સરકારે પેટ્રોલ-ડીઝલના નિકાસ પર વધારાના ટેક્સમાં ઘટાડો કર્યા બાદ જાણો પેટ્રોલ-ડીઝલના ભાવમાં શું ફેરફાર… Gujarat Trend Team, July 21, 2022 વિશ્વ બજારમાં ક્રૂડ ઓલ ની કિંમતમાં અત્યારે વધઘટ જોવા મળતી હોય છે ત્યારે આજના રોજ પેટ્રોલ ડીઝલના ભાવમાં શું ફેરફાર થયો તે જાણીએ…. તમને જણાવી દઈએ તો બુધવારે સરકારે પેટ્રોલ અને ડીઝલના નિકાસ પર વધારાના ટેક્સ લાગતો તેમાં ઘટાડો કર્યો છે અને તેના કારણે હાલ સ્થાનિક બજારમાં તેલની કિંમતમાં ઘટાડો આવી શકે તેવી અટકણો લગાવાઇ રહી છે… તમને જણાવી દે તો ક્રૂડ ઓઇલ ના ભાવમાં હાલ વિશ્વ બજારમાં અત્યારે વધારો થયો છે ત્યારે સરકારી કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના છૂટક ભાવમાં કોઈ મોટો ફેરફાર કર્યો નથી સરકારે પેટ્રોલ ડીઝલના વધારાના ટેક્સમાં ઘટાડો કર્યો છે પરંતુ દેશમાં જુના ભાવે છે ઇંધણ હાલ અત્યારે વહેંચાઈ રહ્યું છે. સરકારી કંપનીઓએ એપ્રિલ મહિના સ્ટાર્ટિંગથી જ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કર્યો નથી જો આજે વિશ્વ બજારમાં બેસ્ટ ક્રૂડ ઓલ ની કિંમત બેરલ દીઠ વાત કરવામાં આવે તો 106.6 ડોલર છે જ્યારે ડબલ્યુ ટી આઈ બેરલ દીઠ 102.03 ડોલર પર વહેંચાઈ રહ્યું છે. દેશના મુખ્ય ચાર મહાનગરોના પેટ્રોલ ડીઝલ ની વાત કરીએ તો દિલ્હીમાં પેટ્રોલ ની કિંમત ₹96.72 છે જ્યારે ડીઝલ ની કિંમત 89.62 જોવા મળે છે, મુંબઈમાં પેટ્રોલની કિંમત 102.5 જ્યારે ડીઝલનો ભાવ 94.28 જોવા મળી રહ્યો છે ચેન્નઈમાં પેટ્રોલનો રેટ 102.63 અને ડીઝલ 94.24 મળી રહ્યું છે કોલકત્તા માં 106 રૂપિયા એ પેટ્રોલ વેચાઈ રહ્યું છે જ્યારે ડીઝલ 92.76 જોવા મળી રહ્યું છે. ગુજરાતના મુખ્ય શહેરોમાં પેટ્રોલ ડીઝલના ભાવની નોંધ લઈએ તો સૌપ્રથમ અમદાવાદમાં પેટ્રોલ અને ડીઝલ ની કિંમત આ પ્રમાણે છે 96.42 અને 92.17, રાજકોટમાં પેટ્રોલની કિંમત 96.19 જ્યારે ડીઝલ ની કિંમત 91.95 રૂપિયા જોવા મળી રહ્યું છે સુરત સિટીમાં 96.31 પેટ્રોલ ની કિંમત જ્યારે 92.07 ડીઝલની કિંમત નોંધાઈ રહી છે વડોદરામાં 96.54 પેટ્રોલ અને 92.28 ડીઝલ નો ભાવ જોવા મળી રહ્યો છે. સમાચાર