૬૦ વર્ષના એક એક વૃદ્ધ સુરતના સરથાણા વિસ્તારમાં રહેતા હતા. તેમના બાળકો વિદેશમાં રહે છે. તેઓ પોતાની બીમારીથી એટલી હદ સુધી ત્રાસી ગયા હતા કે તેમને પોતાની જાતે જ પેટમાં ગોળી મારીને પોતાનું જીવન ટૂંકાવી દીધુ હતું. આ ઘટનાની જાણ થતા તાત્કાલીક સરથાણા પોલીસ સહિતના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને આ અંગે વધુ તપાસ માટે લાશને પી.એમ કરવા માટે મોકલી દેવામાં આવી હતી.
દિવસેને દિવસે સુરત શહેરમાં આપઘાતના બનાવ ખૂબ જ બની રહ્યા છે. તેની વચ્ચે એક વૃદ્ધ વ્યક્તિ એ આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું છે.સુરતના સરથાણા યોગી ચોક વિસ્તારમાં રહેતા બાલુભાઈ તેમની વૃદ્ધ માતા સાથે રહેતા હતા. તેમના બાળકો વિદેશમાં રહે છે. બાલુભાઇ કેટલાક વર્ષોથી કોલેસ્ટ્રોલ ડાયાબીટીસ અને બીપી જેવી બીમારીઓથી પીડાતા હતા. જેના કારણે બાલુભાઈ સતત માનસિક સ્ટ્રેસ અનુભવતા હતા. રાતે બાલુભાઈ કંટાળીને પોતાની જાતે જ પેટ માં રિવોલ્વર મારીને પોતાનું જીવન ટૂંકાવી દીધું હતું.
બનાવની જાણ થતાં જ બાલુભાઈને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે બાલુભાઈને મૃત જાહેર કર્યા હતા. જોકે સરથાણા પોલીસે ઘટના સ્થળે પહોંચી લાશને પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. સરથાણા વિસ્તારમાં આવેલા સનસ્ટાર સિટી રો-હાઉસમાં વૃધ્ધ એ ગોળી મારી આત્મહત્યા કરી હતી ત્યારે સુરતના સરથાણા વિસ્તારમાં આત્મહત્યાની ઘટના સામે આવતા સરથાણા વિસ્તારમાં સનસનાટી ફેલાઈ ગઈ હતી.