પ્રેમીપંખીડાએ વૃક્ષની ડાળી સાથે ગળાફાસો ખાઈને જીવન ટુંકાવ્યું, પોલીસ કર્મી પણ જોઇને ચોકી ઉઠ્યા

ગુજરાતના ખેડા જિલ્લામાં આપઘાતના બનાવો ખુબ જ વધી રહ્યા છે. પ્રેમમાં આંધળા થયેલા અને એકમેકને સાથે જીવવાના વચનો આપતા પ્રેમી પંખીડાઓ આત્મહત્યાના રસ્તે પહોંચી મોતને વ્હાલું કરી લેતા હોય છે, આવા અનેક કિસ્સાઓ બહાર આવત હોય છે. ઠાસરામાં બે પ્રેમીપંખીડાની ગળાફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી આવતા ચકચાર મચી ગયો છે.

ખેડા જિલ્લાના ઠાસરામાં આજે ગુરૂવારના રોજ બે પ્રેમીપંખીડાઓ ગળાફાંસો ખાધેલી હાલતમાં જોવા આવ્યા છે. નગરના દિવ્ય શક્તિ રેસીડેન્સીની સામે રેલવે ટ્રેક બાજુ ઝાડી-ઝાંખરામાં વૃક્ષની ડાળી સાથે દુપટ્ટા વડે યુવક અને યુવતી ગળાફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યા હતા. સ્થાનિકોએ આ ઘટનાની જાણ ઠાસરા પોલીસને કરતાં પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી.

પરંતુ ઘટના સ્થળ રેલ્વે પોલીસની હદ હોવાને કારણે પોલીસે સમગ્ર ઘટના સંદર્ભે રેલ્વે પોલીસને જાણ કરી દીધી હતી. આ બાદ રેલવે પોલીસના કર્મીઓએ ઘટના સ્થળે દોડી જઇ અને ઓળખને છતી કરવા માટે આગળની કાર્યવાહી હાથ ધરી લીધી હતી. પોલીસ દ્વારા કરવામાં આવેલી પ્રાથમિક તપાસમાં આ બંને યુવક‌ અને યુવતી પંચમહાલ જિલ્લાના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે.

વધુમાં પંચમહાલથી ખેતરમાં મજૂરી કામ કરવા માટે આવ્યા હતા અને એક બીજાના સંપર્કમાં આવ્યા હોવાનું પણ જાણવા મળ્યું છે. પોલીસના સૂત્રો તરફથી મળતી વિગતો પ્રમાણે મૃતક યુવક જગદીશભાઈ અંધારભાઈ ધીરાભાઈ નાયક અને યુવતીનું નામ ટીનાબેન પામલભાઈ કલજીભાઈ નાયક હોવાનું જાણવા મળ્યું છે. જો કે બંનેનો આપઘાત કરવાનું કોઈ ચોક્કસ કારણ હજુ જાણવા મળ્યું જ નથી. પોલીસે આ બંનેના મૃતદેહને પીએમના હેતુથી ખસેડવાની તજવીજ હાથ ધરી લીધી છે.

Leave a Reply

Your email address will not be published.