સમાચાર

પ્રેમાલાપ કરતા યુવક પર કોણે કર્યો હુમલો હુમલાનું શું છે કારણ?

આ વાત છે અમદાવાદના એક યુવકની જે તેની ગર્લફ્રેન્ડ સાથે પાર્કમાં બેસીને પ્રેમની ગોષ્ઠી કરી રહ્યો હતો આ સમયે તેના પર જીવલેણ હુમલો થયો. આટલું ઓછું હોય તેમ આ યુવકનું અપહરણ થયું. ત્યારબાદ યુવકને અધમૂવો કરીને છોડી દેવાયો હવે હુમલો કરનાર શખ્સો સામે અમદાવાદ યુનિવર્સિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.

આખરે શા માટે કરાયો હુમલો ? નિખિલ સરગરા જેની ઉંમર 22 વર્ષની છે તે ટ્રાન્સપોર્ટના વ્યવસાય સાથે સંકળાયેલો છે. તેની એક ગર્લફ્રેન્ડ છે અને તેણે નિખિલને ફોન કરીને મળવા બોલાવ્યો. ફોન આવ્યા બાદ નિખિલ નવરંગપુરાના જોગર્સ પાર્કમાં ગયો ત્યાં બંને વચ્ચેનું અંતર ખૂબ નજીક હતું તેઓ બંને પોતાના પ્રેમાલાપમાં વ્યસત હતા તે સમયે પાછળથી આવેલા વિવેક અને અભિષેક નામના શખ્સોએ તેને લાકડી મારી ત્યારબાદ અન્ય 10 જેટલા શખ્સો નિખિલ પર તૂટી પડયા હતા.

નિખિલ પોતાનો જીવ બચાવીને ત્યાંથી ભાગ્યો પણ આગળ જતા તે રસ્તા પર પડી ગયા બાદ તમામ શખ્સોએ એક કારમાં નિખિલનું અપહરણ કર્યું આખરે શું થયું નિખિલ સાથે કારમાં ? નિખિલને માર મારતા મારતા ગાડીમાં તેને દૂર સુધી લઇ ગયા જ્યાં રસ્તામાં અપહરણકારોએ નિખિલ સાથે બિભત્સ હરકતો કરી આટલેથી ન અટકીને તેનો વીડિયો પણ ઉતાર્યો ત્યારબાદ તેને શાહીબાગના ઘેવર સર્કલ પાસે ફેંકી દેવાયો.

જે બાદ સવાર માટે વીએસ હોસ્પિટલ ખસેડાયેલા નિખિલની પોલીસે પૂછપરછ કરી ત્યારે નિખિલે પોતાની આપવીતિ જણાવી હતી જે બાદ પોલીસે આરોપીઓના નામ જાણીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. મળતી માહિતી મુજબ જૂની અદાવતમાં નિખિલ પર આ રીતે હુમલો થયો હોય શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *