પ્રેમ પ્રકરણમાં કરુણ અંત આવ્યો, એક સાથે બે ના જીવ ગયા, પ્રેમિકાની હત્યા બાદ પ્રેમીએ પણ…

ગુજરાતમાં વધુ એક યુવતીનું પ્રેમ સંબંધોના કારણે હત્યા કરવામાં આવી છે. પ્રેમી એ આ યુવતીને મારી ને પોતે પણ આપઘાત કરી લીધો હતો. સોશિયલ મીડિયા ઉપર એકબીજા સાથે વાત કરતા હતા. હાલમાં આ પ્રેમ સંબંધનો કરૂણ અંત આવ્યો હતો.પોલીસે મૃતક પ્રેમી વિરૂદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ઘટના વલસાડોના રોનવેલ ગામની છે. વલસાડના રોણવેલ ગામમાં રહેતી પાયલ પટેલ અને નાની સરોણ ગામમાં રહેતા સ્મિત પટેલ વચ્ચે મિત્રતા થઈ હતી. સોશિયલ મીડિયા દ્વારા બન્ને ને પ્રેમ થયો હતો. 22મીએ રોણવેલ ગામે રહેતી પાયલ પટેલનો પરિવાર વલસાડ ખાતે સામાજિક પ્રસંગ માટે ગયો હતો અને પાયલ ઘરે એકલી હતી. આ વાતની જાણ થતાં સ્મિત પટેલ તેને મળવા આવ્યો હતો. દરમિયાન કોઇ કારણોસર દંપતી વચ્ચે ઝઘડો થતાં સ્મિત પટેલે પાયલનું ગળું દબાવી હત્યા કરી નાખી હતી અને સ્થળ પરથી ફરાર થઇ ગયો હતો.

પાયલ ઘરે એકલી હોવાથી પાયલના કાકી તેના ઘરે તપાસ કરવા ગયા તો દરવાજો અંદરથી બંધ જોવા મળ્યો હતો. અને જ્યારે તેમણે ઘરે જઈને પાછળના દરવાજે તપાસ કરી તો પાયલ તેના બેડરૂમમાં પલંગ પર મૃત હાલતમાં મળી આવી હતી. લાશ મળ્યા બાદ પાયલની કાકીએ પાયલના માતા-પિતા અને ગામના વડીલોને ઘટનાની જાણ કરી હતી. વલસાડ ગ્રામ્ય પોલીસ મથકે સ્મિત પટેલે પાયલની હત્યા કરી હોવાની શંકા વ્યક્ત કરી હતી.

સ્મિત પટેલના ઘરે ચેકિંગ દરમિયાન વલસાડ ગ્રામ્ય પોલીસને સ્મિત ઘરે મળ્યો ન હતો.ગામમાં શોધખોળ દરમિયાન સ્મિત પટેલનું બાઇક અને મોબાઇલ તળાવના કિનારે પડેલો મળી આવ્યો હતો. વલસાડ ગ્રામ્ય પોલીસની ટીમે સ્થાનિક તરવૈયાઓ અને ચંદ્રપુરના તરવૈયાઓની મદદથી તળાવમાં સ્મિતનો મૃતદેહ શોધી કાઢ્યો હતો. સ્મિતના મૃતદેહની મોડી રાત સુધી શોધખોળ કરવામાં આવી હતી, પરંતુ તે મળી આવ્યો ન હતો. આજે સવારે સ્મિત પટેલનો મૃતદેહ મળી આવ્યો હતો. વલસાડ ગ્રામ્ય પોલીસે સ્મિતના મૃતદેહનો કબજો લઈ વધુ તપાસ હાથ ધરી છે.

સ્મિત પટેલનો મૃતદેહ તળાવમાંથી મળ્યો સામાન્ય ઝઘડામાં પ્રેમ પ્રકરણ દુ:ખદ રીતે સમાપ્ત થયું હતું. મૃતક ગર્લફ્રેન્ડ રોનવેલ ગામમાં પોતાના ઘરમાં એકલી હતી આથી સ્મિત તેને ઘરે મળવા આવ્યો હતો ત્યારે , બંને વચ્ચે કોઈ બાબતે તકરાર થતાં તેનું ગળું દબાવીને હત્યા કરવામાં આવી હતી. વિવાદનું કારણ શું હતું તે તાત્કાલિક સ્પષ્ટ થયું નથી. પોલીસે મૃતક પ્રેમી વિરૂદ્ધ હત્યા અને એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *