દાદી વારેઘડીએ પોતાના પૌત્ર માટે છોકરીઓને રિજેક્ટ કરી દેતા હતા, તેથી ગુસ્સે ભરાયને દીકરાએ દાદીને ઢોરમાર મારીને પતાવી દીધાં

મહારાષ્ટ્રમાં આવેલ સોલાપુરમાં ખૂબ જ ચોંકાવનારો એક કિસ્સો સામે આવ્યો છે અને તેમાં એક પૌત્ર એ પોતાની જ દાદીની હત્યા કરી નાંખી છે અને તે એટલા માટે કારણ કે ડાબી તેના લગ્નમાં વિરોધ ઉભો કરતા હતા અને પૌત્ર ની ઈચ્છા લગ્ન કરવાની હતી પરંતુ દાદી દરેક યુવતીને જોઈને ના જ પાડી દેતા હતા તેથી યુવાને આ કૃત્ય કર્યું.

આ સમગ્ર ઘટના સોલાપુર ના જોડભવી પેઠના આદર્શ નગર સોસાયટીમાં થઈ હતી અને તેમાં લગ્ન માટે દાદીએ છોકરીઓને ના પાડી દેતા જ દાદીની હત્યા કરવાનો કિસ્સો સામે આવ્યો છે અને આ સમગ્ર કિસ્સો સાંભળીને આસપાસના લોકો પણ આશ્ચર્યચકિત થઇ ગયા છે. સોમવારે આ ઘટના બની હતી અને ત્યાર બાદ ૨૫ વર્ષના આરોપીની ધરપકડ પણ કરવામાં આવી છે આમ પોલીસે તેને કડક પૂછપરછ કરતા તેણે પોતાનો ગુનો કબૂલ કર્યો હતો અને તેને જણાવ્યું હતું કે તેના દાદીની હત્યા તેને જ કરી છે.

જ્યારે પૌત્ર અને સમગ્ર ઘટના પૂછવામાં આવી ત્યારે તપાસમાં સામે આવ્યું હતું કે આદર્શ નગરમાં રહેતા મલનબી હસન નદાફ નામનાં એક વૃદ્ધ મહિલાએ પોતાના પૌત્ર સલીમ નદાફ માટે છોકરીઓ જોવા આવતા હતા અને તેના લગ્ન માટે કર્ણાટકથી તેને ઘરે બોલાવવામાં આવ્યો હતો આમ ખાલી મેં ઘણી બધી છોકરી જોઈ તેમાં તેને અમુક છોકરીઓ પસંદ પણ આવી હતી પરંતુ લગ્નની વાત આગળ વધે તે પહેલા તેની દાદી તે બધી જ છોકરીઓને ના પાડી દેતા હતા આ વિસ્તારને લાગ્યું કે દાદી તેને પરેશાન કરવા માટે જ કર્ણાટકથી અહીં બોલાવે છે, અને તેના લગ્ન નું બહાનું કાઢીને તેને પરેશાન કરે છે.

આમ આપ સમગ્ર ઘટના બનવાના કારણે સોમવારે સલીમ ખૂબ જ ગુસ્સે ભરાયો હતો અને તેને દાદી પાસે પહોંચીને ખૂબ જ મોટો ઝઘડો કર્યો હતો આમ આ સમગ્ર મામલો એટલી બધી હદે વધી ગયો હતો કે સલીમે દંડાથી દાદી ઉપર હુમલો કર્યો હતો, અને તેમને ખૂબ જ માર માર્યા હતા અને ત્યાં સુધી માર્યા કે તેમનું મોત ન થઈ જાય આમ તેમનું મોત થઈ ગયું અને તેમ છતાં પણ તે દાદી ને મારતો જ રહ્યો અને તે બોલતો રહ્યો કે તમે મારા લગ્નની વ્યવસ્થા કેમ નથી કરતા અને તમે મને અહીં કર્ણાટકથી કેમ બોલાવ્યો છે?આમ રોષે ભરાયેલા પૌત્રએ દાદીની હત્યા કરી નાંખી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *