સમાચાર

વિશ્વ બજારમાં ફ્રુડ ઓઈલના ભાવ ઘટ્યા, જાણો પેટ્રોલ-ડીઝલના ભાવમાં શું ફેરફાર થયો તે…

આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રુડ ઓઈલનો ભાવ સતત અને સતત ઘટી રહ્યો છે થોડા દિવસો પહેલા ક્રૂડ ઓઈલનો ભાવ 119 ડોલર હતો અત્યારે તેનો ભાવ 112 ડોલર પર પહોંચ્યો છે તે દરમિયાન દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવ માં શું ફેરફાર થયો તે જાણીએ.

મીડિયા રિપોર્ટ અનુસાર અત્યારે ખાનગી ઓલ કંપની યુનિવર્સલ સર્વિસ ઓબ્લિગેશનને યોગ્ય રીતે સ્વીકારી નથી સરકારની સૂચના આપવા છતાં ખાનગી કંપની હો હજી પણ આનાકાની કરી રહી છે અહેવાલ મુજબ રિલાયન્સ અને નાયરા જેવી કંપની પેટ્રોલ પંપ રિટેલસ પેટ્રોલ પંપ ઓપરેટર અને પંપ ખોલવા માટે કહ્યું હતું પરંતુ કંપનીઓએ જાણીજોઈને ઓછામાં ઓછું પેટ્રોલ અને ડીઝલ વેચવામાં આવ્યા હતા.

તો ચાલો જાણીએ દેશના ચાર મહાનગરોમાં પેટ્રોલ-ડીઝલની કિંમત છે તે સૌથી પહેલાં મુંબઈની વાત કરીએ તો મુંબઈમાં 111.35 પેટ્રોલ અને ડિઝલ 97.28 રુપિયા છે, દિલ્લીમા પેટ્રોલ 96.72 જ્યરે ડિઝલ 89.32 રુપિયા જોવા મળી રહ્યુ છે, ચેન્નઈમાં પેટ્રોલનો ભાવ 102 રૂપિયા જ્યારે ડીઝલ 94.3, કોલકાતા માં પેટ્રોલનો ભાવ ૧૦૦ રુપિયા જ્યારે ડીઝલનો ભાવ 92.7 રુપિયા જોવ મળી રહ્યું છે.

ગુજરાતમાં વાત કરીએ તો ગાંધીનગરમાં એક લિટર પેટ્રોલની 96 રૂપિયા કિંમત છે જ્યારે ડીઝલ 92 રૂપિયા પ્રતિ લીટર વેચાય રહ્યું છે, રાજસ્થાન શ્રી ગંગાપુર પેટ્રોલનો ભાવ 113 રૂપિયા છે જ્યારે ડીઝલ ની કિંમત 98 રૂપિયા સ્થળે પહોંચી ગઇ છે. બેંગ્લોરમાં પેટ્રોલના ભાવ 101.94 રૂપિયા અને ડીઝલના ભાવ 87.89 રૂપિયા, જયપુરમાં પેટ્રોલ 108.48 રૂપિયા અને ડીઝલ 93.72 રૂપિયા.

પેટ્રોલ: ગાંધીનગરઃ 96.63 રુપિયા પ્રતિ લિટર અમદાવાદઃ 96.42 રુપિયા પ્રતિ લિટર રાજકોટઃ 96.19 રુપિયા પ્રતિ લિટર સુરતઃ 96.31 રુપિયા પ્રતિ લિટર વડોદરાઃ 96.54 રુપિયા પ્રતિ લિટર ડીઝલ: ગાંધીનગરઃ 92.38 રુપિયા પ્રતિ લિટર અમદાવાદઃ 92.17 રુપિયા પ્રતિ લિટર રાજકોટઃ 91.95 રુપિયા પ્રતિ લિટર સુરતઃ 92.07 રુપિયા પ્રતિ લિટર વડોદરાઃ 92.28 રુપિયા પ્રતિ લિટર

Leave a Reply

Your email address will not be published.