સમાચાર

ક્યાં વેચવા આવી રહ્યું હતું ડ્રગ્સ ? કેવી રીતે થયો ઘટસ્ફોટ

ફરી એક વખત નશાબંધી ધરાવતા ગુજરાતમાં ડ્રગ્સનું દૂષણ સામે આવ્યું છે આ વખતે ૩૧ ડિસેમ્બરની ટાર્ગેટ રાખીને ડ્રગ્સની હેરાફેરી કરનાર એક કોસ્મેટિક વેપારી સહિત કુલ છ લોકોની અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે 500 ગ્રામ ચરસના જથ્થા અને કુલ ૧૧ લાખના મુદ્દામાલ સાથે આ તમામ લોકોને ઝડપી પાડ્યા છે જેમાં પકડાયેલા શખ્સો રાધનપુર થી ચરસનો જથ્થો લાવી અમદાવાદમાં વેચવાના હતા.

સૌથી ચોંકાવનાર અને સમાજ માટે લાલબત્તી સમાન કિસ્સો એ છે કે ઝડપાયેલો વેપારી પોતે ડ્રગના રવાડે ચઢેલો હતો ત્યારબાદ તે ડ્રગનું વેચાણ પણ કરવા લાગ્યો હતો અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે મેમનગર પાસેથી કુલ છ લોકોની ધરપકડ કરી છે. આ કિસ્સો દરેક માતા-પિતા માટે પણ આ કિસ્સો લાલબત્તી સમાન છે કારણકે વેપારીનો પુત્ર પણ આ રેકેટમાં ઝડપાયો છે ક્રાઈમ બ્રાન્ચે 500 ગ્રામ ચરસના જથ્થા સાથે ૧૧ લાખનો મુદ્દામાલ પણ કબજે કર્યો છે પકડાયેલા લોકો રાધનપુરથી આ જથ્થો અમદાવાદ લાવી અને વેચવાના હતા પરંતુ તે પહેલાં ક્રાઈમ બ્રાન્ચને બાતમી મળી કે રાજસ્થાનથી ગુજરાતમાં જ રસ લગાવવામાં આવ્યો છે જેથી પોલીસે આ ડ્રગ્સ ઝડપી પાડ્યું.

પોલીસે આ ગુનામાં કુલ છ આરોપીઓને ઝડપી પાડ્યા છે જેમાંથી મેહુલ રાવલ ખેતી કરે છે અને તે મહેસાણામાં રહેશે આ ઉપરાંત કુણાલ પટેલ અર્જુન સિંહ ઝાલા બ્રિજેશ પટેલ સાથે મળી આ ડ્રગ્સ અમદાવાદમાં લાવી હર્ષ શાહ અને અખિલ ભાવસારને આપવાના હતા. જો કે પોલીસે ઝડપી પાડેલા આ ડ્રગ્સ પેડલર અમદાવાદના વૈભવી ગણાતા એસ.જી.હાઈવે ગુરુકુળ સિંધુભવન સહિતના તમામ સ્થળોએ ડ્રગ્સનું વેચાણ કરવાનું ટાર્ગેટ રાખી રહ્યા હતા

તેઓ ખુદ પણ ચરસના બંધાણી બની ગયા હતા આ તમામ પેડલરોની ધરપકડ કરી લીધી છે પરંતુ રાધનપુરનો મૂળ ડ્રગ માફિયા હાલમાં ફરાર છે જેને શોધવા કાર્યવાહી કરવામાં આવી રહી છે ત્યારે મુખ્ય સૂત્રધારની ધરપકડ થશે ત્યારે વધુ ખુલાસા થાય તેવી પૂરી શક્યતા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *