પિતા-પુત્રી મોપેડ પર જઈ રહ્યા હતા જ્યા સુરત હાઈવે પર વળાંક લેતા પિતા-પુત્રી પર ટ્રક ફરી વળ્યો
આ ઘટના સુરત જીલ્લાના વાલોડ તાલુકાની છે. તેમાં એક પિતા અને પુત્રી મોપેડ પર સવાર થઇને જઇ રહ્યા હતા જ્યાં પેટ્રોલ પમ્પએ પેટ્રોલ પુરાવા બહાને તેઓએ હાઇવે ઉપર ટર્ન લીધો હતો. જ્યાં અચાનક જ પૂરજોશમાં આવેલી ટ્રક મોપેડમાં ઘુસી ગઈ હતી જેના કારણે પિતા બાજુમાં પડ્યા હતા અને પુત્રી ટ્રક નીચે કચડાઇ ગઇ હતી. બંને જણા ખૂબ જ ગંભીર રીતે ઘાયલ થયા હતા આથી તેઓને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા પરંતુ સારવાર દરમિયાન પુત્રીનું મોત નીપજ્યું હતું.
એકસીડન્ટ 31 જૂને થયો હતો. જેના સીટીટીવી હવે સામે આવ્યા છે. ધમોદલાની યુવતી ઉમરપરામાં પ્રોફેસર હતી અકસ્માતમાં મૃત્યુ પામનાર યુવતી સ્નેહલતા ચૌધરી વાલોડ તાલુકાના ધામોદલા ગામમાં નિશાળ ફળિયામાં રહેતી હતી. ઉમરપાડામાં પ્રોફેસર તરીકે ફરજ બજાવતી હતી. અકસ્માત સમયે પુત્રી તેના પિતા ગુરુજીભા સાથે કામ અર્થે જઈ રહી હતી. સુરતના વાસકુઇ પેટ્રોલ પંપ પાસે પાછળથી આવતી ટ્રક મોપેડ સાથે અથડાતાં સ્નેહલતાનું મોત થયું હતું.
પોલીસે ટ્રક ચાલક સામે ફરિયાદ નોંધી છે. પેટ્રોલ ભરવાનો વારો મોતના ટર્નિંગ પોઈન્ટમાં ફેરવાઈ ગયો 13 જૂને થયેલા અકસ્માતના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. જેમાં જોઈ શકાય છે કે લગભગ 10 ફૂટ દૂરથી આવી રહેલા એક ટ્રકે પિતા પુત્રીને ટક્કર મારી હતી. જ્યારે પ્રોફેસરની પુત્રી ટ્રકની નીચે 25 ફૂટ નીચે આવી ગઈ હતી. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર વાલોડ તાલુકાના ધામોડાળા ગામના ગુરજીભાઈ અને પુત્રી સ્નેહલતા તેમનું મોપેડ (GJ-26-AD-0423) લઈને જઈ રહ્યા હતા.
વાસકુઈ ગામમાં પેટ્રોલ પંપ પર પેટ્રોલ ભરવા માટે વળાંક લેતી વખતે સામેથી આવતી ટ્રક (GJ-03-CL-8341)ના ચાલકે મોપેડને ટક્કર મારતાં અકસ્માત સર્જાયો પિતા સાઈડમાં પટકાયા અને પુત્રી ટ્રક નીચે આવી ગઈ ટ્રક ચાલક ટ્રક મુકીને નાસી ગયો હતો.અકસ્માતમાં પિતા-પુત્રીને ગંભીર ઇજાઓ થતાં પુત્રીનું સારવાર દરમિયાન મોત થયું હતું, જ્યારે પિતા ગુરજીભાઇને ગંભીર ઇજાઓ સાથે સરદાર સ્મારક હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.
ટ્રક ચાલક ટ્રક પાછળ છોડી નાસી ગયો હતો. ટ્રક ચાલક સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. પિતા ગંભીર રીતે ઘાયલ થયા હતા ગામમાં ભારે શોકનું કારણ બનેલા સ્નેહલતાબેન ચૌધરી ઉમરપરામાં પ્રોફેસર તરીકે ફરજ બજાવે છે અને પીએચડી કરતા હતા. અકસ્માતમાં અકાળે મોતને પગલે ગામમાં શોકનો માહોલ છે. ચૌધરી સમાજે એક હોનહાર છોકરી ગુમાવી છે.