સમાચાર

પિતા અને પુત્રી વચ્ચેના સંબંધો અભળાયા ઘોર કળિયુગ સમાન કિસ્સો

પિતા માટે તો તેની દીકરી વ્હાલનો દરિયો ગણાય છે પરંતુ અહીં વાત છે એક સાવકા પિતાની અને એક યુવાન દીકરીની આ ઘટના છે કર્ણાટકના બેંગાલુરુની જેમાં જ્યાં પ્રેમમાં અડખીલીરૂપ માતાની હત્યા કરી દેવાઈ આ ઘટનામાં સાવકા પિતાની તેની યુવાન દીકરી યુવીકા પર આંખ મળી ગઈ હતી અને તેના પ્રેમમાં વચ્ચે આવી રહેલી માતાને ખતમ કરી દેવાઇ સાવકો બાપ અને તેની યુવાન દીકરી લગ્ન કરી અને સાથે રહીને લક્ઝુરિયસ લાઈફ જીવી શકે તે માટે માતાને ખતમ કરી નાખવામાં આવી.

સાવકા બાપ અને યુવાન દીકરીના પ્રેમની અને માતાની હત્યાની આ ઘટનાએ સમગ્ર દેશમાં ચકચાર મચાવી છે આ કિસ્સો ઘોર કળિયુગમાં શરમાવે તેવો કિસ્સો છે આ વાત છે એક હાઇપ્રોફાઈલ પરિવારની જ્યાં 27 ડિસેમ્બરે અર્ચના રેડ્ડી નામની એક મહિલાની ઘાતકીપૂર્વક હત્યા કરી દેવાઈ તો આ ઘટનાનો મુખ્ય સૂત્રધાર નવીન નામનો એક જીમ ટ્રેનર છે જેને અર્ચના રેડ્ડી સાથે બીજા લગ્ન હતા આ દરમિયાન નવીનની આંખ તેની સાવકી દીકરી યુવિકા સાથે મળી ગઈ.

સાવકા બાપની દીકરી પર નજર પડી અને તેણે યુવતીને ફસાવી જે બાદ બંને વચ્ચે લગ્નની વાત થઇ અને તેઓ બંને લકઝુરિયસ લાઇફ જીવી શકે તે માટે તેણે પોતાના પ્રેમમાં આડખીલીરૂપ પર તેની માતા અર્ચનાને ખતમ કરવાનો પ્લાન ઘડી કાઢ્યો આ પ્લાનને પાર પાડવામાં આવ્યો 27 મી ડિસેમ્બરે રાત્રે જ્યાં અર્ચનાને કેટલાક લોકો કારમાં ખેંચી ગયા અને તીક્ષ્ણ હથિયારથી અર્ચનાનું કાસળ કાઢી નાખ્યું.

આ વાતની જાણ જ્યારે બેંગલુરુ પોલીસ થઇ ત્યારે પોલીસે ઉંડાણપૂર્વક તપાસ હાથ ધરી જેમાં સામે આવ્યું કે ૨૫ હજારનો પગારદાર જિમ ટ્રેનર નવીન આ ઘટનાનો મુખ્ય સૂત્રધાર છે અને તેને સાથ આપનાર છે મૃતક અર્ચના રેડ્ડીની દીકરી યુવીકા જેથી પોલીસે આ સમગ્ર મામલેમાં જીમ ટ્રેનર નવીન અને યુવીકા સહિત કુલ સાત લોકોની ધરપકડ કરી છે મૃતક અર્ચના રેડી ના નવીન સાથે બીજા લગ્ન હતા અને તે જીમમાં ટ્રેનિંગ આપવાનું કામ કરતો હતો પરંતુ લોકડાઉન દરમિયાન નવીનનું જીમ બંધ થઇ જતાં તે આર્થિક સંકડામણમાં હતો.

જેથી તેણે તેની સાવકી દીકરી જેવી યુવીકા સાથે લક્ઝુરિયસ લાઈફ જીવવા માટે યુવીકાની માનો અર્ચનાનો કાંટો કાઢી નાખવાનું નક્કી કર્યું જોકે અર્ચના રેડ્ડીને નવીન અને યુવીકાના સંબંધોની જાણ થઇ ગઇ હતી ત્યારબાદ અર્ચનાએ ભાડૂતી ગુંડાઓ મોકલી અને નવીન ધમકી આપી હતી આ સમયે નવીને સ્પષ્ટ જણાવી દીધું હતું કે તે યુવીકા સાથે લગ્ન કરવા માંગે છે જેથી અર્ચનાએ નવીન સામે દહેજનો કેસ કરી અને તેને ફસાવી દીધો હતો અને નવીને અર્ચનાને છૂટાછેડા આપવાની વાત કરી હતી.

જેથી પૈસા માટે નવીન અને યુવીકાએ અર્ચના રેડીને ખતમ કરી નાખવાનો પ્લાન કર્યો અને 27 ડિસેમ્બરે પ્લાનને અમલમાં મૂકીને હત્યાને અંજામ આપ્યો પરંતુ ત્યારબાદ પોલીસે સાત લોકોની ધરપકડ કરી છે અને આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ પોલીસે પ્રાપ્ત કરી લીધા છે અને હવે આરોપીઓની કડક પૂછપરછ કરવામાં આવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *