમ માર્કેટનો અડધા જેટલો હિસ્સો ધરાવી રહી છે.

ઈન્ડિયન ઓઈલ દેશની સૌથી મોટી ઓઈલ કંપની માનવામાં આવે છે. નાણાકીય પરિણામો અનુસાર, વર્ષ ૨૦૨૦-૨૧માં કંપનીની એકીકૃત આવક રૂ. ૭.૩૬ લાખ કરોડ જેટલી હતી. આ સમાન નાણાકીય વર્ષમાં કોઈપણ કંપનીની કમાણી કરતાં તો વધુ જ છે, કંપનીના ડિરેક્ટર-ફાઇનાન્સ સંદીપ ગુપ્તાએ એવું જણાવ્યું હતું. કંપનીએ આ સમયગાળા દરમિયાન રૂ. ૨૪,૧૮૪.૧૦ કરોડનો ચોખ્ખો નફો કરી લીધો છે, જે આજ સુધીનો રેકોર્ડ બની ગયો છે.

ઇન્ડિયન ઓઇલે ગત નાણાકીય વર્ષ દરમિયાન નિકાસ સહિત ૮૬૪.૦૭ લાખ ટન ઉત્પાદનનું વેચાણ કરી નાખ્યું હતું. ૧ જાન્યુઆરીથી ૨૧ માર્ચ સુધી પેટ્રોલ અને ડીઝલના ભાવ સ્થિર જ રહ્યા હતા. માર્ચના છેલ્લા ૧૦ દિવસમાં નવ દિવસ સુધી ભાવમાં ખુબ જ વધારો જોવા મળ્યો હતો. કેન્દ્ર સરકાર વર્ષ ૨૦૧૨-૧૩થી નવી શ્રેણીમાંથી જથ્થાબંધ ભાવ સૂચકાંક ડેટાને જાહેર કરી રહી છે.

૧૫.૦૮% દસ વર્ષમાં સૌથી વધુ આંકડો જોવા મળ્યો છે. ડબલ્યુપીઆઈ આધારિત ડબલ્યુપીઆઈ ફુગાવો એપ્રિલ ૨૦૨૧ થી ૧૦% થી ઉપર જ રહ્યો છે. તે જ સમયે, ખાદ્યપદાર્થો, પેટ્રોલ-ડીઝલ અને અન્ય ચીજવસ્તુઓના ભાવમાં વધારાને લીધે એપ્રિલમાં જથ્થાબંધ મોંઘવારી દર ૧૫.૦૮%ના રેકોર્ડ સ્તરે પહોંચી ગયેલો હતો. તે ગયા મહિને ૧૪.૫૫% અને એક વર્ષ પહેલા એટલે કે એપ્રિલ ૨૦૨૧માં ૧૦.૭૪% જેટલો હતો.

બેંક ઓફ બરોડાના ચીફ ઈકોનોમિસ્ટ મદન સબનવીસના જણાવ્યા મુજબ ડબલ્યુપીઆઈમાં ઉત્પાદિત ઉત્પાદનોનું વેઇટેજ ૬૪.૨૩% જેટલું છે, જ્યારે કન્ઝ્યુમર પ્રાઇસ ઈન્ડેક્સ એટલે કે રિટેલમાં ઓછું વેઇટેજ હોય છે. જો ખાદ્ય ચીજવસ્તુઓ જથ્થાબંધ મોંઘી હોય, તો સીપીઆઈ પર ઓછી અસર પડતી હોય છે. સેવાઓ ડબલ્યુપીઆઈ માં સમાવેશ નથી થતો. સીપીઆઈમાં આરોગ્ય, શિક્ષણ અને પરિવહનનો પણ સમાવેશ થતો હોય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *