પોલીસ સ્ટેશનમાં સાહેબની બદલી થઈ ત્યારે આખા ગામે આંસુ સાર્યા, ગામના લોકો અને પોલીસના સ્ટાફના લોકોના આસુ છલકાયા

અમદાવાદ ગામના સાત પીઆઇની બદલી થઈ અને તેમાં અસલાલી પીઆઇની બદલી થઈ ત્યારે ગામના લોકો અને પોલીસની સ્ટાફના આંખોમાં આંસુ જોવા મળ્યા હતા. આ સાહેબની બદલી થતા જ વરઘોડો પુષ્પવર્ષા અને તેની સાથે જ વિદાય સમારંભ પણ આ યોજવામાં આવ્યો અને ત્યાં ધાર્મિક સંસ્થાના ગુરુઓ ત્યાંના વેપારીઓ તથા નાગરિક પણ જોડાયા.

જોવા જઈએ તો એક પોલીસ સ્ટેશનમાં કોઈપણ પીએસઆઇ કે પી.આઈ ત્રણ વર્ષથી વધુ વર્ષ થઈ ગયા હોય તો તેમની બદલી થઇ જાય છે અને આ પરંપરા વર્ષોથી પોલીસ વિભાગમાં જોવા મળે છે તેવી જ રીતે અમદાવાદના ગ્રામ્ય વિસ્તારમાં એક સાથે સાત પોલીસ ઇન્સ્પેક્ટરની એક પોલીસ અધિક્ષકે બદલી કરી છે. અને જે પોલીસ અધિકારીની બદલી થઈ ગઈ હોય તે પોલીસ કર્મચારીઓ તેમનો સન્માન સમારંભ યોજાશે છે અને તે યાદગીરી ને તાજી કરે છે.

અત્યારે જ થયેલા અમદાવાદના ગ્રામ્ય વિસ્તારના અસલાલી પોલીસ સ્ટેશનના એક પી આર જાડેજા ની બદલી બોપલ પોલીસ સ્ટેશન ખાતે થઇ હતી પરંતુ પી.આઈ ચાર્જ સંભાળે તે પહેલા જ તેમનો ખૂબ જ અદભુત સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો અને આઇપીએસ કક્ષાના અધિકારીને મળતાં જે માન સન્માન હતા તેવી જ રીતે તેમને પણ એ જ પ્રકારનો માનસન્માન મળ્યું અને સન્માન સમારોહ યોજાયો હતો અને આ સન્માન સમારોહમાં 24 ગામોના સરપંચ તથા ગ્રામજનો વેપારી ધાર્મિક સંસ્થાના મહંતો તથા અગ્રણીઓ માણસો મળીને 700 લોકોએ તેમને સન્માનપૂર્વક વિદાય આપી હતી.

અને આ સન્માન સમારોહમાં અત્યંત મહત્વની વાત એ છે કે આ વિદાયથી દરેક લોકોના આંખમાં આંસુ આવી જાય છે અને અસલાલી પોલીસ સ્ટેશનમાં પીઆર અને પીઆઇ જાડેજાની ખૂબ જ સુંદર કામગીરી ના લીધે તેમની છાપ લોકોના નજરમાં ખૂબ જ સારી છે અને દરેક ગામના લોકો તથા કર્મચારીઓ તેમનાથી અત્યંત ખુશ હતા પરંતુ પોલીસ વિભાગની આ બદલીના રિવાજને કોઈ જ બદલી શકે તેમ ન હતો તેથી તેમનું બોપલ પોલીસ સ્ટેશનમાં કામગીરી લોકોને ન્યાય આપે અને બોપલની જનતાને ખુશ રાખશે તેવું ગામના લોકો માની રહ્યા છે.

આપી અને તૈયાર જાડેજાએ અસલાલી માં ફરજ નિભાવી હતી તે દરમિયાન તેમને ખૂબ જ સારી કામગીરી કરી હતી અને તેમાં તેમને ૧૨૫થી વધુ દારૂ અને જુગારના કે શોધી કાઢ્યા હતા તથા કોડ કાસીન્દ્રા તેમજ બારેજા માં ત્રણ નવી પોલીસ ચોકી પણ તૈયાર કરાવડાવી હતી તથા પોલીસના કંપાઉન્ડમાં પડી રહેલા વાહનોના મુદ્દામાલને સારી રીતે ગોઠવાયેલી ને ત્યાં કમ્પાઉન્ડ પણ અત્યંત જો ખૂન કરાવ્યું અને પોલીસ લાઈન ના બાળકોને રમવા માટે ખૂબ જ સુંદર બગીચો પણ તૈયાર કરાવડાવ્યો હતો અને પોલીસ ચોકી તથા આસપાસની જગ્યામાં વૃક્ષારોપણ કરાવીને વૃક્ષોનું જતન પણ તેમને ખૂબ જ સારી રીતે કરાવડાવ્યું હતું.

પીઆઇ પીઆર જાડેજાએ ચૂંટણીના બંદોબસ્ત દરમિયાન ખૂબ જ સફળતા પુર્વક તેમને પીરાણા જેવી કોમી સંવેદનશીલ જગ્યાઓને તથા લાંબા જેવા ધાર્મિક સ્થળોને પણ હજારોની સંખ્યામાં જ્યા દર્શનાર્થી આવે છે ત્યાં તેમનો કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને મિલકત તથા અન્ય સંબંધિત ગુનાઓ નહિવત પ્રમાણમાં વધે તે અમલીકરણ માટે તે સફળ રહ્યા હતા તથા ત્યાં મોટી સંખ્યામાં ગોડાઉન અને પ્રોહીબીશન ની પ્રવૃત્તિમાં પણ ઘણો બધો ઘટાડો જોવા મળ્યો હતો અને તેમને આ પ્રકારની સફળ કામગીરી કરી હતી. અને જેમાં તેઓ ખૂબ જ સારી રીતે સફળ પણ થયા હતા.

Leave a Reply

Your email address will not be published.