10-10 દિવસથી સ્કૂલે ન જવા પર પિતાએ દીકરીને ઠપકો આપ્યો હતો દીકરીએ રૂમનો દરવાજો બંધ કરીને ઝેર પી લીધું, તબિયત બગડતા સારવાર માટે હોસ્પિટલ લઈ જવાય છતાં પણ બચી ન શકી…

અત્યારના સમયમાં નાના બાળકો ખૂબ જ સનસીટીવ હોય છે તેમને નાની નાની બાબતોમાં ખોટું લાગી જતું હોય છે અને ગુસ્સામાં આવીને બાળકો કંઈ પણ કરી નાખતા હોય છે જ્યાં આવું જ એક ઉદાહરણ બનેલી ઘટના અત્યારે સામે આવી છે જ્યાં રાજસ્થાનના પ્રતાપગઢ વિસ્તારમાં પિતાએ ભણતર બાબતે થોડોક જ ઠપકો આપ્યો ત્યાં દીકરીએ ઝેર પીને આપઘાત કરી લેવાની ઘટના બની હતી.

પિતાએ પોતાની દીકરીને શાળાએ જવા બાબતે ગુસ્સે થઈ રહ્યા હતા અને થોડો ઠપકો પણ આપ્યો હતો જેને લઇને 17 વર્ષીય દીકરી રમીલાએ રૂમમાં જઈને ઝેર ગટગટાવ્યું હતું, પરિવારને આની જાણ થતા ની સાથે જ તાત્કાલિક ધોરણે નજીકની આરોગ્ય કેન્દ્રમાં લઈ ગયા હતા જ્યાં મહિલા ની હાલત વધારે નાજુક જણાતા ડોક્ટર તેણે તાત્કાલિક ધોરણે મોટી હોસ્પિટલ લઈ જવાનું જણાવ્યું હતું.

પરિવારજનો એમ જિલ્લા હોસ્પિટલમાં રેફર કરી અને સારવાર ચાલુ કરવી પરંતુ ડોક્ટરો પણ મહિલાને બચાવી ન શક્યા અને મહિલાનું મૃત્યુ થયું હતું 17 વર્ષીય રમીલા જે પોતે નવમા ધોરણમાં ભણી રહી હતી અને છેલ્લા દસ દિવસથી સ્કૂલે જતી ન હતી જેના કારણે મંગળવાર ની સાંજના સમયગાળા દરમિયાન પિતા માવલાએ શાળાએ ન જવાને કારણે ઠપકો આપ્યો હતો જેમાં ગુસ્સે થઈને રમીલાએ રૂમનો દરવાજો બંધ કરીને ઝેર પી લીધું હતું.

જોકે બાદમાં રમીલાની તબિયત બગડતા પરિવારજનો દ્વારા તાત્કાલિક ધોરણે તેને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવી પરંતુ રમેલાની હાલત વધારે પડતી ખરાબ થતા તેને તાત્કાલિક જિલ્લાની મોટી હોસ્પિટલમાં રેફર કરવામાં આવી હતી જોકે સમયસર ડોક્ટરોની સારવાર દરમિયાન પણ રમેલા બચી શકે નહીં અને ઝેર પીવાને કારણે રમીલાએ પોતાનો જીવ ગુમાવ્યો હતો પોલીસ અધિકારીઓની આ સમગ્ર ઘટનાની જાણ થતા તાત્કાલિક તે પણ દોડી આવી હતી અને સમગ્ર કેસ નોંધીને પોસ્ટમોર્ટમ કરાવી આગળની તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *