સમાચાર

જાણો પેટ્રોલ અને ડીઝલના ભાવમાં શું ફેરફાર થયો, જાણો તમારા શહેરના ઇંધણના ભાવ શું છે?

આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલમાં થોડી નરમાશ જોવા મળી છે અને તે ૧૨૪ ડોલર પ્રતિ બેરલના સ્તરથી ઘટી અને ૧૧૫ ડોલરના સ્તરે પહોંચી ગયો છે. જોકે, સ્થાનિક બજારમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ પર તેની કોઈ અસર જોવા મળી નથી. ઓઈલ માર્કેટિંગ કંપનીઓ દ્વારા આજે પેટ્રોલ અને ડીઝલના ભાવ બહાર પાડવામાં આવ્યા છે. આજે પણ કિંમતમાં કોઈપણ પ્રકારનો ફેરફાર જોવા મળ્યો નથી. દિલ્હીમાં આજે પેટ્રોલ ૯૬.૭૨ રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ ૮૯.૬૨ રૂપિયા પ્રતિ લીટરના ભાવે વેચાઈ છે. આજે મુંબઈમાં એક લિટર પેટ્રોલની કિંમત ૧૧૧.૩૫ રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલની કિંમત ૯૭.૨૮ રૂપિયા પ્રતિ લીટર છે.

તાજેતરમાં જ તેલ ઉત્પાદક રાષ્ટ્ર દ્વારા ઉત્પાદનમાં વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં OPEC+ દેશો દ્વારા મળી અને દૈનિક ધોરણે ૬.૪૮ લાખ બેરલ તેલનું ઉત્પાદન કરવામાં આવશે. ક્રેડિટ કોમોડિટીના અજય કેડિયાએ એવું જણાવ્યું હતું કે વૈશ્વિક બજારમાં માંગ ઘણી વધી ગઈ છે જ્યારે ઉત્પાદન તે મુજબ વધેલું નથી. આવી સ્થિતિમાં આંતરરાષ્ટ્રીય બજારમાં તેલની કિંમતમાં વધારો થવાનું ચાલુ જ રહેશે. હાલ સ્થાનિક બજારમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં ઘટાડો થવાની કોઈ શક્યતા રહેલી નથી.

યુક્રેન પરના હુમલાને લીધે યુરોપિયન યુનિયન દ્વારા રશિયન તેલની આયાત પર છઠ્ઠા તબક્કામાં પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. તેનાથી રશિયાથી આયાત થતા ૭૫ ટકા તેલ પર અસર પડશે. તે આ વર્ષના અંત સુધીમાં ૯૦ ટકા જેટલા રશિયન તેલની આયાત પર પ્રતિબંધ મૂકવાની યોજના ધરાવી રહ્યું છે. આવી સ્થિતિમાં હવે આગામી સમયમાં તેલની અછત ચાલુ જ રહેશે જેની અસર કિંમત પર પણ દેખાશે.

ભારત દેશ તેની તેલની જરૂરિયાતના ૨૭ ટકા જેટલું ઇરાકમાંથી, ૧૭ ટકા જેટલું સાઉદી અરેબિયામાંથી અને ૧૩ ટકા જેટલું યુએઈમાંથી આયાત કરે છે. પીપીએસીના રિપોર્ટ મુજબ ભારતે નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨માં એપ્રિલથી જાન્યુઆરી વચ્ચેના દસ મહિનામાં ૯૪.૩ બિલિયન ડોલરના તેલની આયાત કરેલી હતી. જાન્યુઆરી ૨૦૨૨માં તેલની આયાતનું બિલ ૧૧.૬ બિલિયન ડોલર જેટલું હતું, જે એક વર્ષ પહેલા જાન્યુઆરી ૨૦૨૧માં માત્ર ૭.૭ બિલિયન ડોલર જેટલું હતું.

આ રીતે વાર્ષિક ધોરણે બિલમાં ૫૦.૬૪ ટકાનો ઉછાળો નોંધાઈ ગયો હતો. રિપોર્ટ મુજબ, નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨માં ભારતનું તેલ આયાત બિલ ૧૧૫ અબજ ડોલર સુધી પહોંચી શકે તેમ છે. જાણો દેશના કુલ ચાર મહાનગરોમાં પેટ્રોલ ડીઝલની કિંમત શું છે ? દિલ્હીમાં પેટ્રોલનો ભાવ રૂ. ૯૬.૭૨ પ્રતિ લીટર અને ડીઝલનો ભાવ રૂ. ૮૯.૬૨ પ્રતિ લીટર છે. મુંબઈમાં પેટ્રોલનો ભાવ રૂ. ૧૧૧.૩૫ પ્રતિ લીટર અને ડીઝલનો ભાવ રૂ. ૯૭.૨૮ પ્રતિ લીટર છે. ચેન્નાઈમાં પેટ્રોલનો ભાવ રૂ. ૧૦૨.૬૩ પ્રતિ લીટર અને ડીઝલનો ભાવ રૂ. ૯૪.૨૪ પ્રતિ લીટર છે.

જ્યારે કોલકાતામાં પેટ્રોલનો ભાવ રૂ. ૧૦૬.૦૩ પ્રતિ લીટર અને ડીઝલનો ભાવ રૂ. ૯૨.૭૬ પ્રતિ લીટર છે. ગુજરાતમાં ગાંધીનગર શહેરમાં એક લીટર પેટ્રોલ રૂ. ૯૬.૬૩ પ્રતિ લીટર વેચવામાં આવી રહ્યું છે જયારે ડીઝલની કિંમત રૂ. ૯૨.૩૮ પ્રતિ લીટર છે. રાજસ્થાન શ્રીગંગાનગરમાં એક લીટર પેટ્રોલની કિંમત રૂ.૧૧૩.૪૯ પ્રતિ લીટર છે જયારે ડીઝલની કિંમત રૂ.૯૮.૨૪ પ્રતિ લીટર છે.

જાણો ગુજરાત રાજ્યના ચાર મહાનગરોના પેટ્રોલ અને ડીઝલના ભાવ અમદાવાદમાં પેટ્રોલનો રૂ. ભાવ ૯૬.૪૨ પ્રતિ લીટર અને ડીઝલનો ભાવ રૂ. ૯૨.૧૭ પ્રતિ લીટર છે. રાજકોટમાં પેટ્રોલનો ભાવ રૂ. ૯૬.૧૯ પ્રતિ લીટર અને ડીઝલનો ભાવ રૂ. ૯૧.૯૫ પ્રતિ લીટર છે. સુરતમાં પેટ્રોલનો ભાવ રૂ. ૯૬.૩૧ પ્રતિ લીટર અને ડીઝલનો ભાવ રૂ. ૯૨.૦૭ પ્રતિ લીટર છે. જ્યારે વડોદરામાં પેટ્રોલનો ભાવ રૂ. ૯૬.૫૪ પ્રતિ લીટર અને ડીઝલનો ભાવ રૂ. ૯૨.૨૮ પ્રતિ લીટર છે.

તમારા શહેરના અને દેશના અન્ય શહેરોના પણ પેટ્રોલ અને ડીઝલના ભાવ આ રીતે ચેક કરો :
પેટ્રોલ-ડીઝલના છૂટક ભાવમાં દરરોજ સુધારો કરવામાં આવતો હોય છે અને તે પછી નવા ભાવ સવારે ૬ વાગ્યે બહાર પડતા હોય આવે છે. તમે તમારા ઘરે બેઠા બેઠા જ એસએમએસ દ્વારા જ તમારા નજીકના પેટ્રોલ પંપ પર પેટ્રોલ અને ડીઝલની કિંમતની જાણકારી લઇ શકો છો. ઇન્ડિયન ઓઇલના ગ્રાહકો આરએસપી સાથે સિટી કોડ એન્ટર કરી અને તેમના મોબાઇલ પરથી ૯૨૨૪૯૯૨૨૪૯ પર સંદેશ મોકલવાનો રહેશે.

તમને ઇન્ડિયન ઓઇલની વેબસાઇટ પર સિટી કોડ જોવા મળી જશે. મેસેજ મોકલ્યા પછી તમને પેટ્રોલ અને ડીઝલની જે-તે સમયની નવી કિંમત મોકલવામાં આવશે. આવી જ રીતે બીપીસીએલના ગ્રાહકો તેમના મોબાઇલ પરથી આરએસપી લખીને ૯૨૨૩૧૧૨૨૨૨ પર એસએમએસ મોકલી શકે છે. એચપીસીએલના ગ્રાહકો એચપીપ્રાઈઝ અને ૯૨૨૨૨૦૧૧૨૨ આ નંબર લખી અને એસએમએસ મોકલી શકે છે.

Leave a Reply

Your email address will not be published.