દીકરીના જન્મ દિવસ હોવાથી વડોદરાથી અમદાવાદ જવા વહેલા નીકયો પરંતુ બન્યું એવું કે ઘરેથી સમશાન યાત્રા નીકળી
વડોદરા શહેરના વડસર વિસ્તારમાં ભાડાના મકાનમાં રહેતા યુવાનનું સાતમા માળેથી નીચે પડતા મોત નીપજ્યું છે. યુવક એક ખાનગી કંપનીમાં નોકરી કરતો હતો, વધુ તપાસ બાદ જાણો એમ મળ્યું હતું કેમ યુવકને એક નાની દીકરી છે અને દીકરીનો આજે જન્મદિવસ પણ હતો તેથી તેને વહેલા વડોદરાથી અમદાવાદ જવાનું હતું.
આગળ જાણો એમ મળ્યું છે કે કેટલાક દિવસોથી જે તે ફ્લેટમાં રહે છે તેમાં કેટલાક દિવસોથી પાણી નહોતું આવતું અને તેના કારણે યુવક ફ્લેટના આગાસી ઉપર ચડીને ટાંકી ઉપર ચડ્યો હતા અને કોઈ અકસ્મિત કારણથી પગ લપસતા તેની નીચે પડી ગયા હતા અને યુવકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. પરંતુ પરિવારનો દાવો એમ છે કે આ કોઈ આકસ્મિક ઘટના નથી પરંતુ કોઈએ હત્યા કરી છે તેઓ આરોપ પરિવારના લોકો લગાવી રહ્યા છે.
જો યુવકની વધુ જાણકારી જોઈએ તો યુવક વડોદરા શહેરમાં ડ્રીમ આત્મનવન ફ્લેટમાં ટોનીઝ ક્રિશ્ચિયન જે પોતે 35 વર્ષનો છે અને ખાનગી કંપનીમાં નોકરી કરે છે અને તે વડસરમાં પોતાના મિત્રો સાથે ભાડાની રૂમ રાખીને અહીં રહે છે સાથે અન્ય યુવકો પણ તેની રૂમમાં રહે છે. છેલ્લા કેટલાક દિવસોથી રૂમમાં પાણી નહોતું આવતું. પોતાની દીકરીનો આજે જન્મદિવસ હોવાથી તે પોતે વહેલા નીકળીને વડોદરાથી અમદાવાદ જવા રવાના થવાના હતા.
પરંતુ છેલ્લે કેટલાક દિવસથી ફ્લેટમાં પાણી નહોતું આવતું તેના કારણે તે ફ્લેટની ટાંકી ઉપર રીપેરીંગ કામ કરવા માટે ચડ્યા હતા અને આ દરમિયાન જ યુવકનો પગ લપસતા સમગ્ર ઘટના સર્જાઈ હતી ફ્લેટમાં બીજા યુવકો રહેતા હતા તેની પાસેથી જાણવા મળ્યું કે જ્યારે ટોનીસ થોડા સમય બાદ પણ ટેરેસ માંથી પાછો ના આવ્યો તો રૂમમેટ સે તપાસ કરી.
અને તપાસ કરતા સોસાયટીના કમ્પાઉન્ડમાં લોહી લુહાણ હાલતમાં ટોનીસ જોવા મળ્યો હતો કે આ જોઈને તેને તાત્કાલિક ધોરણે સારવાર હેઠળ નજીકની સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો જ્યાં હોસ્પિટલ ના ડોક્ટરે ટોનીસ ને મૃત જાહેર કર્યો હતો અને આ બાદ માંજલપુર પોલીસ આ સમગ્ર ઘટનાની જાણ થતા જ ફરિયાદ દાખલ કરીને આગળની તપાસ હાથ ધરી છે.
પરિવારના લોકોને આ ઘટનાની જાણ થતા જ પરિવારના લોકો ઉપર દુઃખનો પહાડ તૂટી પડ્યો હોય તેવું જોવા મળ્યું અને પરિવારનો આક્ષેપ એ પણ છે કે ફ્લેટની ટાંકી અને ધાબા ની પાળી વચ્ચે ઘણું વધુ અંતર છે અને તેના કારણે જો ટોનિસ નો પગ લપશે તો પણ તે એટલો બધો દૂર ન જઈ શકે અને પટકાઈ નહીં. અને એટલા માટે પરિવારના લોકોને શંકા છે કે આ કોઈ દ્વારા તેને ફેંકવામાં આવ્યો છે અને આના આધારે પોલીસ કર્મચારીઓ હવે આગળની તપાસ હાથ ધરી રહ્યા છે.