ભારે વરસાદ ની આગાહીને કારણે હવામાન વિભાગે પોર્ટમાં ત્રણ નંબરનો સિગ્નલ લગાવી દીધું, આ વિસ્તારનું આવી બન્યું…
રાજ્યમાં આગામી પાંચ દિવસ સુધી વરસાદી માહોલ હજી જોવા મળશે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર અરબી સમુદ્રમાં લો પ્રેશર સક્રિય થઈ ગયું છે અને તેના કારણે પોર્ટ પર ત્રણ નંબરનું સિગ્નલ પણ લગાવી દેવામાં આવ્યું છે સાથે સાથે માછીમાર અને દરિયો ન ખેડવાની સૂચના પણ આપી દેવામાં આવી છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં હજી આગામી પાંચ દિવસ ભારે વરસાદ એ માહોલ જોવા મળશે જેમાં આગામી ત્રણ દિવસ તો ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે તેની આગાહી જાહેર કરવામાં આવી છે ખાસ કરીને સૌરાષ્ટ્ર કચ્છ વિસ્તારમાં અત્યંત ભારે વરસાદ પડે તેવી શક્યતા છે.
11 ઓગસ્ટ ના રોજ રાજ્યમાં ભારે વરસાદની આગાહી જાહેર કરવામાં આવી છે જ્યારે 12 ઓગસ્ટના રોજ મહીસાગર અરવલ્લી બનાસકાંઠા સાબરકાંઠા જેવા વિસ્તારમાં અતિ ભારે વરસાદ પડે તેની આગાહી હવામાન વિભાગે જાહેર કરી છે. બુધવારના રોજ 24 કલાક દરમિયાન 178 તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો જેમાં સૌથી વધુ પોરબંદર જિલ્લામાં 87 એમએમ વરસાદ નોંધાયો હતો.
અમદાવાદ હવામાન વિભાગ મુખ્ય અધિકારી મનમાં બેહેને વરસાદને લઈને જણાવ્યું હતું કે આગામી 48 કલાક રાજ્યના વિવિધ વિસ્તારોમાં અતિ ભારે વરસાદ થવાની સંભાવના છે ખાસ કરીને ઉત્તર પૂર્વ ગુજરાતમાં અતિ ભારે વરસાદ પડી શકે તેવી પૂરેપૂરી શક્યતા જોવા મળી રહી છે સૌરાષ્ટ્રના વિસ્તારોમાં મધ્યમ થી લઈને ભારે વરસાદ નોંધાઈ શકે તેવા અનુમાનો નોંધાઈ રહ્યા છે.
મિત્રો આ ઉપરાંત તમને જણાવી દઈએ તો રાજ્યમાં અત્યાર સુધીમાં 78% જેટલો વરસાદ વરસી ચુક્યો છે. જેમાં સૌથી વધુ કચ્છ વિસ્તારમાં નોંધાયો છે 126% ની નોંધણી કચ્છમાં થઈ છે જ્યારે સૌથી ઓછો વરસાદ ઉત્તર ગુજરાતમાં જોવા મળ્યો છે જેમાં ટકાવારી 66% જેટલી છે. આ સાથે પૂર્વ મધ્ય ગુજરાતમાં 67 ટકા સૌરાષ્ટ્રમાં 75% દક્ષિણ ગુજરાતમાં 88% વરસાદ નોંધાયો છે.