સમાચાર

બે-બે બાળકોની માતા પોતાના પ્રેમી સાથે રહેવા માટે પતિથી છૂટાછેડા લીધા અને બાદમાં પ્રેમીએ લગ્ન ન કરતા…

પાટણમાં એક ચકાવનારો કિસ્સો સામે આવ્યો છે. તેમાં બે સંતાનની એક માતાએ તેના પ્રેમી સાથે લગ્ન કરવા માટે પોતાના પતિ સાથે છૂટાછેડા લીધા હતા. પરંતુ પ્રેમી પાછળથી લગ્ન કરવાની ના પાડી દીધી હતી અને તેને દગો કર્યો હતો. આ ઘટના મહેસાણાના ગ્રામ્ય વિસ્તારની છે. જેમાં એક પરણિત મહિલાને તેના બે સંતાનો અને તેના પતિની પરવા કર્યા વગર તેના પ્રેમી સાથે લગ્ન કરવા માટે તૈયાર થઈ ગઈ હતી.

આથી તેને તેના પતિ સાથે છૂટાછેડા પણ લઈ લીધા હતા. પરંતુ તેના પ્રેમીએ તેની સાથે દગો કર્યો હતો અને લગ્ન કરવાની ના પાડી દીધી હતી. તે પણ પહેલેથી પરિણીત હતો. આમ આ મહિલા બંને બાજુથી એકલી પડી ગઈ હોવાથી તે ઉત્તર ગુજરાતના અનેક ગામોમાં અહીંથી તહીં ફરીને પોતાનો જીવનનિર્વાહ કરતી હતી. પરંતુ આ મહિલાને 181 અભયમ ટીમે પાટણ નજીકના એક ગામમાં ચોધાર આંસુએ રડતી જોઈ હતી.

આથી અભયમ ટીમે તેની સુરક્ષા માટે તેને એક આશ્રયસ્થાનમાં રાખવામાં આવી હતી. મહેસાણાના ગ્રામ્ય વિસ્તારની 30 વર્ષીય પરિણીત મહિલાને પાટણના એક ગામમાં કામ અર્થે જવાની ફરજ પડી હતી..40 વર્ષીય સ્થાનિક પુરુષ સાથે પ્રેમ થતાં તેને પોતાના બે બાળકો અને પતિની પરવા કર્યા વગર તેના પતિ સાથે ચાર માસ પહેલાં છૂટાછેડા લઇ લીધા હતા. પતિના સાથે છૂટાછેડા બાદ પ્રેમી પાસે આવેલી પ્રેમીકાને તે યુવક લગ્નના ખોટા વાયદા કરતો હતો અને તેના ખર્ચ પેટે થોડા પૈસા આપીને પાછો મોકલી દેતો હતો.

મહિલા છેલ્લા ચાર મહિનાથી ઉત્તર ગુજરાતના વિવિધ શહેરોમાં ફરતી હતી. બે દિવસ પહેલા પાટણના એક ગામમાં બસ સ્ટેન્ડની બહાર એક મહિલા રડતી જોવા મળી હતી. સ્થાનિક લોકોએ 181 અભયમને જાણ કરી હતી. તેની તમામ માહિતી લેવામાં આવી હતી. જે મહિલા પાસે આશ્રય નથી, તેને સુરક્ષિત રહેવા માટે શેલ્ટર હોમમાં મોકલવામાં આવી છે.

પરિણીત પ્રેમી લગ્ન માટે પણ તૈયાર નથીઃ કાઉન્સિલર લક્ષ્મીબેન સોલંકીએ જણાવ્યું હતું કે, તે પુરુષ સાથે પ્રેમ કરનાર મહિલાએ તેના બે બાળકો અને તેના પતિને છૂટાછેડા આપી દીધા હતા. જ્યારે પ્રેમિકા તેના પ્રેમી સાથે ગઈ ત્યારે તે લગ્નના ખોટા વાયદા આપતો હતો અને પૈસા આપીને પાછી મોકલી દેતો હતો. આમ પાછળથી જાણવા મળ્યું કે તે પુરુષ પણ પહેલેથી પરિણીત હતો. મહિલાને બંને તરફથી કોઈ આશરો મળ્યો ન હોવાથી તેની સુરક્ષા માટે અભયમની ટીમ દ્વારા હાલમાં તેને સેફ આશ્રયગૃહમાં રાખવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published.