લેખ

પ્રેમ લગ્ન કરવા યુવકને ભારે પડ્યા મહિલાના પરિવારે યુવક સાથે કરી નાખ્યું એવું કે…

આપણા સમાજમાં આજે પણ એવો વર્ગ રહે છે કે જેઓ પહેલાથીજ પ્રેમ લગ્નની વિરુદ્ધમાં રહ્યા છે. પરંતુ અહીયા વાત કઈક અલગ સામે આવી છે. ભરૂચનાં ટંકારીયામાં રહેલી મુસ્લિમ યુવતીએ હિન્દુ યુવક સાથે લગ્ન કર્યા. તેણે પ્રેમ લગ્નતો કરી લીધા પરંતુ બાદમાં તેના પરિવારજનોએ તેના પતિને જાનથી મારી નાખવાની ધમકી આપી સાથેજ તેનું મેરેજ સર્ટીફિકેટ પર રદ કરવી દીધું..

યુવક અને યુવતીની મુલાકાત 2016માં થઈ હતી. તેમની મુલાકાત મિત્રતામાં ફેરવાઈ અ બાદમાં બંનેને એકબીજા સાથે પ્રેમ થયો હતો. જોકે બાદમાં યુવતી દુબઈમાં કામ કરવા જતી રહી. જ્યારે તે પરત આવી ત્યારે તેણે યુવક સાથે કોર્ટ મેરેજ કરી લીઘા. પરંતુ આ મામલે જ્યારે યુવતીના પિતાને જાણ થઈ ત્યારે તેમણે યુવકને ધમકી આફી કે જો તે લગ્નની નોંધણી રદ નહી કરવે તો તેને અને તેના પરિવારના સભ્યોને જાનથી મારી નાખશે

યુવતીના પિતાએ આપેલી ધમકી બાદ યુવકે નોંધમી રદતો કરવી દીધી. બીજી તરફ યુવતી લગ્ન કરીને પરત દુબઈ જતી રહેલી. પરંતુ જ્યારે તેને આ મામલે જાણ થઈ ત્યારે તે પરત ભરૂચમાં આવી.પરંતુ તેના ઘરના સભ્યોએ તે ઘરની બહાર ન નીકળે તે માટે પાબંદી લગાવી દીધી. અને સાથેજ યુવકને એવી ધમકી આપી કે જો હવે તમે સબંધ રાખ્યા તો તને અમારી દિકરીને જાનથી મારી નાખીશું. જેથી કંટાળી યુવકે પોલીસમાં ફરિયાદ નોંધાવી..

પોલીસને ફરિયાદ મળતા તેમણે સમગ્ર મામલે તપાસ હાથ ધરી જેમા સામે આવ્યું કે યુવતીના પિતાએ તેને માર મારી હતી. સાથેજ તેમણે બંનેની વાતચીત પણ બંધ કરાવી દીધી હતી. અને યુવતીનો નંબર પણ બદલાવી દીધો હતો. ઉપરાંત યુવતીના પિતાએ તેને પરત દુબઈ જવા માટે પણ ના પાડી દીધી હતી. જેથી કંટાળીને યુવતીએ યુવકને એવો મેસેજ કર્યો હતો. કે તુ કઈ પણ કરીને મને અહીથી લઈ જા..જેથી યુવકને પોલીસની મદદ લેવી પડી…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *