પોરબંદરનો દરિયો બન્યો તોફાની, દરિયામાં ભારે કરંટના દ્રશ્યો જોવા મળ્યા, SDRFની ટીમ પણ તાત્કાલિક તૈનાત કરી દેવામાં આવી

વિભાગની આગાહી ની અસર હાલ અત્યારે પોરબંદરના દરિયામાં જોવા મળી રહી છે ત્યારે પોરબંદર જિલ્લામાં હાલ ચાલ બે થી ત્રણ દિવસથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે વરસાદી માહોલ ની અંદર પોરબંદરના દરિયાકિનારમાં હાલ ભારે કરંટ હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે પોરબંદરનો ચોપાટી ખાતે દરિયો તોફાની બનતા ઊંચો ઊંચા મોજા ઉછળતા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે.

ત્યારે અગાઉ પણ હવામાન વિભાગે માછીમારો અને દરિયો ના ખેડવાની સૂચના આપી હતી અને હાલ પણ હવામાન વિભાગ માછીમારોને આગાહ કરી રહ્યું છે કેમ 10 જુલાઈ સુધી માછ મારો દરિયા ના ખેડવા જવું ત્યારે પોરબંદરમાં છેલ્લા બે દિવસથી સતત ભારે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.

છેલ્લા કેટલાક કલાકોમાં એક થી દોઢ ઇંચ જેટલો વરસાદ પોરબંદરમાં નોંધાયો છે જેમાં પોરબંદરમાં 28 મીમી ત્યારે કુતિયાણામાં 17 મીમી અરે રાણાવાવમાં 16 મીની વરસાદ ખાબક્યો હતો. હવામાન વિભાગની આગાહી ની અસર હાલ અત્યારે પોરબંદરના દરિયામાં જોવા મળી રહી છે તમને જણાવી દઈએ તો ફક્ત પોરબંદરમાં જ નહીં પરંતુ આસપાસના વિસ્તારો અને

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે જેમાં ભાવનગર અમરેલી ગીર સોમનાથ દ્વારકા અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં સુરત નવસારી ડાંગ વલસાડ તાપી નર્મદા આ વિસ્તારોમાં ભારે વરસાદ નોંધાયો છે. વરસાદની આગાહી 10 જુલાઈ સુધી હવામાન વિભાગે જાહેર કરી છે.

વરસાદી માહોલને સાથે સાથે પોરબંદર દરિયામાં હાર અત્યારે ભારે કરંટ હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે તમે જણાવી દઈએ કે હાવ મને વિભાગ એમ પોરબંદરમાં એસ ડી આર એફ ટીમને પણ તૈનાત કરી દેવામાં આવી છે. આધુનિક સંસાધનો સાથે 60 લોકો રાહત બચાવો ની કામગીરી માટે હાલ તૈયાર કરી દેવામાં આવ્યા છે હાલ પોરબંદર વિસ્તારમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે.

તમને જણાવી દઈએ કે આ આગાહીને કારણે રાજ્ય સરકારે એસડીઆરએફ ની ટીમ ને પોરબંદર ખાતે રવાના કરવાની સૂચના આપતા આખી ટીમ પોરબંદર પહોંચી ગઈ હતી. હાલ સમગ્ર SDRFની ટીમ ગોંડલ ખાતે પહોંચી ગઈ છે જિલ્લામાં ભારે વરસાદ અને કોઈ પૂર જેવી પરિસ્થિતિ થાય ત્યારે તેવા સંજોગોમાં તે વિસ્તારમાં પહોંચી વળવા તથા રાહત બચાવવાની કામગીરી કરવા માટે ટીમ હાલ ત્યાં પહોંચી ગઈ છે.

Leave a Reply

Your email address will not be published.