પેટ્રોલ-ડીઝલની કિંમતમાં શું ફેરફાર થયો? જાણો તમારા શહેરના પેટ્રોલ-ડીઝલના ભાવ…

આજે ફરી એક વખત આંતરરાષ્ટ્રીય બજારમાં પેટ્રોલ ડીઝલના ભાવમાં વધઘટ જોવા મળી રહી છે એમ આંતરરાષ્ટ્રીય બજારમાં અત્યારે 111 ડોલર ના સ્તર પર છે આ દરમિયાન સચિવ તરુણ બજાજે સ્પષ્ટ રીતે કહી દીધું છે કે જ્યાં સુધી ક્રૂડ ઓઇલની કિંમત વર્તમાન સ્તરથી 40 ડોલર પ્રતિ બેરલ સુધી ઘટે નહીં ત્યાં સુધી વિન્ડફોલ ટેક્સ પાછો ખેંચવામાં આવશે નહીં.

આનો સીધો સાદો મતલબ એ થાય છે કે સરકાર અત્યારે ક્રૂડલ ની કિંમત 70 ડોલર સુધી આવે તેની રાહ જોઈ રહી છે અને ત્યારબાદ ટેક્સ પાછો ખેંચી લેવાનું વિચારી શકે છે તમને જણાવી દઈએ કે ક્રૂડ ઓઇલ ના ભાવમાં સરકાર પહેલી જુલાઈથી પેટ્રોલ ડીઝલ અને એર ટર્બાઇન ઇંધણમાં ભાવ વધારો એટલે કે એક્સપોર્ટ ડ્યુટી ની જાહેરાત કરી હતી.

તમામ પેટ્રોલમાં છ રૂપિયા ડીઝલમાં 13 રુપિયા અને એર ટર્બાઇન ઇંધણમાં છ રૂપિયા પ્રતિ લીટર એક્સપોર્ટ ડ્યુટી જાહેર કરાવી હતી સરકાર ઘરેલુ પુરવઠા વધારવા માંગે છે ત્યારે તેની સાથે તિજોરીમાં પૈસા પણ આવશે. નિષ્ણાતોનું કહેવું એમ છે કે પેટ્રોલ ડીઝલમાં એક્સપર્ટ ડ્યુટીમાં જે ઘટાડો કરવામાં આવ્યો હતો તેનું સરકારને રેવન્યુ માં ઘણું નુકસાન થઈ રહ્યું હતું જેમાંથી લગભગ 82 થી 85 ટકા વસૂલવામાં આવશે.

દેશના મુખ્ય ચાર શહેરો ની વાત કરીએ તો દિલ્હીમાં હાલ પેટ્રોલના ભાવ 96.72 પ્રતિ લિટર અને ડીઝલ 90.62 રૂપિયા જોવા મળી રહ્યો છે ચેન્નાઈમાં પેટ્રોલ ની કિંમત 102.63 જ્યારે ડીઝલ 94.24 પ્રતિ લીટર વહેંચાઈ રહ્યું છે મુંબઈમાં 111.5 પેટ્રોલ અને 97.28 ડીઝલ નો ભાવ જોવા મળી રહ્યો છે કોલકત્તા ની વાત કરીએ તો પેટ્રોલ 106.23 રૂપિયા અને ડીઝલ 92.76 નો ભાવ જોવા મળી રહ્યો છે.

હવે જો ગુજરાતના શહેરોની વાત કરીએ તો અમદાવાદમાં પેટ્રોલનો ભાવ 96.42 જોવા મળી રહ્યો છે જ્યારે ડીઝલ ની કિંમત 92.17 રૂપિયા જોવા મળી રહ્યો છે રાજકોટમાં 96.19 પેટ્રોલ અને 91.95 ડીઝલ ની કિંમત વડોદરામાં 96.24 પેટ્રોલ અને 92.28 ડીઝલ ની કિંમત સુરતની વાત કરીએ તો સુરતમાં પેટ્રોલનો કિંમત 96.31 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 92.07 જોવા મળી રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published.